AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હમાસના આતંકીઓએ નશામાં ધૂત થઈને ઈઝરાયેલ પર કર્યો હતો હુમલો, માર્યા ગયેલા આતંકીઓના ગજવામાંથી મળ્યું કેપ્ટાગોન

પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસના આતંકવાદીઓએ, ગત 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે તેઓ નશામાં ધૂત હોવાનુ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ હમાસના આતંકીઓએ જે ડ્રગનું સેવન કર્યું હતું તેનું નામ કેપ્ટાગોન છે. આ નશાકારક દ્રવ્ય મોટાભાગે દક્ષિણ યુરોપમાં બનાવવામાં આવે છે.

હમાસના આતંકીઓએ નશામાં ધૂત થઈને ઈઝરાયેલ પર કર્યો હતો હુમલો, માર્યા ગયેલા આતંકીઓના ગજવામાંથી મળ્યું કેપ્ટાગોન
Captagon drugs Hamas terrorists
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 10:50 PM
Share

પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસના આતંકવાદીઓએ, ગત 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હિચકારો હુમલો કર્યો ત્યારે તેઓ નશામાં ધૂત હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ હમાસના આતંકીઓએ જે ડ્રગનું સેવન કર્યું હતું તે કેપ્ટાગોન હતું. એવું કહેવાય છે કે, આ ડ્રગ્સ મોટાભાગે દક્ષિણ યુરોપમાં તૈયાર કરવામાં આવે છે. જે સિન્થેટિક એમ્ફેટામાઈન પ્રકારનું ઉત્તેજક ડ્રગ્સ છે. દક્ષિણ યુરોપમાંથી તુર્કી થઈને અરબ દ્વીપકલ્પમાં તેની મોટા પાયે દાણચોરી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગત 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર આડેઘડ આશરે 5000 મિસાઈલો છોડી હતી.

નશાના કારણે ભૂખ મરી જાય છે

ઈઝરાયેલમાં હુમલો કરનારા આતંકીને ઈઝરાયેલના સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. ઈઝરાયેલના સુરક્ષાદળોના હાથે માર્યા ગયેલા ઘણા આતંકવાદીઓના ખિસ્સામાંથી કેપ્ટાગોન ડ્રગની ગોળીઓ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે કેપ્ટાગોન ડ્રગને ગરીબોનું કોકેન કહેવામાં આવે છે. કેપ્ટાગોનનું સેવન કર્યા પછી આતંકવાદીઓએ કંઈપણ અનુભવવાનું બંધ કરી દીધું હતું. પરિણામ એ આવ્યું કે તેઓએ લોકોને અત્યંત ક્રૂરતાથી મારી નાખ્યા. એટલું જ નહીં, કેપ્ટાગોન ડ્રગના નશાની અસર એવી થવા પામી હતી કે, હમાસના આતંકવાદીઓ કલાકો સુધી સતર્ક રહેતા હતા, અને ડ્રગ્સના સેવનના કારણે તેમની ભૂખ પણ મરી ગઈ હતી.

કેપ્ટાગોન કયારે લાઇમલાઇટમાં આવ્યું

કૅપ્ટાગોનનું નામ પહેલી વાર 2015માં ચર્ચામાં આવ્યું હતું. ત્યારબાદ ISISના આતંકવાદીઓએ હુમલા દરમિયાન તેમનો ડર દૂર કરવા માટે કેપ્ટાગોન ડ્રગ્સનું સેવન કરતા હતા. ISIS જેવા આતંકવાદી સંગઠનોનો પ્રભાવ વિશ્વ અને ખાસ કરીને મુસ્લિમ દેશોમાંથી ઓછો થતાંની સાથે જ લેબનોન અને સીરિયા સમર્થિત આતંકી સંગઠનોએ તેની બાગડોર સંભાળી. આ પછી તેમણે મોટા પાયે ડ્રગ્સનું ઉત્પાદન અને વિતરણ કરવાનું શરૂ કર્યું. આમાં, કેપ્ટાગોન ડ્રગ્સ ગાઝાના યુવાનોમાં ખૂબ લોકપ્રિય બન્યુ હતુ. આ ડ્રગ્સ Captagon ની કિંમત જેવો દેશ તેવો વેશ તે કહેવતની માફક વિશ્વના અલગ-અલગ દેશોમાં અલગ-અલગ જોવા મળે છે. જે કોઈ ગરીબ દેશ હોય ત્યાં તે માત્ર એક કે બે ડોલરમાં જ સરળતાથી ઉપલબ્ધ છે. જ્યારે સમૃદ્ધ કહેવાતા દેશોમાં આ ડ્રગ્સની કિંમત પ્રતિ એક ગોળીના 20 ડોલરે પહોંચી જાય છે.

ISIS ની આવકનો મુખ્ય સ્ત્રોત ડ્રગ્સ

મળતી માહિતી મુજબ કેપ્ટાગોનની દાણચોરી ISISના સભ્યોની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગઈ છે. કેપ્ટાગોન સહીતનુ ડ્રગ્સ સીરિયા માટે પણ આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયુ છે, જેને હિઝબુલ્લાહનું પણ ખુલ્લેઆમ સમર્થન છે. એક અંદાજ અનુસાર, 2020માં એકલા સીરિયામાંથી કૅપ્ટાગોનની નિકાસ ઓછામાં ઓછી $3.5 બિલિયન સુધી પહોંચી ગઈ હતી. આ સીરિયાના કાયદેસરની નિકાસ કરતા ઉદ્યોગોના સંયુક્ત મૂલ્ય કરતાં પાંચ ગણું હતું. કેપ્ટાગોનની દાણચોરીમાં હિઝબુલ્લાહની પણ ભાગીદારી હોવાનું કહેવાઈ રહ્યું છે.

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">