આતંકવાદીઓએ માલીમાં ધોળે દિવસે 40થી વધુ લોકોની કરી હત્યા, પડોશી બુર્કિનામાં પણ 12 સૈનિકો માર્યા ગયા

|

Aug 09, 2021 | 8:04 PM

Mali Jihadi Attack: શંકાસ્પદ જેહાદીઓએ પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં 40થી વધુ નાગરિકોની હત્યા કરી છે.

આતંકવાદીઓએ માલીમાં ધોળે દિવસે 40થી વધુ લોકોની કરી હત્યા, પડોશી બુર્કિનામાં પણ 12 સૈનિકો માર્યા ગયા
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Mali Jihadi Attack: શંકાસ્પદ જેહાદીઓએ પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં 40થી વધુ નાગરિકોની હત્યા કરી છે. તે જ સમયે પડોશી દેશ બુર્કિના ફાસોમાં પણ 12 સૈનિકો માર્યા ગયા હતા. અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી છે. આ ઘટના બાદ બંને દેશોમાં લોકોની સલામતીને લઈને ફરી એકવાર ચિંતા ઉભી થઈ રહી છે. લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવારે માઇની નાઇજર સાથેની સરહદ નજીકના કરાઉ, આઉટગૌના અને ડાઉટેગેફ્ટ ગામોમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં 40 થી વધુ લોકો માર્યા ગયા હતા.

એક સૂત્રએ નામ ન આપવાની શરતે કહ્યું કે, ‘આતંકવાદીઓ ગામમાં ઘૂસ્યા અને 20 લોકોને મારી નાખ્યા હતા (Burkina Faso Jihadi). ઓટાગોનામાં 14 લોકો માર્યા ગયા હતા અને બાકીના લોકો ડાઉટેગેફ્ટમાં. ચોથા ગામના અધિકારીએ જણાવ્યું કે, તેમના ગામ પર પણ હુમલો કરવામાં આવ્યો છે.

લોકોનો સંપર્ક નથી થઈ રહ્યો

ઘટનાની માહિતી મળતાની સાથે જ સરકાર દ્વારા લશ્કરી ટુકડી મદદ માટે મોકલવામાં આવી છે. આતંકવાદીઓએ ટેલિકોમ સ્થળોને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે લોકો સંપર્ક કરી શકતા નથી. માલીની વાત કરીએ તો તે એક ગરીબ અને ભૂમિબંધ દેશ છે (Burkina Faso Jihadi). આ દેશ 2012થી જેહાદીઓના આતંકનો સામનો કરી રહ્યો છે. આ કટોકટી દેશના ઉત્તરીય ભાગમાં અશાંતિથી શરૂ થઈ હતી, જે માલીના વંશીય રીતે અસ્થિર કેન્દ્રમાં અને પછી પડોશી નાઈજર અને બુર્કિના ફાસોમાં ફેલાઈ હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

અલ-કાયદા અને ISIS સાથે જોડાયેલા આતંકવાદીઓ

આતંકવાદીઓનું આ જૂથ અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ જૂથ (Islamic State Group) સાથે સંકળાયેલું છે. સ્થાનિક અધિકારીએ કહ્યું કે, હુમલાખોરો રવિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ ઓટાગોના અને કરાઓ સમુદાય વચ્ચે પહોંચ્યા અને પોતાને જેહાદી ગણાવ્યા હતા. એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, મોટાભાગના પીડિતો તેમના ઘરની સામે હતા, જ્યારે અન્ય લોકો મસ્જિદ તરફ જતા હતા. આ હુમલો માલીની સેનાએ બે જેહાદી નેતાઓની ધરપકડ કર્યાના એક સપ્તાહ બાદ કર્યો છે, જેની ઔટાગૌના અને કરાઉના રહેવાસીઓ દ્વારા નિંદા કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Delhi london ફ્લાઈટમાં આવેલા અચાનક ઉછાળા પર સિવિલ એવિએશન વિભાગે ખુલાસો કર્યો, કહ્યું કે કોઈ આધાર પુરાવા નથી

આ પણ વાંચો: Independence Day: પ્લાસ્ટિકથી બનેલા ધ્વજનો ઉપયોગ ન કરવા કેન્દ્રની રાજ્ય સરકારોને અપીલ

Next Article