Taliban મહિલાઓ પર અત્યાચાર , હવે બાથરૂમમાં નહાવા અને બોડી મસાજ પર પણ પ્રતિબંધ

|

Jan 04, 2022 | 9:22 AM

તાલિબાન દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, લોકોને ઘરમાં આધુનિક બાથરૂમની સુવિધા નથી, તેથી પુરુષોને સામાન્ય બાથરૂમમાં જવાની છૂટ છે. પરંતુ મહિલાઓએ હિજાબનું પાલન કરવું જોઈએ અને વ્યક્તિગત બાથરૂમમાં જવું જોઈએ.

Taliban મહિલાઓ પર અત્યાચાર , હવે બાથરૂમમાં નહાવા અને બોડી મસાજ પર પણ પ્રતિબંધ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Taliban : અફઘાનિસ્તાનમાં તાલિબાન(Taliban) સરકાર દ્વારા મહિલાઓ પર અત્યાચાર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. હવે તાલિબાને એક નવું ફરમાન બહાર પાડીને મહિલાઓને સામાન્ય બાથરૂમ (Bathroom)નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ખામા પ્રેસે આની જાણ કરી છે. આ નિર્ણય ધાર્મિક વિદ્વાનો અને પ્રાંત અધિકારીઓ દ્વારા સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ઉઝબેકિસ્તાન(Uzbekistan) ની સરહદે આવેલા ઉત્તરીય બલ્ખ પ્રાંત માટે છે.

તાલિબાન દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, લોકો ઘરમાં આધુનિક બાથરૂમ(Modern Bathroom) સુધી પહોંચી શકતા નથી, તેથી પુરુષોને સામાન્ય બાથરૂમ (Bathroom)માં જવાની છૂટ છે. પરંતુ મહિલાઓએ હિજાબનું પાલન કરવું જોઈએ અને વ્યક્તિગત બાથરૂમમાં જવું જોઈએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવા નિર્ણયના આધારે મહિલાઓ ઇસ્લામિક હિજાબ(Islamic Hijab)ને અનુસરીને સામાન્ય બાથરૂમની જગ્યાએ માત્ર અંગત બાથરૂમમાં જ સ્નાન કરી શકશે.

સગીર છોકરાઓને સામાન્ય બાથરૂમના ઉપયોગ પર પ્રતિબંધ

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

રિપોર્ટ અનુસાર નાના છોકરાઓને પણ સામાન્ય બાથરૂમ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તાલિબાન શાસને પણ બોડી મસાજને લઈને ફરમાન બહાર પાડ્યું છે. છોકરાઓ માટે સામાન્ય બાથરૂમ પ્રતિબંધ પણ છે, તેમજ બોડી મસાજને લઈને છોકરાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અગાઉ, પશ્ચિમ હેરાત પ્રાંતમાં સ્થાનિક સત્તાવાળાઓએ અસ્થાયી રૂપે મહિલાઓ માટે સામાન્ય બાથરૂમ બંધ કરી દીધું હતું.

આ પણ વાંચો : Bihar Corona Update : નાલંદા મેડિકલ કોલેજના 72 ડોકટરો કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, આરોગ્ય વિભાગમાં દોડધામ

Next Article