Taliban Captures Panjshir: પંજશીર પર તાલિબાનનો કબ્જો, કહ્યું ‘અલ્લાહની મદદથી ઘાટી પર મેળવી જીત, ઇસ્લામી અમીરાતના નિયંત્રણમાં પ્રાંત

|

Sep 06, 2021 | 11:53 AM

તાલિબાનનો કબજો એવા સમયે આવ્યો છે જ્યારે રેઝિસ્ટન્સ ફોર્સે કહ્યું છે કે તે ઉગ્રવાદી જૂથ સાથે યુદ્ધવિરામ ઇચ્છે છે

Taliban Captures Panjshir: પંજશીર પર તાલિબાનનો કબ્જો, કહ્યું અલ્લાહની મદદથી ઘાટી પર મેળવી જીત, ઇસ્લામી અમીરાતના નિયંત્રણમાં પ્રાંત
Taliban Captures Panjshir

Follow us on

Taliban Captures Panjshir: તાલિબાને અફઘાનિસ્તાનની પંજશીર ખીણ (Panjshir Valley) પર કબજો મેળવવાનો દાવો કર્યો છે. ઉગ્રવાદી સંગઠને પોતાનું નિવેદન બહાર પાડ્યું છે અને પંજશીર ખીણ પર પોતાના કબજાની વાત કરી છે. તાલિબાનોએ કહ્યું, “અલ્લાહની મદદ અને આપણા રાષ્ટ્રના વ્યાપક સમર્થન સાથે, દેશની સંપૂર્ણ સુરક્ષા માટે અમારા અંતિમ પ્રયાસોનું પરિણામ આવ્યું છે અને પંજશિર પર સંપૂર્ણ વિજય મેળવ્યો છે.” હવે પંજશીર ખીણ ઇસ્લામિક અમીરાતના નિયંત્રણ હેઠળ છે.

તાલિબાનનો કબજો એવા સમયે આવ્યો છે જ્યારે રેઝિસ્ટન્સ ફોર્સે કહ્યું છે કે તે ઉગ્રવાદી જૂથ સાથે યુદ્ધવિરામ ઇચ્છે છે. દળના નેતાઓએ એક નિવેદન બહાર પાડીને આ વાત કરી છે. તે જ સમયે, મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સપ્તાહના અંતમાં બંને પક્ષોને પંજશીર ખીણમાં ભારે નુકસાન થયું છે.

સોમવારે તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે (Zabihullah Mujahid) કહ્યું કે, તાલિબાનોએ પંજીર પ્રાંત પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. આ છેલ્લો વિસ્તાર હતો જેને રેઝિસ્ટન્સ ફોર્સ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો હતો. જો કે, અત્યાર સુધી તાલિબાનના દાવા અંગે પ્રતિકાર દળના નેતા અહમદ મસૂદ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભારત માટે ચિંતાનું કારણ તાલિબાન

દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ એશિયા માટે Central Intelligence Agency ના ભૂતપૂર્વ કાઉન્ટર ટેરરિઝમ ચીફ ડગ્લાસ લંડન (Douglas London) એ જણાવ્યું હતું કે તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દખલ અને આ વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવી ભારત માટે ચિંતાનું કારણ છે.

સંયુક્ત રાષ્ટ્ર કરશે અફઘાનિસ્તાનને સહયોગ

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના પહેલા તાલિબાનના મુલ્લા બરાદરે (Mullah Baradar) રવિવારે કાબુલમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી બાબતોના મહાસચિવ માર્ટિન ગ્રિફિથ્સ (Martin Griffiths, UN under-secy-general for humanitarian affairs) સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ નઈમે (Taliban spokesman Mohammad Naeem) ટ્વિટ કર્યું કે માર્ટિન ગ્રિફિથે કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાન સાથે પોતાનું સમર્થન અને સહયોગ ચાલુ રાખશે.

આ પણ વાંચો: Rajkot : બોગસ સોફટવેર દ્વારા સસ્તા અનાજના કૌભાંડનો કેસ, તપાસમાં ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો: Images: સાડી પહેરીને દીપિકા પાદુકોણે ફેલાવ્યો જાદુ, તસ્વીરો જોઈને પતિ રણવીર પણ નહીં હટાવી શકે નજર

Next Article