Sunita Williams Return : સુનિતા વિલિયમ્સ 286 દિવસ બાદ ઘર વાપસી, ડોલ્ફિને શાનદાર સ્વાગત કર્યું, જુઓ વીડિયો

અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોરની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. બંન્ને 9 મહિના બાદ સ્પેસમાંથી ધરતી પર પરત ફરી છે. આ દરમિયાન સમુદ્રમાં ડોલ્ફિને બંન્નેનું સ્વાગત કર્યું હતુ.

Sunita Williams Return :  સુનિતા વિલિયમ્સ 286 દિવસ બાદ ઘર વાપસી, ડોલ્ફિને શાનદાર સ્વાગત કર્યું, જુઓ વીડિયો
| Updated on: Mar 19, 2025 | 2:10 PM

અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોર અવકાશમાં નવ મહિના ગાળ્યા બાદ પૃથ્વી પર પાછા ફર્યા છે. તેઓ NASA અને Roscosmos સાથે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં ફ્લોરિડાના દરિયાકાંઠે સુરક્ષિત રીતે ઉતર્યા હતા. આ દરમિયાન ડોલ્ફિન પણ તેમનું સ્વાગત કરવા સ્વિમિંગ કરતી જોવા મળી હતી જે આકર્ષક નજારો જોવા મળી રહ્યો છે.

સુનિતા વિલિયમ્સનું ડોલ્ફિને સ્વાગત કર્યું

અનેક મુશ્કેલીઓ બાદ અંતે સ્પેસક્રાફ્ટ અંતરિક્ષયાત્રીઓને લઈ ફ્લોરિડાના સમુદ્રમાં ઉતર્યું હતુ. આ દરમિયાન એસ્ટ્રોનોટનું સ્વાગત કરવા અને તેમને લેવા માટે નાસાની ટીમ બોટ સાથે હાજર હતી. આ દરમિયાન સમુદ્રમાં એક સુંદર નજારો જોવા મળ્યો હતો.જ્યારે સુનિતા વિલિયમ્સની કેપ્સૂલની આજુબાજુ અનેક ડોલ્ફિન માછલીઓ તેમનું સ્વાગત કરવા આવી ગઈ હતી. આ દરમિયાન ડોલ્ફિનનું એક આખું ગ્રુપ જોવા મળ્યું હતુ.

 

 

જ્યારે સુનીતા વિલિયમ્સ અને તેના સાથીદારોને કેપ્સ્યૂલમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે ઘણી ડોલ્ફિન કેપ્સ્યૂલની આસપાસ સ્વિમિંગ કરી રહી હતી. આ બધું જોઈને કદાચ તે થોડી નવાઈ પામી હતી. તેનો વિડિયો શેર કરતી વખતે, સોયર મેરિટ ટ્વિટર પર લખ્યું, “સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલની આસપાસ ઘણી બધી ડોલ્ફિન સ્વિમિંગ કરી રહી છે.” તે અવકાશયાત્રીઓને હેલો કહેવા માંગે છે.

 

 

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

અંતરિક્ષયાત્રીઓને કેપ્સૂલમાંથી બહાર નીકળ્યા બાદ ડોલ્ફિન ચારેબાજુ જોવા મળી હતી. તેની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે.તમને જણાવી દઈએ કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૂર્વ નૌસેના પાયલટ છે અને નાસાના અનુભવી એસ્ટ્રોનોટમાં તેમની ગણતરી કરવામાં આવે છે. તે ગત્ત વર્ષ 5 જૂનના રોજ 8 દિવસ માટે સ્પેસમાં ગયા હતા. જ્યાં બોઈંગ સ્ટારલાઈનરનું પ્રથમ ક્રુ ઉડાન હતુ પરંતુ સ્ટારલાઈનર કેપ્સૂલમાં ખરાબીના કારણે તે સ્પેસમાં ફસાય ગયા હતા. ત્યારબાદથી લોકો બંન્નેની પરત આવવાની રાહ જોઈ રહ્યા હતા.

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

Published On - 11:44 am, Wed, 19 March 25