બરબાદીની કગાર પર પાકિસ્તાન ! અચાનક આવ્યું ‘પૂર’..જાહેર કરવી પડી ઈમરજન્સી
ભારતે સિંધુ નદીનું પાણી રોકવાની જાહેરાત કરી હતી. હવે પાકિસ્તાની મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે અચાનક ઝેલમ નદીમાં પાણી છોડી દીધુ છે. ત્યારે ઝેલમ નદીનું પાણી છોડાતા પાકિસ્તાનમાં પૂર સ્થિતિ સર્જાઈ ગઈ છે અને આખરે જે તે વિસ્તારોમાં ઈમરજન્સી જાહેર કરવી પડી છે.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ભારતે સિંધુ નદીનું પાણી રોકવાની જાહેરાત કરી હતી. હવે પાકિસ્તાની મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે અચાનક ઝેલમ નદીમાં પાણી છોડી દીધુ છે. ત્યારે ઝેલમ નદીનું પાણી છોડાતા પાકિસ્તાનમાં પૂર સ્થિતિ સર્જાઈ ગઈ છે અને આખરે જે તે વિસ્તારોમાં ઈમરજન્સી જાહેર કરવી પડી છે.
પાકિસ્તાનમાં આવ્યું પૂર
પાકિસ્તાન મીડિયા રિપોર્ટ મુજબ ભારતે પીઓકેમાં ઝેલમનું છોડી દીધુ છે, આથી પાકિસ્તાનને મુઝફ્ફરાબાદમાં કટોકટી જાહેર કરવી પડી છે. રિપોર્ટમાં, ભારત પર પાકિસ્તાની અધિકારીઓને જાણ કર્યા વિના ઝેલમ નદીમાં અચાનક પાણી છોડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે આમે પાકિસ્તાન તેની ગિધડ ધમકીઓ અને નકારા ખોટા આરોપો લગાવવાથી બાજ નથી આવી રહ્યું, ત્યારે પાકિસ્તાનમાં હવે પૂર આવવા પર પણ ભારત પર આરોપો લગાવી રહ્યું છે.
Several Pakistani handles are claiming a sudden release of Jhelum waters by India without prior notice.
While they were busy preparing for droughts, floods came out of syllabus. pic.twitter.com/xqAAliauso
— Riccha Dwivedi (@RicchaDwivedi) April 26, 2025
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, પાણી છોડવાને કારણે, મુઝફ્ફરાબાદ નજીક પાણીના સ્તરમાં તીવ્ર વધારો નોંધાયો હતો. તેના જવાબમાં, સ્થાનિક વહીવટીતંત્રે હટિયાન બાલામાં પાણીની કટોકટી જાહેર કરી છે. મસ્જિદોમાં જાહેરાત કરીને સ્થાનિક લોકોને પણ ચેતવણી આપવામાં આવી હતી. પાણી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાંથી પ્રવેશ્યું અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ચકોઠી વિસ્તારમાં ફરી વળ્યું છે . આ ત્યારે થયું જ્યારે ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી.
બરબાદીની કગાર પર આવી ઊભુ પાકિસ્તાન
જીઓના અહેવાલ મુજબ, ઝેલમ નદીમાં પાણીનું સ્તર વધ્યા પછી, ઝેલમ નદીના કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ ચેતવણીથી લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. લોકોએ પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્રે બચાવ ટીમો પણ જમીન પર ઉતારી દીધી છે.
રાજકીય વિશ્લેષકો કહે છે કે ઝેલમ નદીમાં પાણી છોડવું અણધાર્યું હતું, પરંતુ સિંધુ જળ સંધિ સમાપ્ત થયા પછી, આવું કંઈક થવાનું હતું. તમને જણાવી દઈએ કે અગાઉ 3 યુદ્ધ છતાં ભારતે આ સંધિ અકબંધ રાખી હતી, પરંતુ પાકિસ્તાન તેની ના પાક હરકતોથી બાજના આવવાને કારણે હવે ભારતે આ સંધિમાંથી બહાર નીકળવાની સંપૂર્ણરુપે તૈયારી બતાવી દીધી છે. એક તરપ પાણીના ફાપા અને બીજી તરફ અચાનકથી પાકિસ્તાન આખરે બરબાદીની કગાર પર આવી ને ઉભુ છે.
