Study in Canada : કેનેડામાં અભ્યાસ કરવો હવે સરળ, આ 10 યુનિવર્સિટી જલ્દી આપે છે તમારું એડમિશન, જાણો નામ

High acceptance rate universities Canada : ઘણા વિદ્યાર્થીઓ માટે કેનેડામાં અભ્યાસ કરવો એક સપનું છે. જોકે કેટલીક ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ છે, પરંતુ ઘણી યુનિવર્સિટીઓ ઊંચા પ્રવેશ દર ધરાવે છે.

Study in Canada : કેનેડામાં અભ્યાસ કરવો હવે સરળ, આ 10 યુનિવર્સિટી જલ્દી આપે છે તમારું એડમિશન, જાણો નામ
| Updated on: Jun 23, 2025 | 6:03 PM

Study in Canada 10 Universities with High Acceptance Rates : ઘણા વિદ્યાર્થીઓ માટે કેનેડામાં અભ્યાસ કરવું સપનાનું સ્થળ માનવામાં આવે છે. અહીંની વિશ્વપ્રખ્યાત યુનિવર્સિટીઓમાં લાખો ભારતીય વિદ્યાર્થી આ વર્ષે પ્રવેશ મેળવે છે અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પ્રાપ્ત કરે છે.

કેનેડા ઉચ્ચ શિક્ષણ માટે વિશ્વના સૌથી લોકપ્રિય દેશોમાંનું એક છે. તેની લોકપ્રિયતાના ત્રણ મુખ્ય કારણો છે..

  • અંગ્રેજી ભાષામાં શિક્ષણ મળે છે.

  • અભ્યાસ પછી વર્ક પર્મિટ (Post Study Work Permit) મળે છે.

  • નોકરી મળ્યા પછી કાયમી રહેઠાણ (PR) મેળવવાની શક્યતા છે.

તો હા, કેટલીક ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવો ખૂબ મુશ્કેલ હોય શકે છે – જેમ કે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો અને મેકગિલ યુનિવર્સિટીમાં પ્રવેશ દર લગભગ 40% છે – પરંતુ ઘણી એવી યુનિવર્સિટીઓ પણ છે જ્યાં પ્રવેશ સરળ છે અને એક્સેપ્ટનસ દર ઘણો ઊંચો છે.

મીડિયા અહેવાલ અનુસાર કેનેડામાં અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે સરેરાશ સ્વીકૃતિ દર 66% જેટલો છે. આ દર યુનિવર્સિટી અને અભ્યાસક્રમના આધારે બદલાઈ શકે છે.

સારા એક્સેપ્ટનસ દરનું કારણ ઘણા છે, જેમ કે.. 

  • વધુ બેઠકો ઉપલબ્ધ હોવી,

  • ઓછી સ્પર્ધા,

  • ચોક્કસ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓની ઓછી પસંદગી,

  • અને કેટલીક યુનિવર્સિટીઓ ખુલ્લા પ્રવેશની નીતિ અપનાવે છે.

ચાલો જાણી લઈએ કેનેડાની 10 એવી યુનિવર્સિટીઓ વિશે જ્યાં પ્રવેશ મેળવવો સૌથી વધુ સરળ છે.. 

  1. મેનિટોબા યુનિવર્સિટી – એક્સેપ્ટનસ દર: 85%

  2. રેજિના યુનિવર્સિટી – 81%

  3. લોકહેડ યુનિવર્સિટી – 80%

  4. મેમોરિયલ યુનિવર્સિટી ઓફ ન્યૂફાઉન્ડલેન્ડ – 78%

  5. લોરેન્ટિયન યુનિવર્સિટી – 76%

  6. યુનિવર્સિટી ઓફ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ – 75%

  7. સેન્ટ થોમસ યુનિવર્સિટી – 75%

  8. માઉન્ટ એલિસન યુનિવર્સિટી – 70%

  9. યુનિવર્સિટી ઓફ નોર્ધન બ્રિટિશ કોલંબિયા – 70%

  10. એથાબાસ્કા યુનિવર્સિટી – Open Admission

જો તમે કેનેડામાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ યુનિવર્સિટીઓ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ઓછા સ્પર્ધાત્મક પ્રવેશ અને ગુણવત્તાવાળું શિક્ષણ સાથે, તમારું અભ્યાસ સપનું સરળતાથી સાકાર થઈ શકે છે. મહત્વનું છે કે આ યુનિવર્સિટીમાં પણ જગ્યાના અને જરૂરી પુરાવા ના આધારે એડમિશન મળશે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.)

કેનેડા જેવા દેશમાં લોકો સારા એજ્યુકેશન અને જોબ માટે જતા હોય છે ત્યારે કેનેડાએ હવે ત્યાં PR માટે નવા 2 ઈમિગ્રેશન પ્રોગ્રામ લોન્ચ કર્યા છે ત્યારે આ સિવાય અન્ય માહિતી જાણવા અહીં ક્લિક કરો 

 

Published On - 5:00 pm, Mon, 23 June 25