Japanની શાળાઓના વિચિત્ર આદેશ, વિદ્યાર્થીઓએ પોતાના વાળ કુદરતી છે તે સાબિત કરવુ પડશે

|

Feb 26, 2021 | 4:34 PM

જાપાનની (Japan) સ્કૂલોમાં વિદ્યાર્થીઓને એક વિચિત્ર આદેશ કરવામાં આવ્યો છે. બાળકોએ હવે પોતાના વાળ આર્ટીફિશીયલ (Artificial) નથી તે સાબિત કરવા માટે પ્રમાણ પત્ર આપવા પડશે.

Japanની શાળાઓના વિચિત્ર આદેશ, વિદ્યાર્થીઓએ પોતાના વાળ કુદરતી છે તે સાબિત કરવુ પડશે

Follow us on

જાપાનની (Japan) સ્કૂલોમાં વિદ્યાર્થીઓને એક વિચિત્ર આદેશ કરવામાં આવ્યો છે. બાળકોએ હવે પોતાના વાળ આર્ટીફિશીયલ (Artificial) નથી તે સાબિત કરવા માટે પ્રમાણ પત્ર આપવા પડશે. મોટેભાગે ભારતની શાળાઓમાં ડિસીપ્લીન જાળવવા બાળકોને ઓવર સ્ટાઈલિંગ માટે ખીજવવામાં આવે છે. પરંતુ જાપાનમાં હવે પોતાના વાળ નેચરલ છે કે નહીં તે સાબિત કરવુ પડશે. જેને કારણે જાપાનમાં જેમના વાળ જન્મથી કાળા નથી તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

ટોક્યોની લગભગ અડધી શાળાઓમાં આદેશ જાહેર થઈ ચૂક્યો છે કે જો કોઈ વિદ્યાર્થીના વાળ કાળા નહીં હોય કે વેવી હશે તો તેમણે સાબિત કરવું પડશે કે તેમના વાળ કુદરતી છે અને કલર કરેલા નથી. શહેરની 177 શાળાઓમાંથી 79 શાળાઓએ આ આદેશ કર્યો છે. તમને જણાવી દઈએ કે જાપાનની ઘણી શાળાઓમાં વાળનો રંગ, મેકઅપ, યુનિફોર્મ અને વિદ્યાર્થીનીઓના સ્કર્ટની લંબાઈને લઈને પણ નિયમો ચુસ્ત છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો: Pakistan: પોતાના ઠેકાણા નથી અને શ્રીલંકાને 5 કરોડ ડોલરની Loan આપવા નિકળ્યુ પાકિસ્તાન

Next Article