Canada: રિચમન્ડ હિલના હિંદુ મંદિરમાં ગાંધીજીની પ્રતિમાને કરાઈ ખંડિત, પોલીસે હેટ ક્રાઇમ ગણી હાથ ધરી તપાસ

|

Jul 14, 2022 | 9:55 AM

રિચમંડ હિલ ખાતેના હિંદુ મંદિરમાં ગાંધીજીની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી. યોર્ક પ્રાદેશિક પોલીસનું કહેવું છે કે તેઓ તેને હેટ ક્રાઈમ હેઠળ તપાસ કરી રહ્યાં છે.

Canada: રિચમન્ડ હિલના હિંદુ મંદિરમાં ગાંધીજીની પ્રતિમાને કરાઈ ખંડિત, પોલીસે હેટ ક્રાઇમ ગણી હાથ ધરી તપાસ
Mahatma Gandhi Statue (PC: Twitter)

Follow us on

બુધવારે કેનેડા (Canada) ના ટોરન્ટો (Toronto) માં આવેલ રિચમન્ડ હિલમાં એક હિંદુ મંદિરમાં મહાત્મા ગાંધીની મોટી પ્રતિમા (Mahatma Gandhi Statue) ને ખંડિત કરવામાં આવી હતી અને પોલીસનું કહેવું છે કે આ અંગે તેની હેટ ક્રાઈમ હેઠળ તપાસ કરી રહ્યાં છીએ. યોર્ક પ્રાદેશિક પોલીસના જણાવ્યા અનુસાર, યોંગ સ્ટ્રીટ અને ગાર્ડન એવન્યુના વિસ્તારમાં વિષ્ણુ મંદિર (Vishnu temple in Richmond Hill) માં પાંચ મીટર ઊંચી પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. અધિકારીઓને લગભગ 12:30 વાગ્યે વિસ્તારમાં બોલાવવામાં આવ્યા હતા.

યોર્ક પ્રાદેશિક પોલીસના પ્રવક્તા એમી બૌડ્રેઉએ જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિએ “બળાત્કારી” અને “ખાલિસ્તાન” સહિત “ગ્રાફિક શબ્દો” વડે પ્રતિમાને ખંડિત કરી હતી. આ નામ ભારતથી અલગ શીખ પ્રભુત્વ ધરાવતા વતનની કલ્પનાને આપવામાં આવ્યું છે જેની સ્વતંત્રતા કાર્યકરો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

ગાંધીને 1940ના દાયકામાં ભારતની સ્વતંત્રતા ચળવળના મુખ્ય નેતા તરીકે જોવામાં આવતા હતા. તેઓ ભારતને બ્રિટિશ શાસનથી મુક્ત કરવાના અભિયાનમાં અહિંસક સવિનય આજ્ઞાભંગને પ્રોત્સાહન આપવા માટે જાણીતા હતા.

પોલીસે કહ્યું કે તેઓ તેને “નફરત પૂર્વગ્રહ પ્રેરિત ઘટના” માને છે. બૌડ્રેઉએ કહ્યું કે, “યોર્ક પ્રાદેશિક પોલીસ કોઈપણ સ્વરૂપમાં હેટ ક્રાઇમને સહન કરતી નથી,” તેણીએ વધુમાં કહ્યું કે, “જે લોકો જાતિ, રાષ્ટ્રીય અથવા વંશીય મૂળ, ભાષા, રંગ, ધર્મ, ઉંમર, લિંગ, લિંગ ઓળખ, લિંગ અભિવ્યક્તિ અને તેના જેવા આ આધારે અન્યનો ભોગ બને છે તેઓ સામે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે,”

 

“અમે જાણીએ છીએ કે અપરાધોના નફરતની અસર એક ખાસ સમુદાય સુધી મોટા પાયે પહોંચે છે અને અમે આ હેટ ક્રાઇમ ની તપાસ કોઈપણ પૂર્વગ્રહ વગર આ ઘટનાઓની જોરશોરથી તપાસ કરીએ છીએ.”

મંદિરના અધ્યક્ષ ડૉ. બુધેન્દ્ર ડુબેએ જણાવ્યું હતું કે, 30 વર્ષથી વધુ સમયથી પ્રતિમા તેના વર્તમાન સ્થાન શાંતિ ઉદ્યાનમાં આવેલી છે. તેમાં અત્યાર સુધી કોઈ પ્રકારની તોડફોડ કરવામાં આવી નથી. બુધવારે વહેલી સવારે ડિફેસિંગ મળી આવ્યું હતું. તેમણે કહ્યું કે, “આ અણગમાની લાગણીથી હું નિરાશ થયો છું.”

 


તેણે વધુમાં કહ્યું કે, “અમે અહીં રિચમન્ડ હિલમાં છેલ્લા ઘણા વર્ષોથી શાંતિથી રહીએ છીએ. આવું ક્યારેય બન્યું નથી. ગ્રેફિટી આટલા મોટા કાળા અક્ષરોમાં છે. અમે આશા રાખીએ છીએ કે આ વસ્તુઓ હવે ફરી ન બને. પરંતુ તમે શું કરી શકો છો?” “જો આપણે એ રીતે જીવી શકીએ જે રીતે ગાંધીજીએ આપણને જીવવાનું શીખવ્યું હતું. તો આપણે કોઈને અથવા કોઈ સમુદાયને નુકસાન પહોંચાડી શકીશું નહીં.”

ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ અને ઓટાવામાં ભારતના હાઈ કમિશન બંનેએ ટ્વિટર પર આ ઘટના અંગે નિંદા કરી હતી. બંનેએ કહ્યું કે તેઓએ ગુના અંગે કેનેડિયન અધિકારીઓનો સંપર્ક કર્યો છે. ટોરન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે કહ્યું કે તે વ્યથિત છે અને તેને આ ઘટનાને ગુનાહિત, દ્વેષપૂર્ણ કૃત્ય ગણાવ્યું છે.” તો ભારતના હાઈ કમિશને કહ્યું કે, તે ખૂબ જ વ્યથિત છે અને આ અપરાધને કારણે ભારતીય સમુદાયમાં ચિંતા અને અસુરક્ષામાં વધારો થયો છે.

Next Article