સાઉદી અરેબિયાની લાલ આંખ, ભારત સહીત ‘રેડ લિસ્ટ’ માં સામેલ દેશમાં પ્રવાસ કરવા માટે વેઠવી પડશે સજા

સાઉદી અરેબિયાએ (Saudi Arabia) અફઘાનિસ્તાન, આર્જેન્ટિના, બ્રાઝિલ, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, લેબેનોન, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, તુર્કી, વિયેતનામ અને સંયુક્ત આરબ અમીરાત સહિતના ઘણા દેશોની યાત્રા પર અને પ્રતિબંધ મૂક્યો છે.

સાઉદી અરેબિયાની લાલ આંખ, ભારત સહીત 'રેડ લિસ્ટ' માં સામેલ દેશમાં પ્રવાસ કરવા માટે વેઠવી પડશે સજા
Saudi Arabia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 2:28 PM

સાઉદી અરેબિયાએ (Saudi Arabia) તેના નાગરિકોને કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ અને તેના નવા વેરિઅન્ટને અટકાવવા ચેતવણી આપી છે. સ્થાનિક માહિતી મીડિયાએ મંગળવારે માહિતી આપી છે કે, કિંગડમે ‘રેડ લિસ્ટ’ (Red List) માં સામેલ દેશમાં પ્રવાસ પર નાગરિકો પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. કોરોના વાયરસના (Coronavirus) નવા કેસ અને નવા વેરિઅન્ટને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એસપીએએ ગૃહ મંત્રાલયના અનામી અધિકારીના હવાલાથી જણાવ્યું છે કે કેટલાક સાઉદી નાગરિકોએ મુસાફરીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અધિકારીઓને મંજૂરી લીધા વિના તેમને મે મહિનામાં મુસાફરી કરવાની છૂટ મળી હતી. 2020 ના માર્ચ પછી આવું પહેલીવાર બન્યું. અધિકારીએ જણાવ્યું હતું કે, જે પણ નિયમોનું ભંગ કરે છે, તે પરત ફરશે ત્યારે તેમને કાયદા હેઠળ સજા કરવામાં આવશે અને ભારે શિક્ષા પણ આપવામાં આવશે. આ ઉપરાંત ત્રણ વર્ષ મુસાફરી પર પ્રતિબંધ રહેશે.

અધિકારીએ કહ્યું કે ગૃહમંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકોને રેડ લિસ્ટમાં શામેલ અથવા અન્ય કોઈ દેશમાં સીધા અથવા અન્ય કોઈ દેશમાંથી મુસાફરી કરવા પર પ્રતિબંધ છે. આ દેશોમાં કોરોના મહામારી હજી કાબૂમાં આવી નથી અથવા અહીં નવા વેરિઅન્ટ ફેલાઇ રહ્યા છે. સાઉદી અરેબિયાએ અફઘાનિસ્તાન, આર્જેન્ટિના, બ્રાઝિલ, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, લેબેનોન, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, તુર્કી, વિયેતનામ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સહિતના ઘણા દેશોની યાત્રા પર અને ત્યાંથી આવવા પર પ્રતિબંધ મૂક્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અખાત દેશોમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ સાઉદી અરેબિયા છે. સાઉદી અરેબિયાની વસ્તી લગભગ 30 કરોડ છે. મંગળવારે, રાજ્યમાં કોરોના વાયરસના 1,379 નવા કેસ નોંધાયા છે. આ રીતે, દેશમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો 5,20,774 પર પહોંચ્યો છે. તે જ સમયે, કોરોનાને કારણે અત્યાર સુધીમાં 8,189 લોકોનાં મોત નીપજ્યાં છે. જૂન 2020 માં સાઉદી અરેબિયામાં કોરોના સંક્ર્મણ ચરમસીમાએ હતું. આ સમય દરમિયાન દરરોજ 4,000 કેસ નોંધાયા હતા, જ્યારે જાન્યુઆરીની શરૂઆતમાં તે 100 ની નીચે પહોંચી ગયા હતા.

અગાઉ, અખાતના અન્ય એક દેશ સંયુક્ત આરબ અમીરાત(UAE)એ પણ ભારત, પાકિસ્તાન સહિત ચાર એશિયન દેશો તરફથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. યુએઈ સરકારના નિર્દેશોને અનુલક્ષીને, દેશના ફ્લેગશિપ કેરિયર અમીરાતે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાથી દુબઈ સુધીની ફ્લાઇટ્સ સ્થગિત કરવા માટે જુલાઈ 28 સુધી લંબાવી દીધી છે. અમીરાતે એક નિવેદનમાં કહ્યું છે કે, છેલ્લા 14 દિવસમાં આ ચાર એશિયન દેશોમાં પ્રવાસ કરનાર કોઈપણ મુસાફરને ક્યાંયથી યુએઈની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો : જો તમે દરરોજ Hot Waterનું સેવન કરો છો તો Weight રહેશે કંટ્રોલમાં અને ચહેરા પર આવશે ગ્લો

આ પણ વાંચો : જો આ દિવસે તોડો છો Tulsiના પાન તો થઇ જાવ સાવધાન, જાણો શું છે આ પાછળનું કારણ

g clip-path="url(#clip0_868_265)">