South Africa: પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાના સમર્થકો દ્વારા હિંસક પ્રદર્શન, ભારતીયો પર થઈ રહ્યા છે હુમલા, રસ્તા પર ઉતારાયું સૈન્ય

|

Jul 15, 2021 | 10:44 AM

દક્ષિણ આફ્રિકામાં વસતા 14 લાખ મુળ ભારતીયોમાંથી 75 ટકા ભારતીયો હિંસાગ્રસ્ત ક્વાઝુલુ નટાલ પ્રાંતમાં રહે છે. જેકબ ઝુમાના સમર્થકો ખૂબ હિંસા કરી રહ્યા છે.

South Africa: પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાના સમર્થકો દ્વારા હિંસક પ્રદર્શન, ભારતીયો પર થઈ રહ્યા છે હુમલા, રસ્તા પર ઉતારાયું સૈન્ય
Jacob Zuma's supporters protest violently (AFP)

Follow us on

દક્ષિણ આફ્રિકામાં (South Africa) પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાના (Jacob Zuma) સમર્થકો મોટા પાયે હિંસા પર ઉતરી આવ્યા છે. જેકોબ ઝુમાને કોર્ટની અવમાનના મામલે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જેને લઈને તેમના સમર્થકો રોડ ઉપર ઉતર્યા હતા અને હિંસક પ્રદર્શનો કરી રહ્યા છે. પરિસ્થિતિ હાથમાંથી નીકળતી જોઈને સરકારે હિસાગ્રસ્ત વિસ્તારોમાં સૈન્ય તહેનાત કરી દીધું છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેર સહિત 2 પ્રાંતમાં મોટી સંખ્યામાં સૈન્ય તહેનાત કરવામાં આવ્યું છે.

એક અહેવાલ મુજબ આ હિંસામાં અત્યાર સુધી 72 લોકોનાં મોત નીપજ્યાં છે. આ હિંસક પ્રદર્શનો એવા સમયે થઈ રહ્યા છે જ્યારે સુપ્રીમ કોર્ટે ઝુમાની 15 મહિનાની જેલની સજાને પડકારતી એક અરજીની સુનાવણી શરૂ કરી છે. ઝુમાની સજાના વિરોધમાં ફાટી નીકળેલી હિંસાને બુધવારે ‘આર્થિક વિધ્વંસ’ જાહેર કરવામાં આવી હતી. હિંસામાં કેટલીક ફેક્ટરીઓ અને મહત્વપૂર્ણ સપ્લાય યુનિટ સળગાવી દેવામાં આવ્યા હતા. આ હિંસાનો ભોગ ભારતીયો પણ બની રહ્યા છે.

ઝુલુ રાજા મિસુઝુલુ કાઝવેલિથિનીએ ક્વાઝુલુ નટાલ પ્રાંતના લોકોને ભારતીય મૂળના લોકો સાથે શાંતિથી રહેવાની અપીલ કરી છે. સાથે જ જણાવ્યું હતું કે, સશસ્ત્ર હિંસક ટોળકીએ દેશના ઘણા ભાગોમાં ખાસ કરીને ડર્બનમાં ભારતીય મૂળના લોકોની ફેક્ટરીઓ અને દુકાનોમાં તોડફોડ કરી હતી. આપણા ભારતીય ભાઈઓ આપણા પાડોશી છે, અને ક્વાઝુલુ નટાલમાં ભારતીયો બીજા નંબરની સૌથી મોટી સંખ્યામાં વસે છે.” મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકામાં વસતા 14 લાખ મુળ ભારતીયોમાંના 75 ટકા આ પ્રાંતમાં રહે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

આ પણ વાંચો: BJPના આ સાંસદ પોતે વિમાન ઉડાવીને DMKના સાંસદ દયાનિધિ મારનને લઈ ગયા દિલ્લીથી ચેન્નઈ, જાણો આ રસપ્રદ કિસ્સો

આ પણ વાંચો: RBI એ Master Card ના નવા Debit અને Credit Card જારી કરવા પર પ્રતિબંધ લગાવ્યો , જાણો શું છે કારણ? હાલના ગ્રાહકો પર શું પડશે અસર?

Published On - 10:34 am, Thu, 15 July 21

Next Article