Somalia Blast : સોમાલિયામાં આત્મઘાતી હુમલો, મહિલા સાંસદ સહિત 48 લોકોના મોત 108 ઘાયલ

Blast in Somalia : આફ્રિકન દેશ સોમાલિયામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં અંગદાજે 48 લોકોના મોત થયા છે. અહીં બુધવારે રાત્રે હિરન વિસ્તારના બેલેડવેન શહેરમાં હુમલો થયો હતો.

Somalia Blast : સોમાલિયામાં આત્મઘાતી હુમલો, મહિલા સાંસદ સહિત 48 લોકોના મોત 108 ઘાયલ
Somalia Blast 48 dead more than 100 injured terror attack Image Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 10:28 AM

Somalia Blast: સોમાલિયામાં એક મતદાન મથક પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં એક મહિલા સંસદસભ્ય સહિત ઓછામાં ઓછા 48 લોકો માર્યા ગયા છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. આ હુમલો (Blast in Somalia) બુધવારે મોડી રાત્રે સોમાલિયાની રાજધાની મોગાદિશુના હિરાન ક્ષેત્રના બેલેડવેન શહેરમાં થયો હતો. મૃતકોમાં વિપક્ષી સાંસદ અમીન મોહમ્મદ અબ્દીનો પણ સમાવેશ થાય છે, જેઓ સરકારના સ્પષ્ટવક્તા ગણાતા હતા, જેઓ તેમની બેઠક પર આગામી નેશનલ એસેમ્બલીની ચૂંટણી (Assembly elections) માટે પ્રચાર કરી રહ્યા હતા. સોમાલિયાના હિરશાબેલે પ્રાંતના ગવર્નર અલી ગુડલાવેએ જણાવ્યું હતું કે, સોમાલી વિદ્રોહી જૂથ અલ-શબાબે હુમલાની જવાબદારી લીધી છે.

હુમલામાં અંદાજે 48 લોકો માર્યા ગયા, જેમાં મોટા ભાગના નાગરિકો હતા. તેમણે કહ્યું કે, 108 અન્ય લોકો પણ ઘાયલ થયા છે. ગયા મહિનાની શરૂઆતમાં, એવા અહેવાલ હતા કે અલ-શબાબ ઉગ્રવાદી સંગઠનના આતંકવાદીઓએ સોમાલિયાની રાજધાનીની બહારના વિસ્તારમાં આ હુમલો કર્યો હતો.

આ હુમલો 16 ફેબ્રુઆરીએ પણ થયો હતો

સોમાલિયાની સરકારે કહ્યું કે, 16 ફેબ્રુઆરીના હુમલામાં મોગાદિશુની બહાર પોલીસ ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. અલ-કાયદા સાથે સંકળાયેલ અલ-શબાબ, મોગાદિશુને નિશાન બનાવી રહ્યું છે અને સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ ચેતવણી આપી છે કે જૂથ સોમાલિયાની વર્તમાન ચૂંટણી સંકટનો લાભ લઈને વધુ હુમલાઓ શરૂ કરી શકે છે. દેશમાં ચૂંટણી એક વર્ષથી વધુ સમયથી વિલંબિત છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

એરપોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો

અન્ય એક મીડિયા રિપોર્ટ અનુસાર, રાજધાની મોગાદિશુમાં હુમલાના કલાકો બાદ જ બેલેડવેનમાં પણ હુમલા થયા છે. બન્યું એવું કે અલ-શબાબના આતંકવાદીઓએ મોગાદિશુના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. અહીંના સુરક્ષાકર્મીઓ અને આફ્રિકન યુનિયનના શાંતિ રક્ષકોએ માહિતી આપી હતી કે, તેઓએ હુમલાખોરોને મારી નાખ્યા છે. અલ-શબાબ સોમાલિયાની રાજધાની મોગાદિશુ તેમજ દેશના અન્ય ભાગોમાં હુમલાઓ કરે છે. આ આતંકવાદી સંગઠનની માંગ સોમાલિયામાં શરિયા કાયદો લાગુ કરવાની છે.

આ પણ વાંચો : West Bangal: કલકત્તા હાઈકોર્ટ આજે બીરભૂમ હિંસા કેસમાં આદેશ જારી કરી શકે છે, NHRCએ મમતા સરકાર પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો

આ પણ વાંચો : કેન્દ્રની માફક યોગી કેબિનેટમાં ભૂતપૂર્વ નોકરિયાતોની પણ લાગી શકે છે લોટરી, એકે શર્મા-અસીમ અરુણ અને રાજેશ્વર સિંહને મળી શકે છે તક

g clip-path="url(#clip0_868_265)">