“ડોન્કી રાજા કી સરકાર, નહીં ચલેગી”, બજેટ સત્રમાં પાકિસ્તાનના PM સામે કેમ થઇ આ નારાબાજી? જુઓ વિડીયો

બજેટ સત્ર શરૂ થતાંની સાથે જ પાકિસ્તાની વિપક્ષ ઇમરાન ખાન પર તૂટી પડ્યો. વિપક્ષના નેતાઓએ 'ડોન્કી રાજા કી સરકાર, નહીં ચલેગી' ના જોર જોરથી નારા લગાવ્યા.

ડોન્કી રાજા કી સરકાર, નહીં ચલેગી, બજેટ સત્રમાં પાકિસ્તાનના PM સામે કેમ થઇ આ નારાબાજી? જુઓ વિડીયો
પાકિસ્તાનના બજેટ સત્રમાં નારાબાજી

પાકિસ્તાનમાં ઇમરાન સરકાર પર લગાતાર વિપક્ષ હુમલા કરતુ રહે છે. પાકિસ્તાનની હાલત પણ અત્યારે ખરાબ છે. પાકમાં સતત મોંઘવારી અને બેરોજગારી વધતી રહે છે. જેના કારણે ઇમરાનને સતત આલોચના સહન કરવી પડી રહી છે. શુક્રવારે પાકમાં બજેટ સત્ર દરમિયાન હોબાળો મચી ગયો. જેમાં, આગામી નાણાકીય વર્ષ 2021-22 માટે યોજના બનાવવામાં આવી હતી. પરંતુ આ સમય દરમિયાન પણ વિપક્ષે પાકિસ્તાનના વડાપ્રધાન અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા.

ડોન્કી રાજા કી સરકાર, નહીં ચલેગી

હકીકતમાં વાત એમ છે કે બજેટ સત્ર શરૂ થતાંની સાથે જ પાકિસ્તાની વિપક્ષ ઇમરાન ખાન પર તૂટી પડ્યો. વિપક્ષના નેતાઓએ ‘ડોન્કી રાજા કી સરકાર, નહીં ચલેગી’ ના જોર જોરથી નારા લગાવ્યા. આ દરમિયાન કેટલાક સાંસદો સરકારનો વિરોધ કરવા માટે હાથમાં પોસ્ટર લઈને આવ્યા હતા, જ્યારે કેટલાક સાંસદો ટેબલ પર હાથથી તાળીઓ વગાડીને તેમનું સમર્થન કરી રહ્યા હતા.

સાંસદો સતત સૂત્રોચ્ચાર કરતા હતા અને તેઓ સરકારથી કેટલા નિરાશ છે તે જાહેર કરતા હતા. પાકના PM માટે વપરાયેલું આ સૂત્ર “ડોન્કી રાજા કિ સરકાર” વાયરલ થઇ રહ્યું છે. પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પાકમાં વધી રહી છે ગધેડાઓની સંખ્યા

તમને જણાવી દઈએ કે ઇમરાન સરકારના નેતૃત્વમાં બે વાર ગધેડાઓની સંખ્યા વધી છે. વર્ષ 2020-21 માં ગધેડાઓની સંખ્યા વધીને 56 લાખ થઇ ગઈ છે. સર્વેમાં જણાવ્યું છે કે ગધેડાની સંખ્યા 55 લાખથી વધીને 56 લાખ થઇ ગઈ છે. ગધેડાઓની વધતી સંખ્યાની સમસ્યા અટકાવવા માટે, પાકિસ્તાન તેમને ચીનમાં નિકાસ કરશે. ચાઇના પણ તેમને ભારે ભાવ ચૂકવીને ખરીદે છે. તે જ સમયે, આ જ કારણ છે કે વિપક્ષે સંસદમાં ‘ડોન્કી રાજા કી સરકાર’ ના નારા લગાવ્યા.

વિપક્ષે બજેટ સત્રનો વિરોધ કર્યો

બીજી તરફ, પાકિસ્તાનના વિપક્ષી નેતાઓએ બજેટ સત્રમાં આર્થિક વિકાસ અને વિકાસ અંગેના સરકારના વલણને નકારી દીધું હતું. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2021-22ના સંઘીય બજેટનો વિરોધ કરવા તેઓ એક સાથે આવશે. પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી અને પીએમએલ-એનના પ્રમુખ શાહબાઝ શરીફે કહ્યું કે તમામ વિપક્ષી પાર્ટીઓએ નિર્ણય લીધો છે કે અમે સરકારને સખત પડકાર આપીશું અને તેમ્જા કારસ્તાનને ઉજાગર કરીશું. જેને તેમણે ખોટા આંકડા અને ભ્રામક નંબરો દ્વારા જનતા સમક્ષ મૂક્યું છે.

 

આ પણ વાંચો: Video: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આ કાર્યકર્તાએ પોતાનું જ બાઈક તળાવમાં ફેંકી દીધું

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati