છ વર્ષની બાળકીએ 5 કરોડમાં પોતાનું પહેલું ઘર ખરીદ્યું? જાણો કેવી રીતે આટલું મોટું કામ કર્યું

|

Dec 26, 2021 | 1:36 PM

આ એક 6 વર્ષની છોકરી અને તેના બે ભાઈ-બહેનની વાર્તા છે. જેમણે પોકેટ મનીમાંથી પૈસા બચાવીને 5 કરોડનું ઘર લીધું છે. આ માટે તેણે ડિપોઝીટના પૈસા જમા કરાવ્યા છે.

છ વર્ષની બાળકીએ 5 કરોડમાં પોતાનું પહેલું ઘર ખરીદ્યું? જાણો કેવી રીતે આટલું મોટું કામ કર્યું
Cam McLellan Family photo

Follow us on

દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું પોતાનું એક સુંદર ઘર હોય. સામાન્ય માણસની જીવનભરની કમાણી તેના સપનાનું ઘર (Home) બનાવવા માટે જાય છે જ્યારે ઘણા લોકોની ઉંમર ઘર બનાવવામાં ખર્ચાઈ જાય છે. લોકો અનેક ઉપાય કરીને રહેવા માટે પોતાના સપનાનું ઘર બનાવે છે, પરંતુ હવે આ દરમિયાન એક એવા સમાચાર સામે આવ્યા છે.

હકીકતમાં, માત્ર 6 વર્ષની છોકરીએ તેના ભાઈ અને બહેનો સાથે મળીને પોતાનું ઘર ખરીદ્યું છે. આ ઘરની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. ઓસ્ટ્રેલિયાના (Australia) મેલબોર્નમાં (Melbourne) એક 6 વર્ષની બાળકીએ તેનાં ભાઈ-બહેન સાથે મળીને 5 કરોડ રૂપિયામાં પોતાનું ઘર ખરીદ્યું છે. ત્રણેય બાળકોએ પોકેટ મનીમાંથી દોઢ લાખ રૂપિયા બચાવ્યા અને બાકીની મદદ પિતાએ કરી છે. આવો જાણીએ શું છે આખો મામલો અને કેવી રીતે 6 વર્ષના બાળકે કૂદવાની ઉંમરમાં 5 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે..

રૂબી નામની આ 6 વર્ષની બાળકીએ મીડિયાને જણાવ્યું કે અમે અમારી એક ખરીદી કરવા જઈ રહ્યા છીએ. ભાઈ-બહેનોએ પણ તેમના પિતાને પૈસા કમાવવામાં મદદ કરી અને પોકેટ મનીમાંથી દોઢ લાખ રૂપિયા બચાવ્યા હતા. ત્યારબાદ પિતાએ તેમની મદદ કરી અને આ બાળકોએ મળીને 5 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે. આ બાળકો પૈસા કમાવવા માટે તેમના પિતાના કામમાં પણ મદદ કરતા હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ત્રણેય બાળકોએ પોતાના પોકેટ મનીમાંથી 2-2 હજાર ડોલર બચાવ્યા હતા. આ પછી તેના પિતાએ પણ તેની મદદ કરી હતી, જેના પછી તે હવે લગભગ 5 કરોડ રૂપિયાના ઘરનો માલિક છે. રૂબી, ગસ અને લ્યુસી નામના આ ત્રણ ભાઈ-બહેનોએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નથી 48 કિમી દૂર ક્લાઈડમાં આ ઘર લીધું છે. તેના પિતાએ તેને આ ઘર ખરીદવાની સલાહ આપી છે.

આ બાળકોના પિતા કેમ મેકલેલેને જણાવ્યું કે તેણે પોતાના બાળકોને પ્રોપર્ટી ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઘરની કુલ કિંમત હવે 5 કરોડથી વધુ છે. પરંતુ આગામી 10 વર્ષમાં તેની કિંમત લગભગ બમણી થઈ જશે. મીડિયા રિપોર્ટ અનુસાર , કેમ મેક્લેલન પ્રોપર્ટી કંપની ઓપન કોર્પના કોફાઉન્ડર છે. તેણે તાજેતરમાં એક રોકાણ વિશે એક પુસ્તક લખ્યું છે.

આ બાળકો પિતાને ઘરના કામમાં મદદ કરતા હતા, જેમાંથી તેમને પોકેટ મની મળતી હતી. પિતાનું પુસ્તક ‘માય ફોર યર ઓલ્ડ, ધ પ્રોપર્ટી ઈન્વેસ્ટર’ પેક કરવામાં પણ મદદ કરી. આ પુસ્તક બેસ્ટ સેલર પુસ્તક છે. જે કેમે તેના બાળકોને સમર્પિત કરી છે. આ પુસ્તક નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કોરોના મહામારીના કારણે મકાનોની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. પરંતુ ટૂંક સમયમાં જ આ મકાનોની કિંમતો ફરી વધવાની છે. એટલા માટે ઓસ્ટ્રેલિયા સ્થિત એક મોટા પ્રોપર્ટી ડીલર કેમ મેકલીઆએ આ બાળકોને ઘર ખરીદવા માટે પ્રેરિત કર્યા. કેમ બાળકોને તેમની જવાબદારી વિશે જણાવે છે અને તેમને પોકેટ મની બચાવવા માટે કહે છે. આવી 6 વર્ષની છોકરીએ 5 કરોડનું ઘર ખરીદ્યું.

આ પણ વાંચો : Mann Ki Baat highlights : કોરોનાના નવા વેરિઅન્ટનું ધ્યાન રાખો’, ઓમિક્રોન પર પીએમ મોદીની ચેતવણી

આ પણ વાંચો :  Omicron in Maharashtra: ઓમિક્રોનના કેસે સદી ફટકારી, આરોગ્ય મંત્રીએ કહ્યું- ઓક્સિજનનો વપરાશ વધશે તો ફરીથી લાગુ થશે લોકડાઉન

Next Article