Germany: 4 વર્ષના બાળકે કોન્સર્ટમાં ગીત ગાયું અને કોર્ટે તેના પિતા પર ફટકાર્યો લાખોનો દંડ

|

Feb 13, 2021 | 7:22 PM

Germanyમાં એક ગાયક પિતાને પોતાના બાળકને સ્ટેજ પર ગીત ગવડવવાનું ભારે પડ્યું છે. બર્લિનની એક સ્થાનીય અદાલતે આ મામલે ચુકાદો આપતા કહ્યું કે પિતાએ બાળક પાસે બાળ મજૂરી કરાવી છે.

Germany: 4 વર્ષના બાળકે કોન્સર્ટમાં ગીત ગાયું અને કોર્ટે તેના પિતા પર ફટકાર્યો લાખોનો દંડ

Follow us on

Germanyમાં એક ગાયક પિતાને પોતાના બાળકને સ્ટેજ પર ગીત ગવડવવાનું ભારે પડ્યું છે. બર્લિનની એક સ્થાનીય અદાલતે આ મામલે ચુકાદો આપતા કહ્યું કે પિતાએ બાળક પાસે બાળ મજૂરી કરાવી છે અને ગાયક પિતાને દોષી કરાર કરી દીધા છે અને ત્રણ હજાર યુરો (લગભગ 2 લાખ 64 હજાર રૂપિયા)નો દંડ ફટકારી દીધો હતો. પિતા જર્મનીના એક પ્રસિદ્ધ લોક ગાયક છે. જે પોતે દેશના અલગ અલગ ભાગમાં જઈને કોન્સર્ટ કરે છે. લાઈવ સ્ટેજ શો કરે છે. જર્મનીમાં 3થી 6 વર્ષના બાળકોને લઈને કાયદાઓ ખુબ જ કડક છે.

 

Singer fined by German court for having four-year-son perform on stage

 

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

કોન્સર્ટ દરમ્યાન અડધો કલાક ઊભો રહ્યો બાળક

39 વર્ષીય લોકગાયક એંજોલી કેલી સાથે તેના ચાર વર્ષના બાળક વિલિયમે 2019માં એક કોન્સર્ટ દરમ્યાન ‘What a wonderful world’ ગીત ગાયું હતું. કેલીના પાંચ સંતાનોમાં વિલિયમ સૌથી નાનો છે. કોર્ટે તેનો ફેંસલો સંભળાવતા કહ્યું કે તે દિવસે બાળક વિલિયમ અડધો કલાક સુધી મંચ પર ઊભો હતો અને તેના હાથમાં સંગીત વાદ્ય પણ હતું અને પોતાનું ગીત પણ સંભળાવ્યૂ હતું.

 

જર્મનીમાં 6 વર્ષથી નાની વયના બાળકોએ ગીત ગાવું તે બાળમજૂરીની શ્રેણીમાં આવે છે

જર્મનીના યુવા શ્રમ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત આ કૃત્ય શ્રમની શ્રેણીમાં આવે છે. લોકપ્રિય ગાયક કેલીએ આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાની ઈચ્છા દર્શાવી હતી. જો કે ઉપલી કોર્ટમાંથી પણ કોઈ રાહત મળે તેવું લાગતું નથી, કારણ કે કોઈ પણ પ્રકારની લેખિત મંજૂરી વગર કોઈ પણ બાળક આવા સંગીત કાર્યક્રમોમાં ભાગ નથી લઈ શકતું.

 

બાળકોને લઈને જર્મનીમાં આ છે કાયદો

આમ તો જર્મન કાયદા મુજબ ત્રણથી છ વર્ષના બાળકો સવારના 8થી સાંજના 5 વાગ્યાની વચ્ચે બે કલાક સંગીતના કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ બાળક વિલિયમ રાત્રે 8 વાગ્યેને 20 મિનિટ સુધી સ્ટેજ પર હતો. કેલીના વકીલે આ ચુકાદા પર વાંધો ઉઠાવતા કહ્યું કે માતા-પિતાની હાજરીમાં એક બાળકનું થોડીવાર માટે સ્ટેજ પર હોવું તે કોઈ શ્રમ ન કહી શકાય.

 

આ પણ વાંચો: Farmers Protest: ખેડૂતોને ખોટા કેસ કરીને ફસાવવામાં આવી રહ્યા છે, સંયુક્ત કિસાન મોરચાનો આક્ષેપ

Next Article