પૂર્વ વડાપ્રધાને 5 કરોડ માટે ગુમાવ્યો જીવ ! શિન્ઝો આબે મર્ડરમાં નવો ખુલાસો

|

Sep 23, 2022 | 5:42 PM

બે મહિના પહેલા 8 જુલાઈના રોજ શિન્ઝો આબે (Shinzo Abe) જાપાનના નારામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તે જ સમયે, 41 વર્ષીય તેત્સુયા યામાગામીએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી હતી.

પૂર્વ વડાપ્રધાને 5 કરોડ માટે ગુમાવ્યો જીવ ! શિન્ઝો આબે મર્ડરમાં નવો ખુલાસો
જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબેની હત્યા થઇ હતી
Image Credit source: File Photo

Follow us on

જાપાનના (JAPAN) પૂર્વ વડાપ્રધાન અને પીએમ નરેન્દ્ર મોદીના (PM MODI) સારા મિત્ર શિન્ઝો આબેની (Shinzo Abe) હત્યામાં (Murder) મોટો ખુલાસો થયો છે. જાપાનના શાસક પક્ષ સાથે ગાઢ સંબંધો ધરાવતા યુનિફિકેશન ચર્ચ દ્વારા આપવામાં આવેલી માહિતી પરથી હત્યા પાછળના કારણો સામે આવી રહ્યા છે. ચર્ચે સ્વીકાર્યું છે કે શિન્ઝો આબેની હત્યા કરનાર વ્યક્તિની માતાએ વધુ પડતું યોગદાન આપ્યું હતું અને આ હત્યાનું સંભવિત કારણ હોઈ શકે છે.

બે મહિના પહેલા 8 જુલાઈના રોજ શિન્ઝો આબે જાપાનના નારામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તે જ સમયે, 41 વર્ષીય તેત્સુયા યામાગામીએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી હતી. આ માટે તેણે ઘરે બંદૂક તૈયાર કરી હતી. યામાગામીએ કબૂલાત કરી હતી કે યુનિફિકેશન ચર્ચ સાથેના જોડાણને કારણે તેણે શિન્ઝો આબેની હત્યા કરી હતી. આ ચર્ચને જાપાનમાં મૂનીઝ પણ કહેવામાં આવે છે. તેણે કહ્યું કે ચર્ચને કારણે તેનો પરિવાર નાદાર થઈ ગયો. યામાગામીની માતા લાંબા સમયથી આ ચર્ચના સભ્ય છે.

બે દાયકામાં આટલું દાન કર્યું

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

માહિતી આપતાં ચર્ચે કહ્યું કે છેલ્લા બે દાયકામાં આરોપીની માતાએ 100 મિલિયન યેન (લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા) દાનમાં આપ્યા છે. એટલું જ નહીં, તેણે પોતાનો જીવન વીમો અને જમીન પણ દાનમાં આપી દીધી. જોકે, ચર્ચનું કહેવું છે કે અડધી મિલકત શંકાસ્પદના કાકાના કહેવા પર પરત કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આ કારણથી તેનો પરિવાર ગરીબીના ખાડામાં ગયો હતો. ચર્ચના વરિષ્ઠ અધિકારી હિદેયુકી તેશિગવારાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે યામાગામીએ પોલીસને જે કહ્યું તેનાથી તેઓ “ખૂબ જ દુઃખી” છે. યામાગામીએ પોલીસને જણાવ્યું કે તે ચર્ચ પ્રત્યે ગુસ્સે હતો. તેશિગવારા તેઓ ચર્ચમાં સુધારા પર કામ કરી રહ્યા છે. તે સુનિશ્ચિત કરશે કે ચર્ચમાં કોઈ નિમણૂક અથવા દાન બળજબરીથી કરવામાં ન આવે. અનુયાયીઓ અથવા પરિવારના કોઈપણ દબાણ વિના આ કરવું જોઈએ. શિન્ઝો આબેના પણ આ ચર્ચ સાથે ગાઢ સંબંધો હતા. ચર્ચના વકીલે કહ્યું કે યામાગામીની માતાએ આપેલું દાન “અતિશય” હતું અને અમારે તેને ખૂબ જ ગંભીરતાથી લેવું પડશે જેથી પરિવારને તકલીફ ન પડે.

સરકાર ચર્ચથી અંતર રાખે છે

જાપાનમાં પાર્ટીના સર્વેમાં સામે આવ્યું છે કે અડધાથી વધુ સાંસદો અને મંત્રીઓ ચર્ચ સાથે સંબંધ ધરાવે છે. શિન્ઝો આબેની હત્યા બાદ, વર્તમાન વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ શપથ લીધા છે કે તેમની સરકાર ચર્ચ સાથેના તમામ સંબંધોનો અંત લાવશે. પરંતુ જાપાનના સામાન્ય લોકો જાણવા માંગે છે કે રાજકીય પક્ષો આ ચર્ચ સાથે આટલી નજીક કેમ છે.

ચર્ચની સ્થાપના 1954માં કરવામાં આવી હતી

યુનિફિકેશન ચર્ચની સ્થાપના સૌપ્રથમ 1954માં દક્ષિણ કોરિયામાં કરવામાં આવી હતી. એક દાયકા પછી, તે જાપાનમાં પ્રવેશ્યું. આ ચર્ચ સામ્યવાદનો વિરોધ કરતું હતું. આ ચર્ચ ખૂબ વિવાદોમાં પણ રહ્યું છે. જાપાનના નાગરિકો ઘણીવાર આનો વિરોધ કરતા આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Published On - 5:42 pm, Fri, 23 September 22

Next Article