CEOના રાજીનામાને લઈને મોરેશિયસમાં હંગામો, ચીનને ભારતની માહિતી શેર કરવાનો આરોપ

|

Aug 01, 2022 | 5:42 PM

ચીનની ટેક્નોલોજી કંપની Huawei અને મોરિશિયસ ટેલિકોમના ભૂતપૂર્વ CEO વચ્ચેના જોડાણથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પર ભારે અસર પડી શકે છે.

CEOના રાજીનામાને લઈને મોરેશિયસમાં હંગામો, ચીનને ભારતની માહિતી શેર કરવાનો આરોપ
મોરેશિયસ ટેલિકોમના પૂર્વ સીઈઓ પર જાસૂસીનો આરોપ
Image Credit source: Twitter

Follow us on

મોરેશિયસ (Mauritius)ટેલિકોમના (Telecom)પૂર્વ સીઈઓ શેરી સિંહના રાજીનામા બાદ મોરેશિયસમાં ભૂકંપ આવી ગયો છે. કારણ કે તેના પર ભારતની જાસૂસી (espionage,)કરવાનો આરોપ છે. ચીનની ટેક્નોલોજી કંપની Huawei અને મોરિશિયસ ટેલિકોમના ભૂતપૂર્વ CEO વચ્ચેના જોડાણથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પર ભારે અસર પડી શકે છે. શેરી સિંઘે આ દેશમાં સાત વર્ષથી વધુ સમય સુધી કંપનીનું નેતૃત્વ કર્યા બાદ ગયા મહિને મોરેશિયસ નેશનલ ટેલિકોમ્યુનિકેશન કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે રાજીનામું આપ્યા બાદ અફવાઓ ફેલાઈ ગઈ છે.

એમટી કર્મચારીઓને લખેલા પત્રમાં સિંઘે કહ્યું કે તેઓ મૂલ્યો સાથે સમાધાન કરીને સીઈઓ તરીકે કામ કરી શકતા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથના અનુરોધ પર ટાપુ દેશમાં સર્વે કરવા માટે ભારતીય ટીમની મુલાકાતની માહિતી લીક કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસે રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે જગન્નાથે તેમને ભારતીય ટીમને ‘સ્નિફિંગ ડિવાઈસ’ સેટ કરવાના હેતુથી સુવિધા ઍક્સેસ કરવાની મંજૂરી આપવા દબાણ કર્યું હતું.

PMએ ભારત પર આરોપ લગાવવા માટે વિપક્ષી પાર્ટીઓને ફટકાર લગાવી

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સિંહના દાવાથી ભારતની ભૂમિકા વિશે અટકળોને વેગ મળ્યો છે પરંતુ જગન્નાથ સરકારની સ્થિતિ પર સ્પષ્ટ હતા. મોરેશિયસના વડા પ્રધાને આ મામલે ભારતને દોષી ઠેરવવા માટે વિરોધી પક્ષોને ઠપકો આપ્યો એટલું જ નહીં, પરંતુ તેમણે ટાપુ દેશ સામનો કરી રહેલા સુરક્ષા મુદ્દાને પણ પ્રકાશિત કર્યો. જગન્નાથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સર્વે માટે સક્ષમ ટીમ મોકલવા માટે તેમણે વ્યક્તિગત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કર્યો હતો.

અમારી પાસે આ સર્વે માટે કોઈ ટેકનિશિયન નથી – જગન્નાથ

તેણે કહ્યું, ‘મોરેશિયસમાં આ સર્વે માટે અમારી પાસે ટેકનિશિયન નથી, તેથી અમે ટેકનિશિયનોની આ ભારતીય ટીમ સાથે જવાનું પસંદ કર્યું છે.’ આ મામલે ભારત તરફથી નિવેદન પણ આવ્યું છે. નિયમિત બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે વિવાદ અંગે પીએમ જગન્નાથનું નિવેદન ભારતના દૃષ્ટિકોણથી ઘણું સારું હતું. તમને જણાવી દઈએ કે શેરી સિંહના કાર્યકાળ દરમિયાન Huawei ને કોન્ટ્રાક્ટની ફાળવણીનો મુદ્દો એક્ઝિક્યુટિવ અને ચીન સરકાર વચ્ચે ગઠબંધન તરફ ઈશારો કરે છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, MTના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ કોન્ટ્રાક્ટ આપવા દરમિયાન કેટલીક પ્રક્રિયાઓને લઈને ગંભીર વાંધો ઉઠાવ્યો છે.

Published On - 5:41 pm, Mon, 1 August 22

Next Article