
શેખ હસીના વિરુદ્ધ બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ કોર્ટે નિર્ણય લીધો છે. કોર્ટે હસીનાને જુલાઈમાં વિદ્રોહની દોષી માનવામાં આવે છે. તેમજ તેને સજા સંભળાવી છે. હસીના વિરુદ્ધ જુલાઈ વિદ્રોહમાં નાગરિકો પર ગોળી ચલાવવાનો આરોપ છે. કોર્ટેના આ નિર્ણય બાદ હસીનાની મુશ્કેલીઓ વધી ગઈ છે.બાંગ્લાદેશી મીડિયા પ્રથમ ઓલોના રીપોર્ટ મુજબ કોર્ટે નિર્ણય સંભળાવતી વખતે શેખ હસીનાનો એ વીડિયો પણ જાહેર કર્યો હતો. જે બાંગ્લાદેશમાં ખુબ વાયરલ થયો હતો. આ ઓડિયોમાં હસીના પોલીસ પ્રમુખ સાથે લોકો પર ગોળીઓ ચલાવવાનો આદેશ આપી રહી હતી. કોર્ટે આ નિર્ણય સંભળાવતા માનવધિકાર અયોગનો રિપોર્ટની વાત કરી હતી.
કોર્ટે ઠરાવ્યું કે, જુલાઈના બળવા દરમિયાન થયેલા મૃત્યુ માટે શેખ હસીના સંપૂર્ણપણે જવાબદાર હતી. કોર્ટે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા પણ રજૂ કર્યા. આઈસીટીએ શેખ હસીના વિરુદ્ધ 458 પાનાનો ચુકાદો જાહેર કર્યો.
કોર્ટે ઠરાવ્યું કે, જુલાઈના બળવા દરમિયાન થયેલા મૃત્યુ માટે શેખ હસીના સંપૂર્ણપણે જવાબદાર હતી. કોર્ટે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા પણ રજૂ કર્યા. આઈસીટીએ શેખ હસીના વિરુદ્ધ 458 પાનાનો ચુકાદો જાહેર કર્યો. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે, હસીના જાન્યુઆરી 2024 બાદથી તાનાશાહ બનવા તરફ અગ્રસર થઈ હતી. જાન્યુઆરી 2024ની ચૂંટણી પછી જ્યારે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા, ત્યારે તેમણે તેમને ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો.
જુલાઈ વિદ્રોહ હત્યા મામલે બાંગ્લાદેશની સરકારે શેખ હસીના, પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાં ખાન કમાલ અને પૂર્વ પોલિસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ-મામુનને આરોપી બનાવ્યો હતો. ત્રણેય વિરુદ્ધ ઈન્ટરનેશનલ કોર્ટમાં જ્યારે ટ્રાયલની શરુઆત થઈ તો. અલ મામૂને તેનો ઇનકાર કર્યો હતો.
અલ-મામૂને હસીના વિરુદ્ધ જુબાની આપવાની ધમકી આપી હતી. આ દરમિયાન, હસીના પોલીસ વડા સાથે વાત કરતી ઓડિયો રેકોર્ડિંગ સામે આવી હતી. ઓડિયોની પુષ્ટિ થતાં જ, હસીના વિરુદ્ધ ટ્રાયલ ઝડપી બનાવવામાં આવી હતી.
Published On - 1:14 pm, Mon, 17 November 25