AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પ્રાઇવેટ ગ્રુપ્સ, હજારો મેમ્બર્સ અને મહિલાઓનો શિકાર; ટેલિગ્રામ પર ‘ડ્રાઇવિંગ સ્કૂલ’ના નામે ચાલતું હતું ‘હેવાનિયતનું નેટવર્ક’

હાલમાં ઓનલાઈન ગુનેગારોના ભયાનક ડિજિટલ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગ ટેલિગ્રામ એપ પર પ્રાઇવેટ ગ્રુપ્સ બનાવીને નિર્દોષ મહિલાઓને નશીલો પદાર્થ આપીને પોતાનો શિકાર બનાવતી હતી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓને છેતરવા માટે આ ગુનેગારો ખાસ 'કોડ લેંગ્વેજ'નો ઉપયોગ કરતા હતા.

Breaking News: પ્રાઇવેટ ગ્રુપ્સ, હજારો મેમ્બર્સ અને મહિલાઓનો શિકાર; ટેલિગ્રામ પર 'ડ્રાઇવિંગ સ્કૂલ'ના નામે ચાલતું હતું 'હેવાનિયતનું નેટવર્ક'
| Updated on: Jul 10, 2026 | 5:59 PM
Share

જર્મનીમાં સક્રિય ચીની પ્રિડેટર્સ (ઓનલાઈન ગુનેગારો)ના એક એવા ભયાનક અને ઘૃણાસ્પદ ડિજિટલ નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેણે સમગ્ર યુરોપને હચમચાવી દીધું છે. આ ગેંગ મેસેજિંગ એપ ટેલિગ્રામ (Telegram) પર ‘જર્મન ડ્રાઇવિંગ સ્કૂલ ફોર એક્સપર્ટ્સ’ (German Driving School for Experts) નામે ગુપ્ત ગ્રુપ ચલાવતી હતી.

પ્રોસિક્યુટર્સ (સરકારી વકીલો) ના જણાવ્યા અનુસાર, આ નેટવર્કમાં જોડાયેલ ગુનેગારો જર્મનીમાં રહેતી ચીની મૂળની મહિલાઓને નશીલો પદાર્થ આપીને તેમનું યૌન શોષણ (Drug-Facilitated Sexual Assault) કરતા હતા અને ટેલિગ્રામ પર ગુપ્ત કોડ્સ દ્વારા પોતાની ક્રૂરતાની ઉજવણી કરતા હતા.

જર્મની અને યુરોપિયન પોલીસની કેટલાય વર્ષોની તપાસ બાદ આ મામલામાં અત્યાર સુધીમાં ઘણી ધરપકડ અને સજા થઈ ચૂકી છે. તાજેતરમાં જ બર્લિનની કોર્ટમાં વધુ એક મુખ્ય આરોપીને સજા સંભળાવવામાં આવી છે.

‘કાર’, ‘ફ્યુઅલ’ અને ‘ડ્રાઇવિંગ’- આ ભયાનક સિન્ડિકેટના ગુપ્ત કોડ્સ

કોર્ટના દસ્તાવેજો અને તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ ટેલિગ્રામ નેટવર્કના ચેટ ગ્રુપ્સમાં મહિલાઓ વિરુદ્ધ જઘન્ય ગુનાઓનું આયોજન કરવા અને તેને અંજામ આપવા માટે ખાસ સાંકેતિક ભાષા (Coded Language) નો ઉપયોગ કરવામાં આવતો હતો.

  • કોડનેમની રમત: જ્યારે આ ગુનેગારો કોઈ મહિલાને નશો આપવા અથવા તેના પર હુમલો કરવાની વાત કરતા હતા, ત્યારે તેઓ ખુલ્લેઆમ લખવાને બદલે ‘કાર’ (Cars), ‘ફ્યુઅલ’ (Fuel) અને ‘ડ્રાઇવિંગ’ (Driving) જેવા શબ્દોનો ઉપયોગ કરતા હતા, જેથી પોલીસ કે ટેલિગ્રામના સુરક્ષા અલ્ગોરિધમને છેતરી શકાય.
  • અમાનવીય માનસિકતા: કોર્ટમાં રજૂ કરાયેલા ચેટ રેકોર્ડ્સ પરથી ખુલાસો થયો છે કે, આ નરાધમો જે મહિલાઓ પર બળાત્કાર ગુજારતા હતા, તેમને ગ્રુપમાં ‘મરેલા ભૂંડ’ (Dead Pigs) કહીને સંબોધતા હતા. ગ્રુપમાં આ બાબતની પ્રોપર ટિપ્સ અને સલાહ શેર કરવામાં આવતી હતી કે, કઈ મહિલાને બેહોશ કરવા માટે કઈ નશીલી દવા કેટલી માત્રામાં આપવી.

ફ્રેન્કફર્ટના મુખ્ય પ્રોસિક્યુટર ડોમિનિક મીસનું નિવેદન છે કે, ‘આ ગુનેગારોની ઓળખ તેમની અત્યંત ક્રૂરતા, પીડિતોને માત્ર એક વસ્તુ (Objectification) સમજવાની માનસિકતા અને પોતાના ગુનાઓનું અત્યંત શાતિર તેમજ પ્લાનિંગ કરવાની પદ્ધતિથી થાય છે.’

પીડિતોને પોતાની સાથે થયેલા ગુનાની ભનક પણ નહોતી

આ પ્રિડેટર નેટવર્ક મુખ્યત્વે જર્મનીમાં અભ્યાસ કરતા અથવા નોકરી કરતા ચીની પુરુષોનું હતું, જેઓ ત્યાં રહેતી ચીની મૂળની એકલી મહિલાઓને જ પોતાનો શિકાર બનાવતા હતા.

  • 50,000 મેમ્બર્સની જાળ: પીડિત મહિલા વતી કેસ લડનારા વકીલ મેગ્ડાલેના ગેભાર્ડે જણાવ્યું કે, આ આખા નેટવર્કને ઓપરેટ કરનારું એક આંતરિક કોર ગ્રુપ હતું, જેમાં 8 મુખ્ય આરોપીઓ હતા પરંતુ તેમના ટેલિગ્રામ ગ્રુપ્સમાં 50,000 થી વધુ સભ્યો જોડાયેલા હતા, જેઓ આ વીડિયો અને ચેટ્સ જોતા હતા.
  • પીડિતાને ખબર જ ન પડી: આ નેટવર્ક કેટલું શાતિર હતું તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, એડવાન્સ સેડેટિવ (નશીલી દવા) ના ઓવરડોઝને કારણે પીડિત મહિલાઓ પૂરેપૂરી શુદ્ધબુદ્ધ ગુમાવી બેસતી હતી. વકીલ ગેભાર્ડના અસીલને તો એ ખબર જ નહોતી કે, તેની સાથે બળાત્કાર થયો છે, તેને ત્યારે ભનક લાગી જ્યારે પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી તેની વીડિયો ફૂટેજ રિકવર કરી.

માસ્ટરમાઇન્ડ ‘દાપિંગ’ અને ‘ઝિટિંગ’ જેલ ભેગા

જર્મન પોલીસને આ નેટવર્ક વિશે પહેલીવાર વર્ષ 2024માં ખબર પડી, જ્યારે ફ્રેન્કફર્ટમાં રહેતા આ ગેંગના સરગના દાપિંગ ઝેડ (Dapeng Z.) એ પોતાની રણનીતિ બદલીને ઓળખીતી મહિલાઓની જગ્યાએ ઇન્ટરનેટ પર અજાણી મહિલાઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું.

રિંગલીડર દાપિંગને 14 વર્ષની સજા: જર્મન પોલીસે ચીની કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને વર્ષ 2024માં દાપિંગની ધરપકડ કરી હતી. ફેબ્રુઆરીમાં જર્મન કોર્ટે તેને ગંભીર બળાત્કાર, હત્યાના પ્રયાસ અને અન્ય ગુનાઓ માટે 14 વર્ષની જેલની સજા સંભળાવી હતી.

બર્લિનમાં ઝિટિંગને 5 વર્ષની સજા: તાજેતરમાં જ (બુધવારે), આ નેટવર્કના અન્ય એક 32 વર્ષીય સભ્ય ઝિટિંગ એસ. (Zhiting S.) ને, જે એક મેડિકલ કર્મચારી હતો, તેને બળાત્કારમાં મદદ કરવાનો દોષિત ઠેરવી 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેણે ચેટમાં દાપિંગને હુમલા પહેલા એક ખાસ નશીલી દવાનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

ફ્રાન્સની ‘પેલીકોટ’ ઘટનાના પડઘા

આ જર્મન કેસની સરખામણી ફ્રાન્સના ઐતિહાસિક ‘ગિસેલે પેલીકોટ’ (Gisèle Pelicot) કેસ સાથે કરવામાં આવી રહી છે, જ્યાં એક પતિ પોતાની પત્નીને એક દાયકા સુધી નશો આપીને અજાણ્યા લોકો પાસે તેનો બળાત્કાર કરાવતો હતો.

મ્યુનિકના જજ માર્કસ કોપેનલીટનરે આના પર ટિપ્પણી કરતા કહ્યું કે, ‘પેલીકોટ કોઈ એકલદોકલ ઘટના નથી. આ કોઈ ચીની કે ફ્રેન્ચ ઘટના નથી પરંતુ આ માનસિકતા જર્મની અને સમગ્ર વિશ્વમાં પ્રવર્તી રહી છે.’

જર્મન પોલીસ તરફથી મળેલા સુરાગો બાદ કાર્યવાહી ‘તેજ’

  1. લોસ એન્જલસ (LA): અમેરિકામાં ચીનના એક ગ્રેજ્યુએટ સ્ટુડન્ટને 3 મહિલાઓને નશો આપીને દુષ્કર્મ કરવાના આરોપમાં પકડવામાં આવ્યો, જેણે આ દવાઓ જર્મનીમાં રહેતા એક ચીની નાગરિક પાસેથી મંગાવી હતી.
  2. નેધરલેન્ડ: ડચ પોલીસે એવા 4 પુરુષની ધરપકડ કરી છે, જેઓ સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં મહિલાઓને નશો આપવાના અને તેમના યૌન શોષણના વીડિયો પ્રસારિત કરવાનો ધંધો ચલાવતા હતા.
  3. ‘પ્રોજેક્ટ મેડુસા’ (Project Medusa): યુરોપોલ (Europol) એ જર્મની અને બ્રિટનના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય અભિયાન ‘પ્રોજેક્ટ મેડુસા’ શરૂ કર્યું છે, જેના હેઠળ ઓનલાઈન ડ્રગ-રેપ નેટવર્કને ધ્વસ્ત કરીને અત્યાર સુધીમાં 57 ધરપકડ કરવામાં આવી છે.

કઠેડામાં ટેલિગ્રામ, ચીનમાં સેન્સરશિપની રમત

આ મામલાએ ફરી એકવાર ટેલિગ્રામ એપની સુરક્ષા અને તેની મોનિટરિંગ સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, કારણ કે આ ક્રિમિનલ નેટવર્ક વર્ષ 2020થી ટેલિગ્રામ પર કોઈ પણ રોકટોક વગર ફૂલીફાલી રહ્યું હતું. જો કે, ટેલિગ્રામે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ યૌન હિંસા સાથે જોડાયેલા કન્ટેન્ટને તાત્કાલિક હટાવી દે છે અને યુરોપિયન યુનિયનના ડિજિટલ સર્વિસ એક્ટ (DSA) નું પાલન કરે છે.

બીજી તરફ, આ મામલાને લઈને જર્મનીમાં રહેતા ચીની સમુદાયમાં (ખાસ કરીને મહિલાઓમાં) ભારે રોષ છે. તેઓ પીડિતોના સમર્થનમાં કોર્ટરૂમની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. ચીનમાં જ્યાં સરકારી મીડિયા આ સમાચારને કવર કરી રહ્યું છે, ત્યાં જ ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ‘રેડનોટ’ (Rednote) પર આ ઘટના સાથે જોડાયેલા ‘ડેટ રેપ’ જેવા કીવર્ડ્સ અને ચર્ચાઓને ચીની સેન્સર બોર્ડ દ્વારા આંશિક રીતે સેન્સર અને ડિલીટ કરવામાં આવી રહ્યા છે.

Breaking News: ‘ભલે મારી હત્યા થઈ જાય, તો પણ હું બાંગ્લાદેશ પાછી જઈશ’; મોતની સજા વચ્ચે શેખ હસીનાનું ‘મોટું એલાન’

Follow Us
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">