વૈજ્ઞાનિકોએ પહેલીવાર તારાનું ‘મૃત્યુ’ જોયું, 60 મિલિયન પ્રકાશવર્ષના અંતરે ‘સુપરનોવા’, કેમ છે આ શોધ ખાસ?

|

Oct 28, 2021 | 8:20 AM

Supernova News: પ્રથમ વખત વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી 60 મિલિયન પ્રકાશવર્ષના અંતરે મૃત્યુ પામતા તારાને જોયો છે. આશ્ચર્યની વાત એ છે કે આ સુપરનોવા રિયલ ટાઈમમાં જોવા મળ્યો હતો.

વૈજ્ઞાનિકોએ પહેલીવાર તારાનું મૃત્યુ જોયું, 60 મિલિયન પ્રકાશવર્ષના અંતરે સુપરનોવા, કેમ છે આ શોધ ખાસ?
supernova

Follow us on

Star Death From Earth: અમેરિકન સ્પેસ એજન્સી નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપ અને અન્ય અવકાશ-સંબંધિત સાધનોની મદદથી વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત 60 મિલિયન પ્રકાશ-વર્ષના અંતરે મૃત્યુ પામતા તારાને  (How Star Dies)  જોયો છે. તેણે વાસ્તવિક સમયમાં સુપરનોવા જોયો છે. સુપરનોવા તારાના જીવન ચક્રના અંતમાં થનારા વિસ્ફોટને કહેવામાં આવે છે. આ કારણે અન્ય તારાને વોર્નિગ સિસ્ટમ તરીકે જોવામાં આવી રહ્યા છે. સુપરનોવાને SN 2020fqv નામ આપવામાં આવ્યું છે.

આ બટરફ્લાય ગેલેક્સી સાથે પરસ્પર ક્રિયા કરી રહ્યા હતા. લગભગ 60 મિલિયન પ્રકાશવર્ષના અંતરે રહેલા NGC 4567 અને NGC 4568 જેને બટરફ્લાય ગેલેક્સી (Butterfly Galaxies) અથવા ગુડવાન ગેલેક્સી તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ વિસ્ફોટ પહેલા અને પછીની તસવીરો લીધી છે, જેથી તેઓ ઘટના વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી શકે. શરૂઆતમાં તે કેલિફોર્નિયાના સાન ડિએગોમાં પાલોમર ઓબ્ઝર્વેટરીમાંથી એપ્રિલ 2020 માં શોધાયું હતું.

અમેરિકાના સાન્તાક્રુઝમાં ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્રના સહાયક પ્રોફેસર રાયન ફોલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અગાઉ, અમે સુપરનોવા વિશે એવી રીતે વાત કરતા હતા કે જાણે અમે ગુનાના સ્થળની તપાસ કરતા તપાસકર્તા હોઈએ. પછી તે તારાનું શું થયું તે જાણવા માટે અમે તથ્યોનો અભ્યાસ કરતા.તમે સમયસર તારાનું મૃત્યુ જોઈ શકો. આ બતાવે છે કે જગ્યા કેટલી ઊંડી છે. આ તારો લાખો વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હશે. પરંતુ તેનો પ્રકાશ હવે દેખાવા લાગે છે. આ બતાવે છે કે જગ્યા કેટલી ઊંડી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શા માટે પરીક્ષણ કરવું મુશ્કેલ છે?
નાસાના ટ્રાન્ઝિટીંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ (TESS) નો ઉપયોગ સમાન અભ્યાસ અને શોધો કરવા માટે થાય છે. આમાંથી સુપરનોવા પણ જોવામાં આવ્યું છે. જેના કારણે વૈજ્ઞાનિકોને વિસ્ફોટ સંબંધિત માહિતી મળી શકી છે.

અભ્યાસના લેખક સામપોરા તિન્યાનોંટે જણાવ્યું હતું કે, “અમે ભાગ્યે જ આટલી નજીકથી કોઈ વસ્તુનું અવલોકન કરી શકીએ છીએ કારણ કે તે ખૂબ જ ટૂંકા સમય માટે દેખાઈ શકે છે અને અમે સામાન્ય રીતે વિસ્ફોટના ઓછામાં ઓછા થોડા દિવસો સુધી સુપરનોવાનું અવલોકન કરવાનું શરૂ કરીએ છીએ.”

આ પણ વાંચો :

Birthday Special : અદિતિ રાવ હૈદરી એક નહીં પરંતુ 2 રાજવી પરિવારમાંથી છે, આટલા બાળકોને લેવા માંગે છે દત્તક

આ પણ વાંચો : Aryan Khan Bail Plea Hearing: આજે હાઇકોર્ટમાં ફરી થશે સુનાવણી, જો શનિવાર સુધી આર્યન ખાનને જામીન નહીં મળે તો દિવાળીમાં પણ કાઢવી પડશે જેલમાં

Next Article