ઋષિ સુનક માટે વર્ષ 2023 પડકારજનક, બ્રિટનને મંદીના મારથી બચાવવું સૌથી મોટો પડકાર

|

Jan 05, 2023 | 11:44 AM

બ્રિટનમાં ગત વર્ષની ચૂંટણીમાં ઋષિ સુનકે જીત મેળવી હતી. વડાપ્રધાનની ખુરશી મેળવીને તેમણે જણાવ્યું કે તેઓ દેશને આગળ લઈ જઈ શકે છે. ઋષિ સુનક માટે 2023નું વર્ષ અનેક પડકારોથી ભરેલું છે.

ઋષિ સુનક માટે વર્ષ 2023 પડકારજનક, બ્રિટનને મંદીના મારથી બચાવવું સૌથી મોટો પડકાર
ઋષિ સુનક, પીએમ, બ્રિટન
Image Credit source: PTI

Follow us on

બ્રિટનમાં આર્થિક સ્થિતિમાં હજી સુધારો થયો નથી અને સુનકના કેટલાક નિર્ણયોને લઈને એક વર્ગના કર્મચારીઓ નારાજ છે. બ્રિટનમાં મોંઘવારી દર 11 ટકા વધી ગયો છે. સાથે વૈશ્વિક મંદીનો પણ ડર છે. બ્રિટનમાં ગત વર્ષની ચૂંટણીમાં ઋષિ સુનકે જીત મેળવી હતી. વડાપ્રધાનની ખુરશી મેળવીને તેમણે જણાવ્યું કે તેઓ દેશને આગળ લઈ જઈ શકે છે. ઋષિ સુનક માટે 2023નું વર્ષ પડકારોથી ભરેલું છે.

બ્રિટન પહેલાથી જ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે. હવે IMFએ પણ આ વર્ષે વૈશ્વિક મંદીના સંકેત આપ્યા છે. મંદીમાંથી દેશને બચાવવો સુનક માટે મોટો પડકાર રહેશે. ડિસેમ્બર 2022માં સુનક સરકારને સરકારી કર્મચારીઓના વિવિધ વર્ગોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આવી પરિસ્થિતિમાં PM ઋષિ સુનક માટે આ વર્ષે પોતાની લોકપ્રિયતા જાળવી રાખવાનો પડકાર છે.

નાણામંત્રીના રૂપમાં સારૂ પ્રદર્શન કર્યું હતું!

બોરિસ જોન્સનની સરકારમાં ઋષિ સુનક નાણામંત્રી રહી ચૂક્યા છે. નાણામંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ઘણા એવા પગલા લીધા, જેના કારણે તેમણે લોકોના પોતાની લોકપ્રિયતા વધારી. કોરોનાના સમયગાળામાં સુનકે કર્મચારીઓ અને ઉદ્યોગપતિઓને ટેકો આપ્યો અને તેમના માટે આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી તેઓ દેશ અને દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા. કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોમાં પણ તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. સુનકના નિર્ણયથી UKમાં બેરોજગારીને કાબૂમાં લેવામાં મદદ મળી હતી. કોરોનાની શરૂઆતમાં, સુનકે હોટલ ઉદ્યોગ માટે ચાલી રહેલી ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ સ્કીમ માટે 15,000 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. જ્યારે પ્રવાસન ઉદ્યોગ માટે 10 હજાર કરોડ રૂપિયાનું પેકેજ પણ આપ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

નાણાકીય બાબતોની તેમની સમજણ

સુનકને નાણાકીય બાબતોની સારી સમજ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, તેણે બ્રિટનની અર્થવ્યવસ્થાને જાળવી રાખવા માટે મોટા પગલાં લીધા છે. નાણામંત્રી રહીને તે સમયના તત્કાલીન PM જોન્સનની ખોટી નીતિઓનો વિરોધ કરતા પણ ખચકાયા ન હતા. તેમના ઉદાર વર્તન, તેમના સાથીદારો સુધી પહોંચવાની તેમની ક્ષમતા અને જટિલ નાણાકીય બાબતોની તેમની સમજણએ તેમને PMની ખુરશી સુધી પહોંચાડ્યા છે, પરંતુ આગળ પડકારો ઘણા છે.

વૈશ્વિક મંદીમાંથી બ્રિટનને બચાવવુ મોટો પડકાર

બ્રિટનમાં આર્થિક સ્થિતિમાં હજી સુધારો થયો નથી અને સુનકના કેટલાક નિર્ણયોએ કર્મચારીઓના એક વર્ગને નારાજ કર્યો છે. જેના પગલે બ્રિટનમાં ગયા મહિને મોટા પ્રમાણમાં હડતાળ હતી. બ્રિટનમાં મોંઘવારી દર 11 ટકાથી પણ વધારે છે. સાથે વૈશ્વિક મંદીનો પણ ભય ઉભો થયો છે. IMFએ આશંકા વ્યક્ત કરી છે કે દૂનિયાની ત્રણ મોટી અર્થવ્યવસ્થાઓ જેમ કે અમેરિકા, ચીન અને યુરોપમાં મંદીની અસર જોવા મળી શકે છે અને મંદી આવવાની સંભાવના છે. જો કે સુનક આ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં સફળ થશે તો તે 2023માં પણ તેમની લોકપ્રિયતા પણ અકબંધ રહેશે.

Next Article