AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saudi Arabia એ યુએઇ,અમેરિકા અને જર્મની સહિત કુલ 11 દેશોને નો-ટ્રાવેલ લિસ્ટમાંથી દૂર કર્યા

Saudi Arabia ના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે તે 11 દેશોના મુલાકાતીઓને ફરીથી પ્રવાસની મંજૂરી આપશે. જે દેશોને અગાઉ કોરોના(Corona)ના વધતા રોગચાળાને પગલે રેડ લિસ્ટમાં મુકવામાં આવ્યા હતા. આ માહિતી સમાચાર એજન્સી એસપીએએ શનિવારે આપી હતી.

Saudi Arabia એ યુએઇ,અમેરિકા અને જર્મની સહિત કુલ 11 દેશોને નો-ટ્રાવેલ લિસ્ટમાંથી દૂર કર્યા
Saudi Arabia એ 11 દેશોને નો- ટ્રાવેલ લિસ્ટમાંથી દૂર કર્યા
| Updated on: May 29, 2021 | 7:51 PM
Share

Saudi Arabia ના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે તે 11 દેશોના મુલાકાતીઓને ફરીથી પ્રવાસની મંજૂરી આપશે. જે દેશોને અગાઉ કોરોના(Corona)ના વધતા રોગચાળાને પગલે રેડ લિસ્ટમાં મુકવામાં આવ્યા હતા. આ માહિતી સમાચાર એજન્સી એસપીએએ શનિવારે આપી હતી.

Saudi Arabia દ્વારા જે દેશોના મુસાફરોને પ્રવાસ માટે મંજૂરી આપવામાં આવી છે. તે દેશોમાં યુએઈ, જર્મની, યુએસએ, આયર્લેન્ડ, ઇટલી, પોર્ટુગલ, યુકે, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, જાપાન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે.

Saudi Arabia એ દેશમાં કોરોના(Corona)વાયરસ રોગચાળાને કાબૂમાં લેવાના પ્રયત્નોને ભાગરૂપે આ દેશોને રેડ લિસ્ટમાં મૂક્યા હતા જેમણે હવે આ રેડ લિસ્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે.

Saudi Arabia માં આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ પ્રવેશની સાથે જ સાત દિવસ સુધી પોતાના ખર્ચે સંસ્થાકીય કોરોનટાઇન થવું પડે છે. તેમજ તેની બાદ સાતમાં દિવસે આરટીપીઆર ટેસ્ટ કરવામાં આવે છે. જો તે નેગેટિવ આવે તો આઠમાં દિવસથી પ્રવાસની છૂટ આપવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">