આ દેશમાંથી મળ્યું 8 હજાર વર્ષ જૂનું ઊંટનું નકશીકામ, બ્રિટનના સ્ટોનહેજ અને ગીજાના પિરામિડથી પણ છે જૂનું !

|

Sep 18, 2021 | 7:11 PM

Stone Carving of Camels: સાઉદી અરેબિયામાં 8,000 વર્ષ જૂનું ઊંટનું કોતરણી કામ મળી આવ્યું છે. જે અત્યાર સુધી મળેલી સૌથી જૂની માનવ સર્જિત કલાકૃતિ હોવાનું માનવામાં આવે છે.

આ દેશમાંથી મળ્યું 8 હજાર વર્ષ જૂનું ઊંટનું નકશીકામ, બ્રિટનના સ્ટોનહેજ અને ગીજાના પિરામિડથી પણ છે જૂનું !
Camel Carvings

Follow us on

સાઉદી અરેબિયામાં (Saudi Arabia) પથ્થરોની ટોચ પર ઊંટના કાફલાની કલાકૃતિ (Stone Carving of Camels) મળી આવી છે. એવું માનવામાં આવે છે કે આ કોતરણીઓ પાષાણ યુગની છે. જે તસ્વીરો સામે આવી છે તેમાં 21 ઊંટ અને ઘોડા જેવા પ્રાણીઓ જોવા મળી રહ્યા છે.

આ કોતરણીની શોધ આજથી બે વર્ષ પહેલા અલ જાફ પ્રાંતમાં વર્ષ 2018 માં થઈ હતી. પરંતુ હવે આ મામલે નવો ખુલાસો થયો છે. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, આ કોતરણી 2,000 વર્ષ જૂની છે. હવે નવી ડેટિંગ તકનીકો સાથે તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે 8,000 વર્ષ જૂનું છે.

મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ ઓફ હ્યુમન હિસ્ટ્રીના સંશોધકોએ આ મામલે નવા ખુલાસા કર્યા છે. આ ખુલાસામાં આશ્ચર્યજનક વાતો સામે આવી છે કારણ કે ઈંટની કોતરણી ઈંગ્લેન્ડમાં સ્ટોનહેજ અને ગીઝાના પિરામિડ કરતા જૂની છે, જે 5000 થી 4,500 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. કોતરણીને સમય જતાં ઘણું નુકસાન થયું છે. પરંતુ તેમ છતાં તેની સુંદરતા ઓછી થઈ નથી.

સંશોધકોએ લ્યુમિનેસન્ટ રોડોકાર્બન ડેટિંગ અને એક્સ-રે વિશ્લેષણ જેવી આધુનિક ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. આ સાથે પથ્થર પર ધોવાણની પેટર્ન અને ટૂલના નિશાનનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કોતરણીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે
14 લોકોની આ ટીમમાં સાઉદી અરેબિયાના સંસ્કૃતિ મંત્રાલય, કિંગ સઈદ યુનિવર્સિટી અને ફ્રાન્સની વૈજ્ઞાનિક રાષ્ટ્રીય સંશોધન સંસ્થાના સંશોધકોનો સમાવેશ થાય છે. અભ્યાસના મુખ્ય લેખક ડો. મારિયા ગુઆનીને કહ્યું, ‘આ કોતરણી ખરેખર અદભૂત છે. જો કે આજે આપણે જે જોઈએ છીએ તેમાંથી મોટાભાગનો નાશ થઈ ગયો છે.

આ અવશેષો તેમની મૂળ સ્થિતિમાં ખૂબ જ સુંદર હોવા જોઈએ. અગાઉ જોર્ડનના પેટ્રામાં પ્રખ્યાત ઐતિહાસિક સ્થળ પર મળી આવી સમાન કલાકૃતિઓના આધારે ઊંટ કોતરણીના સમયની ગણતરી કરવામાં આવી હતી.

વિશ્વની સૌથી જૂની કોતરણી
જૂના અભ્યાસો અનુસાર જે સમયગાળામાં કોતરણી કરવામાં આવી હતી તે નાબાટીયન સમયગાળો માનવામાં આવતો હતો. પરંતુ નવા અભ્યાસે હવે કોતરણીને વિશ્વની સૌથી જૂની માનવ સર્જિત કોતરણી તરીકે પ્રમાણિત કરવામાં આવી છે.

એક અખબારી યાદીમાં અભ્યાસના લેખકોએ જણાવ્યું હતું કે, “અમે હવે ઊંટની કોતરણીને પ્રાગૈતિહાસિક સમયગાળા સાથે જોડી શકીએ છીએ, જ્યારે સાઉદી અરેબિયામાં પથ્થરની કલાકૃતિઓ અને મુસ્તાટીલ નામના મોટા પથ્થરની રચનાઓ બનાવવામાં આવી હતી.” આ સ્થાન આર્ટવર્કનો મહત્વનો ભાગ હતો. જ્યાં વિવિધ વિચરતી જાતિઓએ સ્થાનો પર ઓળખ માટે આ કોતરણીઓ બનાવી હતી.

 

આ પણ વાંચો : અફઘાનિસ્તાન મામલે રશિયાએ અમેરિકા પર સાધ્યું નિશાન, પુતિને કહ્યું – અમેરિકન સૈનિકો ઉતાવળમાં નથી પરંતુ આ કારણે ભાગ્યા

આ પણ વાંચો : વિપક્ષ પર પીએમ મોદીનું નિશાન, મારા જન્મદિવસે 2.5 કરોડ લોકોને રસી આપવામાં આવી હતી, પરંતુ તાવ એક રાજકીય પક્ષમાં આવ્યો છે, શું કોઈ તર્ક છે?

Next Article