રશિયાની સ્કૂલમાં ફાયરિંગ, 7 બાળક સહિત 13ના મોત, હુમલાખોરે પોતાને ગોળી મારી

|

Sep 26, 2022 | 4:21 PM

અધિકારીએ જણાવ્યું કે શાળાને ખાલી કરાવવામાં આવી છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. હુમલાખોર કોણ હતો અને તેનો હેતુ શું હતો તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

રશિયાની સ્કૂલમાં ફાયરિંગ, 7 બાળક સહિત 13ના મોત, હુમલાખોરે પોતાને ગોળી મારી
Russian school shooting, 13 dead, including 7 children, assailant shoots himself

Follow us on

રશિયા(Russia)માં સોમવારે સવારે એક બંદૂકધારીએ એક સ્કૂલ પર હુમલો કર્યો(Gunman Attack), જેમાં 13 લોકોના મોત થયા અને 20 લોકો ઘાયલ થયા. આ 13 લોકોમાં 7 બાળકો પણ સામેલ છે. ઉદમુર્તિયા પ્રદેશના ગવર્નર, એલેક્ઝાંડર બ્રોચાલોવે એક વિડિયો જાહેર કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે એક અજાણ્યો હુમલાખોર (Unknown Attacker)પ્રદેશની રાજધાની ઇઝેવસ્કની એક શાળામાં ઘૂસી ગયો હતો. તેણે ત્યાં હાજર એક સિક્યોરિટી ગાર્ડ અને કેટલાક બાળકોને મારી નાખ્યા. બ્રેચાલોવે કહ્યું, ‘પીડિતોમાં બાળકો પણ સામેલ છે. લોકો ઘાયલ પણ થયા છે.

રશિયન શાળામાં જ્યાં હુમલો થયો હતો, ત્યાં ધોરણ 1 થી 11 સુધીના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. રાજ્યપાલ અને સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, બંદૂકધારીએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. અધિકારીએ જણાવ્યું કે શાળાને ખાલી કરાવવામાં આવી છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. હુમલાખોર કોણ હતો અને તેનો હેતુ શું હતો તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. ઇઝેવસ્કમાં 640,000 લોકો રહે છે. તે મોસ્કોથી લગભગ 960 કિમી પૂર્વમાં, મધ્ય રશિયાના ઉરલ પર્વત વિસ્તારની પશ્ચિમમાં સ્થિત છે.

યુદ્ધની નવી શરૂઆત

નોંધપાત્ર વાત એ છે કે આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે રશિયાએ યુક્રેન સાથે નવેસરથી યુદ્ધ શરૂ કર્યું છે અને યુક્રેન વિરુદ્ધ સેનામાં 3 લાખ લોકોની ભરતી કરવાની વાત કરી છે. સાદી ભાષામાં કહીએ તો સેનામાં ત્રણ લાખ લોકોને જમાડવામાં આવશે. આ લોકોને એકત્રિત કરવામાં આવશે જેઓ પહેલાથી જ લશ્કરી કાર્યનો અનુભવ ધરાવતા હશે. રશિયાનું કહેવું છે કે આ પગલું જરૂરી છે, જેથી રશિયાના કબજાવાળા વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

રાષ્ટ્રપતિ પુતિને હાલમાં જ ટીવી દ્વારા દેશને સંબોધન કર્યું હતું અને પશ્ચિમી દેશોને ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે રશિયા તેના ક્ષેત્રની સુરક્ષા માટે તમામ સંભવિત પગલાં લેશે અને આ માત્ર રેટરિક નથી. પુતિને કહ્યું કે વિસ્તૃત સરહદ રેખા, રશિયન સરહદ પર યુક્રેનિયન દળો દ્વારા સતત ગોળીબાર અને મુક્ત કરાયેલા વિસ્તારો પર હુમલાઓ માટે અનામત સૈનિકોને બોલાવવા જરૂરી છે.રશિયન રાષ્ટ્રપતિના સંબોધનના એક દિવસ પહેલા, દક્ષિણ અને પૂર્વ યુક્રેનના રશિયન કબજા હેઠળના પ્રદેશોએ જાહેરાત કરી હતી કે તેઓ રશિયાનો અભિન્ન ભાગ બનવા માટે 23 અને 27 સપ્ટેમ્બરની વચ્ચે જનમત યોજશે.

અનામત સૈનિકો કોણ છે?

પુતિનના સંબોધન પછી, રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ કહ્યું કે 300,000 અનામતવાદીઓને આંશિક તૈનાત માટે બોલાવવામાં આવશે. રિઝર્વિસ્ટ એવી વ્યક્તિ છે જે ‘મિલિટરી રિઝર્વ ફોર્સ’નો સભ્ય છે. તે સામાન્ય નાગરિક છે જેને લશ્કરી તાલીમ આપવામાં આવે છે અને જો જરૂર પડે તો તેને ગમે ત્યાં તૈનાત કરી શકાય છે.

Published On - 4:21 pm, Mon, 26 September 22

Next Article