સાપ સાથે સ્ટંટ કરવાનો અખતરો બની ગયો ખતરો ! ગળા અને જીભની હાલત જોઇ ડૉક્ટર્સ પણ ચોંકયા

|

Sep 26, 2021 | 8:50 AM

રશિયાના આ વિસ્તારમાં જીવંત સાપને ગળી જવાની આ પ્રથમ ઘટના છે. તમને જણાવી દઈએ કે અહીં તરબૂચના ખેતરોમાં સ્ટેપ વાઈપર પ્રજાતિનો સાપ જોવા મળે છે. જોકે આ સાપ બહુ ઝેરી નથી હોતા.

સાપ સાથે સ્ટંટ કરવાનો અખતરો બની ગયો ખતરો ! ગળા અને જીભની હાલત જોઇ ડૉક્ટર્સ પણ ચોંકયા
Russian man swallowed live snake

Follow us on

રશિયામાં (Russia) એક માણસ જીવતો સાપ ગળી ગયો. આ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવીને આ કામની કિંમત ચૂકાવવી પડી છે. આનો એક વીડિયો પણ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તમે ઝેરી અને મોટા સાપ સાથે રમનારાઓ વિશે ઘણી વાર વાંચ્યું અને સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિએ સાપને જીવતો ગળી ગયો? આ થોડું વિચિત્ર લાગશે, પરંતુ તે સાચું છે. જો કે, આ વ્યક્તિને આ ફાલતુ સ્ટંટ કરવું ખૂબ મોંઘુ પડ્યુ તેણે પોતાનો જીવ ગુમાવીને કિંમત ચૂકવવી પડી હતી.

એક અહેવાલ અનુસાર, આ ચોંકાવનારો કિસ્સો રશિયાના આસ્ટ્રખાનનો છે. આનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક 55 વર્ષીય ખેતમજૂર જીવતો સાપ ગળી જતા જોવા મળે છે.
આ વ્યક્તિએ પહેલા સાપને ગળી જવાનો બે વખત નિષ્ફળ પ્રયાસ કર્યો. પરંતુ ત્રીજો પ્રયાસ કરતા જ સાપે તેની જીભ કરડી. આ પછી પણ, જ્યારે તે વ્યક્તિ થોભ્યો નહીં, ત્યારે સાપે તેને ફરીથી ગળામાં ડંખ માર્યો.

રિપોર્ટ અનુસાર, આ સ્ટંટના થોડા કલાકો બાદ કામદારની હાલત કથળવા લાગી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોએ કહ્યું કે તેને સાપના કરડવાથી એલર્જી છે. સાપ કરડવાથી મજૂરનું ગળું અને જીભ સૂજી ગઈ હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, કામદારને સાપ કરડ્યા બાદ એનાફિલેક્ટિક આઘાત લાગ્યો હતો. તેના કારણે તેની જીભ એટલી સૂજી ગઈ કે તેને મોઢાની અંદર સાધન લઈ જવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. આ કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને થોડા કલાકો બાદ તેનું મૃત્યુ થયું.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, રશિયાના આ વિસ્તારમાં જીવંત સાપને ગળી જવાની પ્રથા ઘટના છે. તમને જણાવી દઈએ કે અહીં તરબૂચના ખેતરોમાં સ્ટેપ વાઈપર પ્રજાતિનો સાપ જોવા મળે છે. આ સાપ બહુ ઝેરી નથી હોતા. મજૂરના મૃત્યુ બાદ સ્થાનિક વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે તેઓ તેમના માટે જીવલેણ સાબિત થાય તેવું કંઈ ન કરે.

આ પણ વાંચો –

દેશી જુગાડ ! ડોગીને સાઇકલ પર ફરાવવા માટે આ વ્યક્તિએ કર્યો એવો જુગાડ કે તસવીરો થઇ વાયરલ

આ પણ વાંચો

Petrol-Diesel Price Today : ત્રણ દિવસમાં બીજી વાર ડીઝલના ભાવમાં વધારો થયો, શું ફરી ઇંધણની કિંમત ભડકે બળશે?

આ પણ વાંચો –

UNGA માં PM મોદીએ આપેલા ભાષણના નિષ્ણાંતોએ કર્યા વખાણ, જાણો વડાપ્રધાન મોદીના સંબોધન વિશે શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ ?

Next Article