Russia-Ukraine War: યુક્રેન પર પુતિનનો બદલો ! ઘણા શહેરોમાં મિસાઈલ હુમલા, ઝેલેન્સકીએ કહ્યું- ઘણા લોકોના મોત થયા

|

Oct 10, 2022 | 1:53 PM

Russia-Ukraine War: કિવમાં સોમવારે સવારે એક પછી એક અનેક વિસ્ફોટો સંભળાયા. આ તમામ બ્લાસ્ટનો અવાજ એ વિસ્તારમાંથી આવ્યો છે જ્યાં સૌથી વધુ સરકારી ઓફિસો છે.

Russia-Ukraine War: યુક્રેન પર પુતિનનો બદલો ! ઘણા શહેરોમાં મિસાઈલ હુમલા, ઝેલેન્સકીએ કહ્યું- ઘણા લોકોના મોત થયા
રશિયાનો યુક્રેન પર હુમલો

Follow us on

Russia-Ukraine War: ક્રિમિયા બ્રિજને વિસ્ફોટથી ઉડાવી દેવાના આરોપના એક દિવસ બાદ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ફરી હુમલો કર્યો છે. કિવમાં સોમવારે સવારે એક પછી એક અનેક વિસ્ફોટો સંભળાયા. આ તમામ બ્લાસ્ટનો અવાજ એ વિસ્તારમાંથી આવ્યો છે જ્યાં સૌથી વધુ સરકારી ઓફિસો છે. સમાચાર આવી રહ્યા છે કે રશિયાએ યુક્રેનના ઘણા પુલ પણ ઉડાવી દીધા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે રશિયાએ યુક્રેનના ઘણા શહેરો પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. આ સાથે જ રશિયાએ કિવના પાવરપ્લાન્ટ પર પણ મિસાઈલોથી હુમલો કર્યો છે.

મળતી માહિતી મુજબ સોમવારે સવારે રશિયા તરફથી યુક્રેન પર 60 મિસાઈલો છોડવામાં આવી છે. આ હુમલાને કારણે સમગ્ર યુક્રેનમાં ભયનો માહોલ છે. રશિયાએ કિવમાં અનેક પુલ ઉડાવી દીધા છે. ક્રિમીઆ બ્રિજ હુમલા બાદ રશિયાનો આ જવાબી હુમલો છે. મિસાઈલ હુમલામાં યુક્રેનની રાજધાની કિવમાં પાવર પ્લાન્ટ ધ્વસ્ત થઈ ગયો છે. કિવમાં અનેક સરકારી ઈમારતો પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. જેના કારણે શેરીઓમાં નાસભાગ મચી ગઈ હતી.

કિવ શહેરના કેન્દ્ર પર ઈરાની ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ડ્રોન હુમલા બાદ હાઈરાઈઝ ઈમારતમાં આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ, Kyiv પર X-101 ક્રૂઝ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો. 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અગાઉ આ હુમલો જૂનમાં થયો હતો.

કિવમાં કટોકટી સેવાઓના પ્રવક્તા સ્વિતલાના વોડોલાગાએ એસોસિએટેડ પ્રેસ (એપી) ને જણાવ્યું હતું કે જાનહાનિ થઈ છે અને બચાવકર્તાઓ વિવિધ સ્થળોએ કામ કરી રહ્યા છે. વિસ્ફોટોમાં કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ સ્પષ્ટ નથી. અગાઉ જૂનમાં કિવમાં હુમલો થયો હતો. અગાઉના હુમલામાં કિવની બહારના વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે શહેરના મધ્યમાં આવેલી કેટલીક જગ્યાઓને નિશાન બનાવવામાં આવી હતી. યુક્રેનિયન મીડિયાએ લ્વિવ, ટેર્નોપિલ, ખ્મેલનીત્સ્કી, ઝાયટોમીર અને ક્રોપિવનીત્સ્કી સહિત અન્ય ઘણા સ્થળોએ વિસ્ફોટોની પણ જાણ કરી હતી.

ક્રિમીઆ પુલને ઉડાડવાના આરોપ પર વળતો હુમલો

તાજેતરમાં, ક્રિમીઆના ઉત્તરમાં ઝાપોરિઝિયા સહિતના વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. રશિયાએ શનિવારે ઝાપોરિઝિયા ખાતે છ મિસાઇલો છોડી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાને ક્રિમિયા સાથે જોડતા પુલ પરના હુમલાને યુક્રેનિયન વિશેષ સેવાઓ દ્વારા આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે.

 

 

Published On - 1:40 pm, Mon, 10 October 22

Next Article