Russia Ukraine War: રશિયાએ યુક્રેન પર એટમ બોમ્બથી સજ્જ ફાઈટર પ્લેન ઉડાવ્યા, પ્લેન પરમાણુ હથિયારોથી પણ સજ્જ હતા
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. હજુ સુધી બંને દેશો વચ્ચે યુદ્ધ ખતમ થયું નથી.
રશિયા-યુક્રેન (Russia-Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે રશિયાએ યુક્રેનના આકાશમાં એટમ બોમ્બથી સજ્જ વિમાનો ઉડાડ્યા છે. સ્વીડનની ચેનલ TV4એ અહેવાલ આપ્યો છે કે રશિયાએ યુક્રેનના આકાશમાં એટમ બોમ્બથી સજ્જ ફાઈટર પ્લેન ઉડાવ્યા છે. રશિયાનું સુખોઈ 24 TN-2000 અને TN-1200 જેવા બોમ્બથી સજ્જ હતું. રશિયન ફાઇટર પ્લેન્સે કેલિનિનગ્રાડથી ઉડાન ભરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2 માર્ચે સ્વીડનના એરસ્પેસનું ઉલ્લંઘન કરવામાં આવ્યું ત્યારે આ માહિતી મળી હતી. આ વિશે વધુ માહિતી માટે જુઓ આ વીડિયો રિપોર્ટ.
યુક્રેન દ્વારા પણ વળતો જવાબ આપવાના ચોકવનારા દાવા
યુક્રેનની સેનાએ પ્રથમ વખત હેલિકોપ્ટર દ્વારા રશિયન ધરતી પર હવાઈ હુમલો કર્યો છે. અહીં એક ઓઈલ સ્ટોરેજ ફેસિલિટી ઉડાવી દેવામાં આવી છે. પ્રદેશના રાજ્યપાલે શુક્રવારે આ દાવો કર્યો છે. બેલગોરોડ શહેરના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લેડકોવે વહેલી સવારે એક ટેલિગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘પેટ્રોલ ડેપોમાં આગ લાગી હતી કારણ કે તેના પર યુક્રેનિયન આર્મીના બે હેલિકોપ્ટર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તેઓ ઓછી ઊંચાઈએ રશિયન વિસ્તારમાં પ્રવેશ્યા હતા. યુક્રેનના અધિકારીઓએ હુમલાની પુષ્ટિ કરી નથી.
ઈમરજન્સી સિચ્યુએશન મંત્રાલયે ઈન્ટરફેક્સને જણાવ્યું હતું કે બેલગોરોડ શહેરમાં ડેપોમાં આઠ ટેન્કોમાં આગ લાગી હતી. લગભગ 200 ફાયર ફાઈટર ઘટનાસ્થળે દબાયા હતા. ગ્લેડકોવે જણાવ્યું હતું કે બે ઓઇલ ડેપોના કામદારોને સામાન્ય ઇજાઓ થઇ હતી. કોઈ મૃત્યુના અહેવાલ નથી. બેલ્ગોરોડના મેયર એન્ટોન ઈવાનોવે જણાવ્યું હતું કે જે લોકોના ઘર ડેપોની નજીક હતા તેઓને આગ બુઝાઈ ન જાય ત્યાં સુધી બેલગોરોડ એરેનામાં લઈ જવામાં આવ્યા હતા.