Russia Ukraine war: રશિયાએ નવા લશ્કરી કમાન્ડરની કરી નિમણૂક, ઝેલેન્સકીએ કહ્યું- અમારા સૈનિકો પણ હાર નહીં માને

રશિયાએ યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) માટે નવા સૈન્ય કમાન્ડરની નિમણૂક કરી છે અને હવે તે દેશના પૂર્વ ભાગમાં હુમલા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે, તેમના સૈનિકો હાર નહીં માને અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) સહિત પશ્ચિમી દેશોના નેતાઓને તેમના દેશને વધુ મદદ આપવા વિનંતી કરી.

Russia Ukraine war: રશિયાએ નવા લશ્કરી કમાન્ડરની કરી નિમણૂક, ઝેલેન્સકીએ કહ્યું- અમારા સૈનિકો પણ હાર નહીં માને
Russia Ukraine war
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 3:58 PM

રશિયાએ યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) માટે નવા સૈન્ય કમાન્ડરની નિમણૂક કરી છે અને હવે તે દેશના પૂર્વ ભાગમાં હુમલા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે, તેમના સૈનિકો હાર નહીં માને અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) સહિત પશ્ચિમી દેશોના નેતાઓને તેમના દેશને વધુ મદદ આપવા વિનંતી કરી. ઝેલેન્સકીએ રવિવારે રાત્રે તેમના દેશને કહ્યું હતું કે, યુદ્ધમાં આવનાર અઠવાડિયું એટલુ જ મહત્વપૂર્ણ છે જેટલું અત્યાર સુધીના યુદ્ધમાં દર અઠવાડિયું હતું. રાત્રે રાષ્ટ્રને સંબોધતા, તેમણે કહ્યું, કે, રશિયન દળો આપણા દેશના પૂર્વમાં વધુ મોટા ઓપરેશન હાથ ધરશે. તેમણે કહ્યું કે, દક્ષિણ અને પૂર્વ પર રશિયાના ધ્યાન સાથે, યુક્રેનનું ભવિષ્ય હવે તેના પર નિર્ભર છે કે શું યુએસ આ ક્ષેત્રમાં રશિયન શસ્ત્રોની વધતી સંખ્યાના પ્રમાણમાં સહાય પૂરી પાડે છે.

ઝેલેન્સકીએ રવિવારે રાત્રે પ્રસારિત થયેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પ્રમાણિકતાથી કહું તો, શું આપણે સફળ થઈશું (પોતાને બચાવવામાં) તેના પર (મદદ પર) આધાર રાખે છે. દુર્ભાગ્યે, મને ખાતરી નથી કે અમને જે જોઈએ છે તે મળશે કે નહીં. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, તેઓ યુ.એસ. તરફથી અત્યાર સુધી મળેલી સહાય માટે બાઈડેનનો આભારી છે, પરંતુ ઉમેર્યું હતું કે, તેમણે યુક્રેનને અત્યંત જરૂરી એવી કેટલીક વસ્તુઓની યાદી મોકલી છે અને આ બાબતે બાઈડેનનો પ્રતિભાવ ઈતિહાસ કસોટી કરશે. તેમણે કહ્યું કે, તેમની (બાઈડેન) પાસે યાદી છે.

ઝેલેન્સકીએ પોતાના સંબોધનમાં રશિયા પર આ આરોપ લગાવ્યો હતો

રાષ્ટ્રપતિ બાઈડેન ઇતિહાસમાં એવા વ્યક્તિ તરીકે નીચે જઈ શકે છે કે જેણે યુક્રેનિયન લોકો સાથે ખભે ખભા મિલાવીને પોતાનો દેશ બનવાનો અધિકાર પસંદ કર્યો અને જીત્યો. (તે) તેમના પર આધાર રાખે છે. નિષ્ણાતોએ કહ્યું છે કે, યુદ્ધનો આગામી તબક્કો સંપૂર્ણ હુમલા સાથે શરૂ થઈ શકે છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે રવિવારે કહ્યું કે, રશિયન દળો યુદ્ધમાં તેમની સ્થિતિ મજબૂત કરવા માટે છેલ્લા દાયકામાં નિવૃત્ત થયેલા સૈનિકોને પાછા બોલાવી રહ્યા છે. રવિવારે રાત્રે રાષ્ટ્રને પોતાના સંબોધનમાં, ઝેલેન્સકીએ રશિયા પર યુદ્ધ અપરાધની જવાબદારીથી ભાગવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

યુક્રેનને સૈન્ય સહાય આપી રહ્યું છે બ્રિટન

બ્રિટિશ પીએમ જોન્સને યુક્રેનને 120 બખ્તરબંધ વાહનો અને નવી એન્ટિ-શિપ મિસાઈલ સિસ્ટમ આપવાનું વચન આપ્યું છે. આ સાથે અન્ય 100 મિલિયન પાઉન્ડની સહાય પણ કરી છે, જે યુક્રેનની સેનાને આપવામાં આવી રહી છે. તેમણે વિશ્વ બેંક દ્વારા આપવામાં આવનાર $500 મિલિયનની સહાયની પણ પુષ્ટિ કરી. આ રીતે બ્રિટન યુક્રેનને એક અબજ ડોલરથી વધુ આપશે. યુક્રેન સામે યુદ્ધ શરૂ થયું ત્યારથી લાખો યુક્રેનિયનોએ દેશ છોડવો પડ્યો છે. આ લોકોએ પાડોશી દેશોમાં આશરો લીધો છે. મોટાભાગના લોકોએ પોલેન્ડ અને રોમાનિયા જેવા દેશોમાં જઈને જીવ બચાવ્યા છે.

આ પણ વાંચો: NATA 2022 Registration: આર્કિટેક્ચરમાં નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટેની અરજી પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: લોકરક્ષક દળની ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવી નથી: હસમુખ પટેલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">