યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ અવાજની ગતિ કરતા 9 ગણી ઝડપ ધરાવતી મિસાઈલનું કર્યુ સફળ પરીક્ષણ

|

May 29, 2022 | 6:37 AM

જિરકોન અવાજની ગતિ કરતાં નવ (9) ગણી વધુ છે અને તેની રેન્જ 1,000 કિમી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે આ મિસાઈલને સેનામાં સામેલ કર્યા બાદ રશિયન સેનાની શક્તિમાં વધારો થશે.

યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ અવાજની ગતિ કરતા 9 ગણી ઝડપ ધરાવતી મિસાઈલનું કર્યુ સફળ પરીક્ષણ
Zircon Missile
Image Credit source: PTI

Follow us on

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે (Russia Ukraine Crisis) રશિયન નેવીએ શનિવારે તેની હાઇપરસોનિક મિસાઇલનું (Hypersonic missile) વધુ એક સફળ પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ દ્વારા રશિયન સેનાએ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે લાંબા અંતરની મિસાઈલનું પ્રદર્શન કર્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અગાઉ કહ્યું હતું કે હાઇપરસોનિક મિસાઇલ જિરકોન (Zircon) અવાજની ગતિ કરતાં નવ (9) ગણી છે અને તેની રેન્જ 1,000 કિમી છે. પુતિને એમ પણ કહ્યું હતું કે આ મિસાઈલને સેનામાં સામેલ કર્યા બાદ રશિયન સેનાની ક્ષમતામાં વધારો થશે.

જિરકોન ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે વ્હાઇટ સીના નવ ફ્લીટના એડમિરલ ગોર્શકોવે બેરેન્ટ્સ સમુદ્રમાં જીરકોન ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. મિસાઈલે 1000 કિમીના અંતરે વ્હાઇટ સીમાં પોતાના નિર્ધારિત લક્ષ્યને ઉડાવી દીધું હતું. જિરકોન શ્રેણીની મિસાઈલનું આ લેટેસ્ટ પરીક્ષણ છે. આ મિસાઈલ આવતા વર્ષથી સૈન્ય સેવામાં આવશે.

જિરકોન ક્રુઝ મિસાઈલની ઝડપ અવાજની ગતી કરતા નવ ગણી વધુ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અગાઉ કહ્યું હતું કે જિરકોન અવાજની ગતિ કરતાં નવ (9) ગણી છે અને તેની રેન્જ 1,000 કિમી છે. પુતિને એમ પણ કહ્યું હતું કે આ મિસાઈલ સેનામાં સામેલ કર્યા બાદ રશિયન સેનાની ક્ષમતામાં વધારો થશે.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જિરકોનનો હેતુ રશિયન ક્રુઝર, ફ્રિગેટ્સ અને સબમરીનને વધુ મજબૂત કરવાનો છે અને તેનો ઉપયોગ દુશ્મનના યુદ્ધ જહાજો અને જમીન પરના લક્ષ્યો બંને સામે થઈ શકે છે. તે રશિયામાં હાઇપરસોનિક મિસાઇલોના કરાઈ રહેલા સંશોધન પૈકીની એક છે.

રશિયન અધિકારીઓએ જિરકોનની સંભવિતતા વિશે વાત કરતા એવો દાવો કર્યો કે હાલની એન્ટિ-મિસાઇલ સિસ્ટમ્સને (Anti-missile systems) અટકાવવી અશક્ય છે. નોંધપાત્ર વાત એ છે કે, પુતિને વિરોધીઓને પહેલેથી જ ચેતવણી આપી હતી કે જિરકોનથી સજ્જ રશિયન યુદ્ધ જહાજો રશિયાને મિનિટોમાં હુમલો કરવાની ક્ષમતા આપશે. પુતિને યુક્રેનના યુદ્ધમાં હસ્તક્ષેપ કરવા બદલ પશ્ચિમી સાથી દેશોને કડક ચેતવણી પણ આપી છે.

Next Article