AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે, જાણો અત્યાર સુધીમાં યુદ્ધમાં રશિયાને કેટલું નુકસાન થયું

રશિયા અને યુક્રેન વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે અને બંને સેનાઓ એકબીજાની સેનાને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. અત્યાર સુધી બંને સેનાઓને પણ ઘણું નુકસાન થયું છે.

રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે, જાણો અત્યાર સુધીમાં યુદ્ધમાં રશિયાને કેટલું નુકસાન થયું
ફાઈલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 12:39 PM
Share

રશિયા અને યુક્રેન (Russia Ukraine Conflict) વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે અને બંને સેનાઓ એકબીજાની સેનાને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. અત્યાર સુધી બંને સેનાઓને પણ ઘણું નુકસાન થયું છે. યુક્રેન દરરોજ રશિયન સેનાને નુકસાનનો દાવો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં એક સવાલ એ ઉઠી રહ્યો છે કે, ભલે રશિયા યુક્રેન પર હુમલો કરી રહ્યું હોય પરંતુ આખરે રશિયાની સેનાને કેટલું નુકસાન થયું છે અને આ નુકસાનમાં શું સામેલ છે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુક્રેનને કારણે રશિયન સેનાને ઘણું નુકસાન થયું છે. તે જ સમયે યુદ્ધની તબાહીના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે.

આવી સ્થિતિમાં, આપણે જાણીએ છીએ કે, આ યુદ્ધમાં રશિયાને કેટલું નુકસાન થયું છે. આ પછી તમે સમજી શકશો કે યુક્રેન રશિયાને કેવો જવાબ આપી રહ્યું છે.

યુક્રેન કેવો પ્રતિસાદ આપી રહ્યું છે?

યુક્રેને તાજેતરમાં ગુરિલા યુદ્ધથી લઈને અન્ય ઘણી રીતે રશિયાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેન તરફથી દરરોજ દાવા કરવામાં આવે છે કે તેણે રશિયાને કેટલું નુકસાન પહોંચાડ્યું છે. જેમ કે યુક્રેનની સેનાએ તુર્કીના ડ્રોન વડે રશિયાની એર ડિફેન્સ સિસ્ટમને ઉડાવી દીધી હતી. આ સિવાય યુક્રેને રશિયન સેનાને ઘણી રીતે નુકસાન પહોંચાડ્યું છે, જેમાં રશિયન સૈનિકો માર્યા ગયા છે અને સેનાના ફાઇટર જેટ, હેલિકોપ્ટર, ટેન્ક, આર્ટિલરી સિસ્ટમ્સનો નાશ થયો છે.

રશિયાને કેટલું નુક્સાન થયું?

અમેરિકી નિષ્ણાતોનું કહેવું છે કે, અત્યાર સુધીમાં 4000 રશિયન સૈનિકો માર્યા ગયા છે. તે જ સમયે, રશિયાનું કહેવું છે કે, અત્યાર સુધીમાં તેમના લગભગ 500 સૈનિકો માર્યા ગયા છે અને લગભગ 1600 સૈનિકો ઘાયલ થયા છે. જો કે, યુક્રેનના સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે મંગળવાર સવાર સુધીમાં 12,000 રશિયન સૈનિક યુદ્ધમાં માર્યા ગયા છે. આ સિવાય યુક્રેનના સૈનિકો વિશે હજુ વધુ માહિતી સામે આવી નથી. પરંતુ યુક્રેન અને અમેરિકા દ્વારા આપવામાં આવેલા આંકડામાં માર્યા ગયેલા રશિયન સૈનિકોની સંખ્યા સતત વધી રહી છે.

તે જ સમયે, યુએનએ સોમવારે કહ્યું કે, 406 નાગરિકોના મોત થયા છે અને 801 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયનું કહેવું છે કે, યુક્રેનમાં 1335 નાગરિકોને નુકસાન થયું છે જેમાં 474 લોકો માર્યા ગયા છે અને 861 લોકો ઘાયલ થયા છે. આવી સ્થિતિમાં 24 ફેબ્રુઆરીથી યુક્રેનની સાથે-સાથે રશિયન સેનાને પણ ઘણું નુકસાન થયું છે.

કેટલા શસ્ત્રો થયા બરબાદ

યુક્રેનનો દાવો છે કે રશિયન સૈનિકોની સાથે-સાથે સેનાના હથિયારોને પણ ખરાબ રીતે નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, યુક્રેનની સેનાએ રશિયાના 48 ફાઈટર જેટ, 80 હેલિકોપ્ટર, 303 ટેન્ક અને 120 આર્ટિલરી સિસ્ટમને નષ્ટ કરી દીધી છે.

g clip-path="url(#clip0_868_265)">