અફઘાનિસ્તાનની વ્હારે આવ્યું રશિયા, મદદ માટે હાથ લંબાવી માનવતાવાદી સહાય પૂરી પાડવા કરી પહેલ

|

Nov 18, 2021 | 5:42 PM

તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ અતિ ખરાબ થઈ ગઈ છે. દેશની અડધાથી વધુ વસ્તી ખોરાકની તંગીનો સામનો કરી રહી છે. પૈસા અને અન્ય સંસાધનોની અછતને કારણે અફઘાન લોકોને કપડા અને પૂરતો ખોરાક પણ મળતો નથી.

અફઘાનિસ્તાનની વ્હારે આવ્યું રશિયા, મદદ માટે હાથ લંબાવી માનવતાવાદી સહાય પૂરી પાડવા કરી પહેલ
Afghanistan (Symbolic Image)

Follow us on

અફઘાનિસ્તાન પર તાલિબાનો (Taliban)ના કબજા બાદ ત્યાંની સ્થિતિ અતિ ખરાબ થઈ ગઈ છે. દેશની અડધાથી વધુ વસ્તી ખોરાકની તંગીનો સામનો કરી રહી છે. પૈસા અને અન્ય સંસાધનોની અછતને કારણે અફઘાન લોકોને કપડા અને પૂરતો ખોરાક પણ મળતો નથી. સ્પુટનિકના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રશિયા (Russia) અફઘાનિસ્તાન (Afghanistan)ના લોકોને અવિરત માનવતાવાદી સહાય પૂરી પાડશે.

 

સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા (Russia)ના સ્થાયી પ્રતિનિધિ વેસિલી નેબેન્ઝિયા (Vassily Nebenzia)એ કહ્યું કે રશિયા અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય પૂરી પાડશે. નેબેન્ઝિયાએ કહ્યું કે રશિયા આગામી થોડા દિવસોમાં અફઘાનિસ્તાનને ખોરાકથી લઈને દવાઓ સુધીની તમામ મદદ કરશે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

બુધવારે અફઘાનિસ્તાન પર યુએન સિક્યુરિટી કાઉન્સિલની બેઠક દરમિયાન તેમણે કહ્યું, “આ સમયે ટોચની પ્રાથમિકતા અફઘાનિસ્તાનના લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવાની છે.”

 

રશિયા અફઘાનિસ્તાનને મદદ કરવા તૈયાર

નેબેન્ઝિયાએ કહ્યું કે અમે સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકાને સમર્થન આપીએ છીએ. રશિયા અફઘાનિસ્તાનની મદદ માટે સહયોગ આપવા તૈયાર છે. સ્પુટનિકે પ્રતિનિધિના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે ‘અમે માનવતાવાદી સહાયના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય પ્રયત્નોને મજબૂત કરવા સંયુક્ત રાષ્ટ્રની સંકલનકારી ભૂમિકાને સમર્થન આપીએ છીએ. એટલા માટે અમે આ ઉદેશ્યમાં પોતાનું યોગદાન આપવા તૈયાર છીએ.’

 

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત ટીએસ ત્રિમૂર્તિ (TS Tirumurti)એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે ભારત અફઘાનિસ્તાનના લોકોને ખૂબ જ જરૂરી સહાયની ઝડપી જોગવાઈને સક્ષમ કરવાની દિશામાં કામ કરવા માટે અન્ય હિતધારકો સાથે સમન્વય કરવા ઈચ્છુક છે.

 

અફઘાન લોકો ખોરાકની અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે

એ વાત પર ભાર આપતા કે હાલના સમયે અફઘાનિસ્તાનમાં પહેલેથી જ ઘણી બધી રક્તપાત અને હિંસા જોવા મળી છે. ત્રિમૂર્તિએ કહ્યું, “અફઘાનિસ્તાનની અડધાથી વધુ વસ્તી ખોરાકની તંગીનો સામનો કરી રહી છે. લોકો કટોકટીના સ્તરે સંકટનો સામનો કરી રહ્યા છે. અફઘાન લોકોને તેમની મૂળભૂત ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા તાત્કાલિક માનવતાવાદી સહાયની જરૂર છે.

 

આ પણ વાંચો: India’s Biggest IPO: દેશના સૌથી મોટા IPO નું શેર બજારમાં થયું લિસ્ટીંગ, ઈશ્યુ પ્રાઈઝ રુ. 2150 ના બદલે રુ.1955 પર લિસ્ટ

 

આ પણ વાંચો: Success Story: પાકમાં જંતુનાશક તરીકે હોમિયોપેથી દવાઓનો કર્યો સફળ પ્રયોગ, લોકોએ નામ આપ્યું પાકના ડોક્ટર

Published On - 5:40 pm, Thu, 18 November 21

Next Article