બ્રિટનમાં (Britain) છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ઉથલપાથલ મચેલી છે. નવા પીએમ બનેલા લિઝ ટ્રસના (Liz Truss) રાજીનામા બાદ સવાલ એ હતો કે હવે નવા વડાપ્રધાન કોણ બનશે? કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ઋષિ સુનકે (Rishi Sunak) આ વિવાદ બાદ મૌન ધારણ કર્યું હતું. હવે ટ્વીટ કરીને તેમણે પીએમ પદની રેસમાં સામેલ થવાની વાત કરી છે. તેમણે લખ્યું છે કે યુનાઈટેડ કિંગડમ એક મહાન દેશ છે, પરંતુ આપણે મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છીએ.
તેમણે આગળ લખ્યું કે તેથી જ હું કન્ઝર્વેટિવ પાર્ટીનો નેતા બનવા અને તમારા આગામી વડાપ્રધાન બનવા માટે ઉભો છું. હું આપણી અર્થવ્યવસ્થાને સુધારવા માંગુ છું, મારી પાર્ટીને એક કરવા માંગુ છું અને મારા દેશ માટે કામ કરવા માંગુ છું. આ પુરા વિવાદ બાદ સુનકે પહેલીવાર સત્તાવાર રીતે પીએમ પદની રેસમાં સામેલ થવાનો સ્વીકાર કર્યો છે.
એક દિવસ પહેલા જ ઋષિ સુનકના સમર્થકોએ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ ભારતીય મૂળના પૂર્વ નાણા પ્રધાને દેશના વડા પ્રધાન બનવાની રેસમાં ઉમેદવારોની યાદીમાં સામેલ થવા માટે 100 સાંસદોનું સમર્થન મેળવ્યું છે. સુનક દેશના વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે લિઝ ટ્રસની જગ્યા લેવાની રેસમાં સામેલ છે. 42 વર્ષીય સુનક માટે સમર્થકોની સંખ્યા વધી રહી છે અને કેરેબિયન દેશમાં વેકેશન પર ગયેલા દેશના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને પરત ફર્યા બાદ તેમના સમર્થનમાં પણ ઓછામાં ઓછા 100 સાંસદોનું હોવાનો દાવો કર્યો છે.
સુનક અને જોન્સનમાંથી કોઈએ પણ અત્યાર સુધી પાર્ટીના નેતા બનવા માટે ચૂંટણી લડવાની ઔપચારિક જાહેરાત કરી નથી. અત્યાર સુધી લીડર ઓફ કોમન્સ પેની મોર્ડન્ટ એકમાત્ર એવા ઉમેદવાર છે, જેમણે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે, ભૂતપૂર્વ નાણાપ્રધાન સુનકને કેટલાક ટોરી પાર્ટીના કેટલાક મંત્રીઓ અને પાર્ટીના કેટલાક સાંસદોનું સમર્થન મળ્યું છે. ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન ડોમિનિક રાબે બીબીસીને જણાવ્યું હતું કે ઉનાળા માટે ઋષિની યોજના બિલકુલ સાચી હતી અને મને લાગે છે કે તે હજુ પણ યોગ્ય યોજના છે.
તેમને કહ્યું કે “મને લાગે છે કે તે થોડી સ્થિરતા લાવવા અને પાર્ટીના લાખો કાર્યકરોને વિશ્વાસ અપાવવા અને દેશમાં બિઝનેસ વધારવા માટે યોગ્ય ઉમેદવાર છે,” રાબે કહ્યું, અમે પાછા નહીં જઈ શકીએ. અમારે દેશ અને સરકારને આગળ લઈ જવાની છે. ઘટનાઓનો નવો વળાંક સ્કાય ન્યૂઝના અહેવાલમાંથી આવ્યો છે જેમાં તેને ડોમિનિક રિપબ્લિકથી જોનસોનને તેની પત્ની અને બાળકો સાથે લંડન પરત ફરતા બતાવવામાં આવ્યા. ત્યારે ભૂતપૂર્વ વડાપ્રધાનના સહયોગીઓએ સંકેત આપ્યો છે કે તે જ્હોન્સનના ફરીથી 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર પહોંચવાના પક્ષમાં છે.