અમેરીકાએ લીધો બદલો ! 48 કલાકની અંદર ISIS-K વિરુદ્ધ કરી ડ્રોન સ્ટ્રાઇક, પેન્ટાગનનો દાવો ટારગેટને કર્યા ઠાર

|

Aug 28, 2021 | 8:42 AM

US Drone Strike Against ISIS-K : અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પાસે થયેલા આત્મઘાતી હુમલા બાદ 48 કલાકની અંદર અમેરીકાએ ઇસ્લામિક સ્ટેટ સમૂહ (ISIS-K) વિરુદ્ધ ડ્રોન સ્ટ્રાઇક કરી છે.

અમેરીકાએ લીધો બદલો ! 48 કલાકની અંદર ISIS-K વિરુદ્ધ કરી ડ્રોન સ્ટ્રાઇક, પેન્ટાગનનો દાવો ટારગેટને કર્યા ઠાર
US military said Friday it had carried out a drone strike against a "planner" of the Islamic State-Khorasan

Follow us on

US Drone Strike Against ISIS-K : અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પાસે થયેલા આત્મઘાતી હુમલા બાદ 48 કલાકની અંદર અમેરીકાએ ઇસ્લામિક સ્ટેટ સમૂહ (ISIS-K) વિરુદ્ધ ડ્રોન સ્ટ્રાઇક કરી છે. અમેરીકી રક્ષા મુખ્યાલય પેન્ટાગને દાવો કર્યો છે કે કાબુલ હુમલાના અંજામ આપનારના વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે અને ટારગેટને મારી નાખવામાં આવ્યા છે. 2 દિવસ પહેલા કાબુલ એરપોર્ટ બહાર થયેલા આત્મઘાતી હુમલામાં અમેરીકાના 13 સૈનિક સહિત 169 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

એક સમાચાર એજન્સી પ્રમાણે, અમેરીકાએ નાગરીકોને કહ્યુ છે કે તેઓ કાબુલ એરપોર્ટના ગેટને જલ્દી ખાલી કરી દે, રિપોર્ટ્સ પ્રમાણે અમેરીકાએ આ એરસ્ટ્રાઇક એફઘાનિસ્તાનના નાંગરહારમાં (Nangahar Province) કરી છે. અમેરીકી જો બાઇડેનની નેશનલ સિક્યોરીટી ટીમે રાષ્ટ્રપતિને ચેતવણી આપી હતી કે કાબુલમાં હજી એક આતંકી હુમલો થવાની શક્યતા છે. અફઘાનિસ્તાનની રાજધાનીમાં એરપોર્ટ પર સુરક્ષાના સર્વોચ્ય ઉપાયો કરવામાં આવી રહ્યા છે.

વ્હાઇટ હાઉસની પ્રવક્તા જેન સાકીએ જણાવ્યુ કે, અફઘાનિસ્તાનમાંથી અમેરીકી નાગરીક અને ત્યાંથી નિકળવા માંગતા અફઘાની લોકોના નિકાસી અભિયાનના આવનાર દિવસો થોડા જોખમ ભર્યા હશે. કાબુલ એરપોર્ટ પાસે બ્લાસ્ટમાં 13 સૈનિકોના મોત બાદ અમેરીકાએ જણાવ્યુ હતુ કે ઓગસ્ટ 2011 બાદથી અફઘાનિસ્તાનમાં અમેરીકી સેના માટે આ સૌથી ઘાતક દિવસમાંથી એક છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કાબુલમાં હજી પણ આતંકી હુમલા થવાની શક્યતા઼

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની રાષ્ટ્રીય સુરક્ષા ટીમે રાષ્ટ્રપતિને જણાવ્યું છે કે કાબુલમાં બીજો આતંકવાદી હુમલો થવાની શક્યતા છે અને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ એરપોર્ટ પર સૌથી વધુ સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે એ પણ કહ્યું કે આ મિશનના આગામી થોડા દિવસો અત્યાર સુધીનો સૌથી ખતરનાક સમય હશે.

રાષ્ટ્રપતિ  બાઇડેનને આ વિશે જાણ કરવામાં આવી હતી જ્યારે તેઓ તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે સિચ્યુએશન રૂમમાં મળ્યા હતા, જેમાં ક્ષેત્રના ટોચના કમાન્ડરો અને રાજદ્વારીઓ સામેલ હતા. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ સુરક્ષિત વીડિયો ટેલિકોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. રાષ્ટ્રપતિએ યુએસ લશ્કરી હાજરી સમાપ્ત થયા પછી પણ અન્ય દેશના નાગરિકો અને અફઘાન નાગરીકો માટે દેશ છોડવા સલામત માધ્યમ મેળવવા આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે રાજદ્વારી પ્રયાસો ચાલુ રાખવા નિર્દેશ આપ્યો.

આ પણ વાંચો –

Indian Railways: હવે ટ્રેનમાં AC યાત્રા થશે સસ્તી, AC થ્રી ટાયરથી 8 ટકા ઓછું હશે સ્પેશિયલ ઈકોનોમી AC-3 ટાયરનું ભાડું

આ પણ વાંચો –

corona vaccination: રસીકરણનો રેકોર્ડ, એક જ દિવસમાં અપાયા 1 કરોડથી વધુ ડોઝ, PM મોદી-આરોગ્ય પ્રધાન માંડવિયાએ બિરદાવી કામગીરી

 

Next Article