Report : કોરોના કાળમાં ગ્લોવ્સ અને માસ્કના 80 લાખ ટન કચરાનું શું થયું ? થયો ચોંકાવનારો ખુલાસો

|

Nov 11, 2021 | 1:09 PM

સંશોધકોનું કહેવું છે કે મહામારીમાં પ્લાસ્ટિકનો વધતો કચરો નદીઓ અને મહાસાગરોની સમસ્યાનું એક નવું સ્વરૂપ છે.

Report : કોરોના કાળમાં ગ્લોવ્સ અને માસ્કના 80 લાખ ટન કચરાનું શું થયું ? થયો ચોંકાવનારો ખુલાસો
File photo

Follow us on

છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી કોરોના (corona) મહામારી ચાલી રહી છે. કોરોના મહામારી દરમિયાન સૌથી વધુ ઉપયોગ થયો હોય તો તે છે ગ્લોવ્સ (Gloves) અને માસ્કનો.(Mask) પરંતુ શું તમને ખબર છે કે, આ વપરાયેલા માસ્ક અને ગ્લોવ્સનું શું થયું ? કોરોના મહામારીને કારણે વૈશ્વિક સ્તરે 80 લાખ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો (80 Lakh Tons Of Plastic Waste) પેદા થયો છે. 

જેમાંથી 25,000 ટનથી વધુ પ્લાસ્ટિકનો કચરો મહાસાગરોમાં ગયો છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. ‘પ્રોસિડિંગ્સ ઑફ ધ નેશનલ એકેડેમી ઑફ સાયન્સ’ જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સમુદ્રના પ્લાસ્ટિકના ભંગારનો નોંધપાત્ર હિસ્સો ત્રણથી ચાર વર્ષમાં મોજા દ્વારા દરિયાકિનારા પર પહોંચવાની અપેક્ષા છે. કાટમાળનો એક નાનો હિસ્સો ખુલ્લા મહાસાગરમાં જશે જે આખરે સમુદ્રના તટપ્રદેશના કેન્દ્રોમાં ફસાઈ જશે.

સંશોધકોએ નોંધ્યું છે કે કોરોના મહામારીને કારણે ફેસ માસ્ક, ગ્લોવ્સ અને ફેસ શિલ્ડ જેવા સિંગલ-યુઝ પ્લાસ્ટિકની માંગમાં વધારો કર્યો છે. પરિણામે, પેદા થતા કચરાનો કેટલોક હિસ્સો નદીઓ અને મહાસાગરોમાં જાય છે જેનાથી વૈશ્વિક પ્લાસ્ટિકની સમસ્યા પહેલાથી જ અંકુશ બહાર જેમાં વધારો થયો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ચીનની નાનજિંગ યુનિવર્સિટી અને યુ.એસ.ના સાન ડિએગોમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (UC) ના સંશોધકોની આગેવાની હેઠળની ટીમે જમીનના સ્ત્રોતમાંથી નીકળતા પ્લાસ્ટિક પર રોગચાળાની અસરને માપવા માટે નવા વિકસિત મહાસાગર પ્લાસ્ટિકના આંકડાકીય મોડેલનો ઉપયોગ કર્યો હતો.

તેઓએ 2020 માં રોગચાળાની શરૂઆતથી ઓગસ્ટ 2021 સુધીના ડેટાનો સમાવેશ કર્યો, જેમાં જાણવા મળ્યું કે સમુદ્રમાં જતો મોટાભાગનો વૈશ્વિક પ્લાસ્ટિકનો કચરો એશિયામાંથી આવી રહ્યો છે, જેમાં મોટાભાગનો હોસ્પિટલનો કચરો છે. અભ્યાસમાં વિકાસશીલ દેશોમાં મેડિકલ વેસ્ટના બહેતર વ્યવસ્થાપનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

યુસી સાન ડિએગોના આસિસ્ટન્ટ પ્રોફેસર, સહ-લેખક અમીના શોર્ટઅપે જણાવ્યું હતું કે, “જ્યારે અમે ગણતરીઓ શરૂ કરી ત્યારે અમને એ જાણીને આશ્ચર્ય થયું કે તબીબી કચરાનું પ્રમાણ વ્યક્તિઓના અંગત કચરા કરતાં ઘણું વધારે હતું.” તેમાંથી ઘણો ભાગ એશિયન દેશોમાંથી આવતો હતો. શોર્ટઅપે જણાવ્યું હતું કે, “વધુ કચરાનો સૌથી મોટો સ્ત્રોત એવા વિસ્તારોની હોસ્પિટલો છે જે રોગચાળા પહેલા કચરાના વ્યવસ્થાપનની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહી હતી.”

“અભ્યાસમાં સામેલ નાનજિંગ યુનિવર્સિટીના પ્રોફેસર યાન્ક્સુ ઝાંગે જણાવ્યું હતું કે, MITGCM-પ્લાસ્ટિક મોડલ (NJU-MP) એક ‘વર્ચ્યુઅલ રિયાલિટી’ જેવું કામ કરે છે.” આ ‘મોડલ એનું અનુકરણ કરે છે કે કેવી રીતે પવનની અસરોથી સમુદ્રમાં મોજાં ફરતા રહે છે અને કેવી રીતે પ્લાસ્ટિક સમુદ્રની સપાટી પર તરે છે, સૂર્યપ્રકાશથી ક્ષીણ થઈ જાય છે.

દરિયાકિનારા પર પાછા આવે છે અને ઊંડા પાણીમાં ડૂબી જાય છે.’ એશિયન નદીઓ કુલ પ્લાસ્ટિકના 73 ટકા હિસ્સો ધરાવે છે, જેમાં ટોચની ત્રણ ફાળો આપનાર શત અલ-અરબ, સિંધુ અને યાંગ્ત્ઝે નદીઓ છે, જે પર્સિયન ગલ્ફ, અરબી સમુદ્ર અને પૂર્વ ચીન સમુદ્રમાં વહે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે યુરોપીયન નદીઓમાંથી 11 ટકા પ્લાસ્ટિક કચરો મહાસાગરોમાં આવે છે.

આ પણ વાંચો : Corona Vaccine : શું હવે કોરોનાની નોઝલ વેક્સિન આવશે ? વેક્સિનના બુસ્ટર ડોઝને લઈને આવ્યું મહત્વનું નિવેદન

આ પણ વાંચો : Boney Kapoor Birthday: બોની કપૂર શ્રીદેવી સાથે કરવા માંગતા હતા લગ્ન, પરંતુ તેને રાખડી બંધાવવાની ફરજ પડી

Published On - 1:07 pm, Thu, 11 November 21

Next Article