ચીનમાં શી જિનપિંગ સામે પૂર્વ સૈનિકો બળવો કરે તેવી સ્થિતિ, ગલવાન ખીણ પ્રદેશમા માર્યા ગયેલા ચીન સૈન્યના મુદ્દે પીએલએ વહેચાયુ બે ભાગમાં

ચીનમાં શી જિનપિંગ સરકાર સામે કોઈપણ ક્ષણે બળવો ફાટી નિકળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચીન સરકારની રીતીનિતીથી કેટલાક નિવૃત અને કાર્યરત સૈન્ય દુઃખી હોવાની વાત ચીનની કોમ્યુનિષ્ટ પાર્ટી (CCP)ના પૂર્વ નેતાને ટાંકીને મિડીયા રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, ચીન સરકારને બીક છે કે. જો ગલવાન ખીણ પ્રદેશમાં ભારતીય સૈન્યના હાથે માર્યા ગયેલા સૈનિકોની વાત જાહેર […]

ચીનમાં શી જિનપિંગ સામે પૂર્વ સૈનિકો બળવો કરે તેવી સ્થિતિ, ગલવાન ખીણ પ્રદેશમા માર્યા ગયેલા ચીન સૈન્યના મુદ્દે પીએલએ વહેચાયુ બે ભાગમાં
Follow Us:
| Updated on: Jul 01, 2020 | 2:25 PM

ચીનમાં શી જિનપિંગ સરકાર સામે કોઈપણ ક્ષણે બળવો ફાટી નિકળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચીન સરકારની રીતીનિતીથી કેટલાક નિવૃત અને કાર્યરત સૈન્ય દુઃખી હોવાની વાત ચીનની કોમ્યુનિષ્ટ પાર્ટી (CCP)ના પૂર્વ નેતાને ટાંકીને મિડીયા રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, ચીન સરકારને બીક છે કે. જો ગલવાન ખીણ પ્રદેશમાં ભારતીય સૈન્યના હાથે માર્યા ગયેલા સૈનિકોની વાત જાહેર કરીશુ તો બળવાની સ્થિતિ સર્જાશે. પીપલ્સ લિબરેશન આર્મી (PLA) છેલ્લા ઘણા સમયથી ચીનની સરકારની મુખ્ય તાકાત બની બેઠી છે. પીએલએમાં શી જીનપીગ તરફી અને વિરોધી એમ બે છાવણી અસ્તિત્વમાં છે. પણ સૈન્ય શિસ્તને કારણે તેઓ કોઈ અજુગતી કામગીરી કરતા નથી. પરંતુ જો પીએલએના વર્તમાન સૈન્યની ભાવનાને ઠેસ પહોચે તો જીનપીંગ વિરોધી જૂથ, વર્તમાન અને નિવૃત સૈન્ય જવાનો ભેગા થઈને શી જિનપીંગની સત્તાને પડકાર શકે છે. ગલવાન ખીણ પ્રદેશમાં બનેલી ઘટનામાં માર્યા ગયેલા ચીની સૈન્યનો આંકડો ચીન સરકારે હજુ સુધી સત્તાવાર જાહેર કર્યો નથી. સરકારને ડર છે કે માર્યા ગયેલા સૈન્યનો સાચો આંક જાહેર કરવાથી સૈન્ય જવાનોની લાગણી ભડકશે. અને તેનો ભોગ વર્તમાન સરકારને બનવું પડે તેવી સ્થિતિ છે. આથી આ અંગે હજુ સુધી કોઈ જ સત્તાવાર જાહેરાત નથી કરી માત્ર સૈન્ય જવાનો માર્યા ગયા હોવાનીી કબૂલાત ગ્લોબલ ટાઈમ્સમાં કરાઈ છે. જેના કારણે જ પીએલએના 5.7 કરોડ પૂર્વ સૈનિકોમાં આક્રોશની લાગણી ફેલાયેલી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">