Pakistanની ઈજ્જતની હરાજી પર લાગ્યા તેના જ મંત્રી, વાંચો TearGasનાં ઉપયોગ પર શું આપ્યું હાસ્યાસ્પદ નિવેદન

|

Feb 15, 2021 | 10:45 AM

પાકિસ્તાનના એક મંત્રી જે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. તેમણે ફરી એક વાર વિવાદિત નિવેદન આપ્યું છે. શેખ રાશિદ અહમદે પ્રદર્શનકારીઓ વિષે બુદ્ધિહીન નિવેદન આપ્યું છે.

Pakistanની ઈજ્જતની હરાજી પર લાગ્યા તેના જ મંત્રી, વાંચો TearGasનાં ઉપયોગ પર શું આપ્યું હાસ્યાસ્પદ નિવેદન
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

પાકિસ્તાનના એક મંત્રી જે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. તેમણે ફરી એક વાર વિવાદિત નિવેદન આપ્યું છે. શેખ રાશિદ અહમદે પ્રદર્શનકારીઓ પર છોડવામાં આવેલા આંસુ ગોળા પર બુદ્ધિહીન નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ઘણા સમયથી આ આંસુ ગેસના ગોળાનો ઉપયોગ નહતો કરાયો તેથી તેના ટેસ્ટ માટે પ્રદર્શનકારીઓ પર પ્રયોગ કરવામાં આવ્યો.

અહેવાલ મુજબ રાવલપીંડીના એક સમારોહમાં કર્મચારીઓના વિરોધ પ્રદર્શન પર વાત કરતા કહ્યું કે આંદોલનકારીઓ પર ઓછી સંખ્યામાં આંસુ ગેસનો ઉપયોગ કરાયો, વધારે નહીં. અખબારના સમાચાર મુજબ, સરકારી કર્મચારીઓની રેલી શનિવારે થઈ હતી. જેમાં વિરોધ કરી રહેલા લોકોને વિખેરવા માટે લગભગ 1 હજાર આંસુ ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. વિરોધ કરનારાઓ સરકારને મોંઘવારી અનુસાર પગાર વધારવાની માંગ કરી રહ્યા હતા. પ્રદર્શનનું સંચાલન ઓલ ગવર્મેન્ટ એમ્પ્લોઇઝ ગ્રાન્ડ એલાયન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે જ્યાં સુધી સરકાર તેના પર યોગ્ય નિર્ણય નહીં લે ત્યાં સુધી તેઓ સચિવાલયની બહાર બેઠા રહેશે. આ વિરોધ કરનારાઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પછીથી સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી.

મંત્રી રાશિદે કહ્યું કે ખરેખર આંસુ ગેસના શેલ છોડવાની સમસ્યા નથી પરંતુ પગાર વધારવાની છે. એવા સમયે કે જ્યારે દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે ત્યારે પગારમાં વધારો કરવાથી સરકારી તિજોરી પર ઘણો બોજો પડશે. તેણે એમ પણ કહ્યું કે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાને કોરોનાના રોગચાળામાંથી બહાર લાવવા માટે ઘણું કર્યું છે. આ માટે વડા પ્રધાને સેના સાથે મળીને જેહાદ લગાવી દીધું છે. પી.ડી.એમ. રેલીઓનો ઉલ્લેખ કરતાં રાશિદે કહ્યું હતું કે જો તે દેશના બંધારણનો આદર કરે છે અને જો પ્રદર્શનકારીઓ એને માને તો તેનું સ્વાગત કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો બંધારણના કાર્યક્ષેત્રની અંદર રહીને વિરોધ કરે છે તો કોઈ મુશ્કેલી નહીં થાય. પરંતુ જો તે ઈસ્લામાબાદ આવીને બંધારણની બહાર જઈને વિરોધ કરશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. તેઓ અહીં દસ વાર આવશે, તો પણ તેમને દર વખતે પાછા મોકલવામાં આવશે.

 

Next Article