QUAD SUMMIT: ભારતની વિશ્વમાં વાહવાહી, ભારતમાં બનશે અમેરિકન વેક્સિન

|

Mar 13, 2021 | 9:49 AM

શુક્રવારે ક્વાડના ટોચના નેતાઓની એક બેઠકમાં કોવિડ વેક્સિન માટેના સંયુક્ત અભિયાન પર ચર્ચા થઇ. ક્વાડ દેશો વૈશ્વિક રસીકરણમાં અને ખાસ કરીને હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં રસીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જે અંતર્ગત અમેરિકન વેક્સિન ભારતમાં બનાવવામાં આવશે.

QUAD SUMMIT: ભારતની વિશ્વમાં વાહવાહી, ભારતમાં બનશે અમેરિકન વેક્સિન
Quad summit

Follow us on

QUAD SUMMIT: ક્વાડ દેશો વૈશ્વિક રસીકરણમાં અને ખાસ કરીને હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં રસીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સાથે વેક્સિન ઉત્પાદનમાં ભારતની ભૂમિકા વધશે. અમેરિકન રસી ભારતમાં બનાવવામાં આવશે. શુક્રવારે ક્વાડના ટોચના નેતાઓની એક બેઠકમાં કોવિડ વેક્સિન માટેના સંયુક્ત અભિયાન પર ચર્ચા થઇ. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે કોરોના વેક્સિન ભારતમાં બનાવવામાં આવશે. યુ.એસ. અને જાપાન આ વેક્સિન બનાવવામાં ભંડોળ પૂરું પાડશે. તેમજ ઓસ્ટ્રેલિયા લોજિસ્ટિક મુદ્દાઓ અને વિતરણનું સંચાલન કરશે.

આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, જાપાનના વડા પ્રધાન યોશીહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને ભાગ લીધો હતો. હમણાં કોવિડને કારણે વર્ચુઅલ મીટિંગ કરવી પડી રહી છે. ક્વાડ દેશોએ ક્વાડ કોન્ફરન્સ દરમિયાન કોવિડ -19 સામે લડવાનો સામૂહિક સંકલ્પ લીધો હતો. આ અંતર્ગત ભારતમાં અમેરિકન રસી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વમાં સૌથી મોટી સંખ્યામાં રસીનું ઉત્પાદન ભારતમાં થાય છે. અમેરિકન જહોન્સન એન્ડ જહોન્સન વેક્સિન વિશેષતા એ છે કે તેનો માત્ર એક ડોઝ જ કારગરો છે. તેથી ઉત્પાદનથી વિતરણ સુધી તેનો ખર્ચ ઓછો થાય છે.

ભારતની થઈ પ્રશંસા

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ભારતમાં મોટાપાયે ઉત્પાદન બાદ વેક્સિન કિંમતમાં પણ ઘટાડો થઇ શકે છે. હાલમાં ભારતમાં અમેરિકન વેક્સિનના ઉપયોગની મંજૂરી નથી, પરંતુ જ્યારે તેનું ઉત્પાદન થશે ત્યારે પરીક્ષણની પરવાનગી આપવામાં આવશે અને કાર્યવાહી અનુસાર તેના ઉપયોગને પરવાનગી પણ આપી શકાય છે. કોવિડ રસીકરણ અંગે ક્વાડ દેશોના ઉચ્ચ નેતૃત્વના નિર્ધારને વિશ્વમાં રસીકરણની દ્રષ્ટિએ એક મોટું પગલું માનવામાં આવે છે. આ બેઠકમાં લગભગ 70 દેશોને વેક્સિન આપવા માટે ભારતની પ્રશંસા કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં મુક્ત, સ્વતંત્ર, એકીકૃત અને સલામત હિન્દ પ્રશાંત ક્ષેત્રની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ચીનને હેરાન કરી ડે એવા મુદ્દાઓ પણ ઉભા થયા હતા. એલએસીની સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી. મ્યાનમારમાં લોકશાહીની પુન:સ્થાપ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વસુધૈવ કુટુંબકમના વિચારનો વિસ્તાર: મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંક્ષિપ્ત, પરંતુ સભામાં મહત્વપૂર્ણ સંબોધનમાં જણાવ્યું હતું કે અમે લોકશાહી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતામાં અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં બધાને મફત, ખુલ્લા અને સમાન તક બનાવવા માટે એકમત છીએ. આજે અમારો એજન્ડા રસી ઉત્પાદન, આબોહવા પરિવર્તન અને નવી તકનીકી છે, જે ક્વાડને વિશ્વ માટે સકારાત્મક શક્તિ બનાવે છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે, હું તેને ભારતના વસુધૈવ કુટુંબકમના વિચારનું વિસ્તરણ માનું છું, જેનો સાર એ છે કે આખું વિશ્વ એક પરિવાર છે. હિન્દ-પ્રશાંત ક્ષેત્રને સલામત, સ્થિર અને સમૃદ્ધ બનાવવા માટે અમે પહેલા કરતા વધુ કામ કરીશું. આજની મીટિંગ સૂચવે છે કે ક્વાડનો સમય આવી ગયો છે. આ ક્ષેત્રમાં સ્થિરતા જાળવવા માટે આ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ સાબિત થશે.

Next Article