Quad Summit in Tokyo: પીએમ મોદીએ કહ્યું- ક્વાડ ગ્રુપે ઓછા સમયમાં વૈશ્વિક સ્તરે મહત્વનું સ્થાન બનાવ્યું છે

|

May 24, 2022 | 9:24 AM

ક્વાડ લીડર્સ સમિટ (Quad Summit) પહેલા પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, 'ક્વાડ ગ્રુપે ખૂબ જ ઓછા સમયમાં વૈશ્વિક સ્તરે મહત્વનું સ્થાન બનાવ્યું છે.'

Quad Summit in Tokyo: પીએમ મોદીએ કહ્યું- ક્વાડ ગ્રુપે ઓછા સમયમાં વૈશ્વિક સ્તરે મહત્વનું સ્થાન બનાવ્યું છે
PM Modi, Quad Summit in Tokyo
Image Credit source: ANI

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના (Japan) બે દિવસના પ્રવાસે છે. અહીં તેમણે ક્વાડ સમિટમાં (Quad Summit) ભાગ લીધો હતો. આ મીટિંગમાં પીએમ મોદી અને જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) અને ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ હાજર રહ્યા હતા. ક્વાડની બેઠકમાં ભારતના વડા પ્રધાન મોદીએ (PM Narendra Modi) કહ્યું હતું કે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, જાપાન અને ભારતનો પરસ્પર વિશ્વાસ અને નિર્ણય લોકતાંત્રિક શક્તિઓને નવી ઊર્જા આપી રહ્યો છે. ક્વાડ લીડર્સ સમિટ પહેલા પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, “ક્વાડ ગ્રુપે ખૂબ જ ટૂંકા ગાળામાં વૈશ્વિક સ્તરે નોંધપાત્ર સ્થાન બનાવ્યું છે.”

તેમણે કહ્યું, ‘આજે ‘ક્વોડ’નો વ્યાપ વધ્યો છે. તેનું સ્વરૂપ અસરકારક બન્યું છે. આપણો પરસ્પર વિશ્વાસ, નિશ્ચય લોકતાંત્રિક શક્તિઓને નવી ઉર્જા અને ઉત્સાહ આપી રહ્યો છે. “ક્વાડ” ના સ્તરે અમારો પરસ્પર સહયોગ એક મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ‘ઇન્ડો પેસિફિક રિજન’ ને પ્રોત્સાહન આપી રહ્યો છે, જે આપણા બધાનો એક સામાન્ય ઉદ્દેશ્ય છે.’ PM એ કહ્યું, ‘કોવિડ-19 હોવા છતાં, અમે રસીનું વિતરણ કર્યું છે, આબોહવા પર યોગ્ય કાર્યવાહી, સપ્લાય ચેઇનમાં ફેરફાર, આપત્તિ પ્રતિભાવ, નાણાકીય સહાયથી ઘણા ક્ષેત્રોમાં પરસ્પર સંકલન વધ્યું છે. ક્વાડ ગ્રુપ ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી રહ્યું છે.

ચીનને સ્પષ્ટ સંભળાવતા પીએમ મોદી

જાપાનના ટોક્યોમાં ક્વાડ લીડર્સ સમિટમાં મોદીએ ચીનના આક્રમક વલણનો જવાબ આપ્યો અને કહ્યું કે ક્વાડ સ્તરે ચાર દેશોના પરસ્પર સહયોગથી મુક્ત, ખુલ્લા અને સમાવેશી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ આપણા બધાનું એક સમાન અને સામાન્ય લક્ષ્ય છે. એન્થોની અલ્બેનીઝને ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાવા પર અભિનંદન આપતા પીએમ મોદીએ કહ્યું કે, ‘સૌથી પહેલા હું ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસને અભિનંદન આપું છું. હું તેમને ચૂંટણી જીતવા અને દેશના નવા પીએમ તરીકે ચૂંટાવા માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું. તમે શપથ લીધાના 24 કલાક પછી જ ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો. તે તમારી મિત્રતાની તાકાત અને ક્વાડ પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Next Article