Quad Meeting : ચીનને મજા ચખાડવા QUADના નેતાઓ વ્હાઇટ હાઉસમાં કરશે ડિનર ડિપ્લોમસી

|

Sep 22, 2021 | 8:25 PM

Quad Summit 2021: ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે અમેરિકા (America) જવા રવાના થયા હતા.

Quad Meeting : ચીનને મજા ચખાડવા QUADના નેતાઓ વ્હાઇટ હાઉસમાં કરશે ડિનર ડિપ્લોમસી
PM Modi- Joe Biden

Follow us on

યુએસ પ્રમુખ જો બાઈડન (Joe Biden) 24 સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં યોજાનારી પ્રથમ ક્વાડ (Quad Meeting) કન્ટ્રીઝ સમિટનું આયોજન કરશે. વ્હાઈટ હાઉસ (White house) દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ બાઈડન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના સ્કોટ મોરિસન, જાપાનના પીએમ યોશીહિદે સુગાનું સ્વાગત કરશે.

 

ત્યારે આજથી 2 વર્ષ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. તે સમયે વડાપ્રધાને અમેરિકાના હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પીએમ મોદીનું 50 હજારથી વધુ લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ હાઉડી કાર્યક્રમ કરતા અલગ જ હશે. ટ્રમ્પની સ્ટાઈલથી અલગ જ રીતે યુએસ રાષ્ટ્રપ્રમુખ બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આ મુલાકાત પર ભાર આપશે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

 

આ પાછળનું કારણ એ છે કે બાઈડન QUADની પ્રથમ બેઠકનું આયોજન કરી રહ્યા છે. ક્વાડ ચાર દેશોનું જૂથ છે, જેમાં ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે અને ઈન્ડો-પેસિફિકમાં ચીનની વધતી દખલને રોકવા માટે અન્ય ત્રણ દેશો માટે ભારતની હાજરી અત્યંત મહત્વની છે.

 

QUADની આ બેઠક અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રલિયા વચ્ચેના કરાર બાદ થઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાને પરમાણુ સબમરીન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં કોઈ શંકા નથી કે ક્વાડ બેઠક ચીન પર ધ્યાન કેન્દ્રિત કરશે. 23 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સાથે અમેરિકાના રાષ્ટ્ર્પતિ QUAD દેશોના નેતાઓ માટે ડિનરનું આયોજન કરશે.

 

ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર “QUAD ફ્રેમવર્કનો હેતુ રચનાત્મક અને વ્યાપક સહકારને પ્રોત્સાહન આપવાનો છે. ગ્રુપના ચાર દેશો કનેક્ટિવિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, ક્લાઈમેટ, એજ્યુકેશન જેવા મુદ્દાઓ પર સાથે કામ કરવા માગે છે. આ સાથે જ અમારું ધ્યાન કોરોના અને કોરોના રસીકરણ ઉપર પણ છે.

 

છેલ્લા બે વર્ષ દરમિયાન ક્વાડ પ્રવૃત્તિમાં એક્ટિવ થયું છે. જ્યારે આ ચાર દેશોના નેતાઓએ 2017માં આસિયાન સમિટ દરમિયાન તેને મજબૂત કરવા માટેની મહેનત હાથ ધરી હતી. આ વખતે તેની બેઠક વિશે કોઈ દિશાહિનતા હોય તેવું લાગતું નથી. ચીનને આ જ વસ્તુ પસંદ નથી. એક તરફ તે ઓકસ પ્રસ્તાવથી પહેલેથી જ ગુસ્સે થઈ ગયો છે. હવે ચાર દેશ એક જ દિશામાં કામ કરી રહ્યું છે. જેમાં ફ્રાન્સ માર્ગદર્શક તરીકે કામ કરે છે, તેથી ચીનની પરેશાનીમાં વધારો થયો છે.

 

અમેરિકાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી પોતાના અલગ જ અંદાજમાં જોવા મળશે. વડાપ્રધાન મોદી તેમની કેન્દ્રીય ભૂમિકાથી બાઈડન પાસેથી લશ્કરી સાધનો ખરીદવાની તક પણ આપી શકે છે. ઉપરાંત, તેઓ ખાતરી મેળવવા માંગે છે કે ઓકસે કોઈ પણ રીતે QUADને નબળું પાડવું જોઈએ નહીં, કારણ કે ભવિષ્યમાં આવા જોખમો રહે છે.

 

આ મુલાકાતનો બીજો મુખ્ય મુદ્દો અફઘાનિસ્તાન પણ હશે. અફઘાનિસ્તાન કેસમાં પોતાનું સ્થાન ના બનાવનાર અમેરિકા ક્યાંક અપરાધભાવ સાથે હોય તેવું લાગે છે અને ભારત ચોક્કસપણે આ તકનો લાભ લેવા માંગશે. મોદી અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય છે અને 25 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમનું ભાષણ વૈશ્વિક આતંકવાદ પર કેન્દ્રિત કરે તેવી શક્યતા છે. આપણને અહીં મોદીનો નવો અવતાર જોવા મળશે.

 

આ દરમિયાન ભારતની કોશિશ રહેશે કે પાકિસ્તાનના કાશ્મીર ગુસ્સાને બેઅસર કરવામાં આવે. વાણિજ્ય, વેપાર અને કોવિડ પર પણ ચર્ચા થશે, પરંતુ વાસ્તવમાં આ મુલાકાત ચીન પર કેન્દ્રિત છે. નોંધનીય છે કે વ્હાઈટ હાઉસમાં QUAD ગ્રુપની બેઠક પહેલા પીએમ મોદી અને બાઈડન વચ્ચે ચર્ચા થઈ શકે છે.

 

રિપોર્ટમાં વોશિંગ્ટન અને નવી દિલ્હીના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી 23 સપ્ટેમ્બરે ભાગીદારો ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે પ્રથમ દ્વિપક્ષીય બેઠક કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પીએમ મોદી જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે મુક્ત, ખુલ્લા, સમૃદ્ધ અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના ઉદ્દેશને વહેંચી ચૂક્યા છે.

 

આ પણ વાંચો  : DC VS SRH, Live Score, IPL 2021 : સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, વોર્નરને ટીમમાં સ્થાન મળ્યું

 

આ પણ વાંચો :Narendra Giri death case : આનંદ ગિરિ અને આદ્યા તિવારીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા

Published On - 8:08 pm, Wed, 22 September 21

Next Article