પુતિને ક્રિમીયા બ્રિજ પરના હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો, યુક્રેન પર કરી શકે છે મોટી કાર્યવાહી

|

Oct 10, 2022 | 1:13 PM

ક્રિમિઅન દ્વીપકલ્પ રશિયા માટે ખૂબ મહત્વ ધરાવે છે અને દક્ષિણમાં તેની લશ્કરી કામગીરી માટે પણ જરૂરી છે. જો આ બ્રિજ બંધ થઈ જાય, તો તે ક્રિમીયામાં માલસામાનનું પરિવહન કરવાનું વધુ મુશ્કેલ બનાવશે.

પુતિને ક્રિમીયા બ્રિજ પરના હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો, યુક્રેન પર કરી શકે છે મોટી કાર્યવાહી
Vladimir Putin, President, Russia

Follow us on

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) રશિયાને ક્રિમિયા સાથે જોડતા કેર્ચ બ્રિજ પરના હુમલાને યુક્રેનિયન સ્પેશિયલ સર્વિસિસ દ્વારા “આતંકવાદી હુમલો” ગણાવ્યો છે. રશિયન સમાચાર એજન્સીએ આ માહિતી આપી છે. પુતિને રવિવારે વિડિયો કોન્ફરન્સ દ્વારા રશિયન તપાસ સમિતિના અધ્યક્ષ એલેક્ઝાંડર બાસ્ટ્રિકિનને જણાવ્યું કે “તેમાં કોઈ શંકા નથી કે આ એક આતંકવાદી હુમલો છે, જેનો હેતુ મહત્વપૂર્ણ નાગરિક માળખાકીય સુવિધાઓનો નાશ કરવાનો છે,” એલેક્ઝાંડર બાસ્ટ્રિકિને કહ્યુ કે, આતંકવાદી કૃત્ય તરીકે ગણીને કાર્યવાહી કરવાનો વિકલ્પ ખુલ્લો છે.

પુતિન રશિયાની તપાસ સમિતિના વડા એલેક્ઝાન્ડર બેસ્ટ્રીકિન સાથે મુલાકાત કરી રહ્યા હતા, જેઓ પુલ પર શનિવારે થયેલા વિસ્ફોટની તપાસના તારણો રજૂ કરી રહ્યા હતા. હકીકતમાં, રશિયાને ક્રિમીયન દ્વીપકલ્પ સાથે જોડતા ‘કેર્ચ બ્રિજ’ પર શનિવારે થયેલા વિસ્ફોટ બાદ ભારે આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હતા અને પુલનો એક ભાગ પણ તૂટીને દરિયામાં ડૂબી ગયો હતો. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આ પુલનો વિનાશ રશિયા માટે મોટી સમસ્યા છે. કારણ કે ક્રિમીઆ દ્વારા જ રશિયા યુક્રેનના દક્ષિણ ભાગમાં યુદ્ધના સાધનો મોકલે છે.

યુરોપનો સૌથી લાંબો પુલ

યુક્રેન સમયાંતરે આ પુલ પર હુમલો કરવાની ધમકી આપતું રહ્યું છે. ક્રિમિયન દ્વીપકલ્પની રશિયન સમર્થિત પ્રાદેશિક સંસદના સ્પીકરે વિસ્ફોટ માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું છે. રશિયાની નેશનલ કાઉન્ટર-ટેરરિઝમ કમિટીએ જણાવ્યું હતું કે ટ્રકમાં મુકવામાં આવેલ બોમ્બ વિસ્ફોટ થતાં બળતણ વહન કરતી ટ્રેનની 7 બોગીમાં આગ લાગી હતી. જેથી પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ 19-કિલોમીટર (12-માઇલ) લાંબો બ્રિજ વર્ષ 2018 માં કાળા સમુદ્ર અને એઝોવ સમુદ્રને જોડતા કેર્ચ સ્ટ્રેટ પર બનાવવામાં આવ્યો હતો. આ યુરોપનો સૌથી લાંબો પુલ છે. તેને બનાવવામાં $3.6 બિલિયનનો ખર્ચ થયો હતો. રશિયાએ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરીને 2014માં ક્રિમિયાને યુક્રેનથી કબજે કરી લીધું અને પછી આ પુલ બનાવ્યો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ઝાપોરિઝિયા પર હુમલો – 17 માર્યા ગયા

ક્રિમિઅન દ્વીપકલ્પ રશિયા માટે ખૂબ મહત્વ ધરાવે છે અને દક્ષિણમાં તેની લશ્કરી કામગીરી માટે પણ જરૂરી છે. જો આ બ્રિજ બંધ થઈ જાય, તો તે ક્રિમીયામાં માલસામાનનું પરિવહન કરવાનું વધુ મુશ્કેલ બનાવશે. જો કે યુક્રેન એ વાતને નકારી રહ્યું છે કે, તેણે આ હુમલો કર્યો છે. પરંતુ રશિયા ક્યાંક ને ક્યાંક આ વિસ્ફોટ માટે યુક્રેનને જવાબદાર ઠેરવી રહ્યું છે. આ ઘટના બાદ રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કરી દીધા છે. યુક્રેનના ઝાપોરિઝ્ઝ્યા શહેરમાં રવિવારે એક એપાર્ટમેન્ટ પર રશિયન હુમલામાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા. શહેર પર રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં ઓછામાં ઓછા 20 મકાનો અને 50 એપાર્ટમેન્ટને પણ નુકસાન થયું હતું.

 

 

Next Article