AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ પાકિસ્તાનીઓ પણ ગજબ છે ! દેશના ટોચના નેતાની ધરપકડ પર વિરોધ પ્રદર્શન અને ચોરી કરી તોપ, સ્ટ્રોબેરી અને ટુવાલની , જુઓ Video

Imran Khan:ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના ઈસ્લામાબાદ, કરાચી, લાહોર, રાવલપિંડી અને અન્ય શહેરોમાં પીટીઆઈ સમર્થકોએ હંગામો શરૂ કર્યો હતો. આ દરમિયાન લાહોરમાં ગવર્નર હાઉસને આગ લગાડવામાં આવી હતી.

આ પાકિસ્તાનીઓ પણ ગજબ છે ! દેશના ટોચના નેતાની ધરપકડ પર વિરોધ પ્રદર્શન અને ચોરી કરી તોપ, સ્ટ્રોબેરી અને ટુવાલની , જુઓ Video
PTI supporters set fire to Pakistani officials' house, steal cannon, strawberries and towels, watch video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 12:54 PM
Share

Imran Khan Arrested:ગઈકાલે એટલે કે મંગળવાર (9 મે) પાકિસ્તાન માટે દુઃસ્વપ્ન સમાન હતો,કારણ કે ગઈકાલે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન(Imran Khan)ની ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. દેશના દરેક નાના-મોટા શહેરમાં તોડફોડ કરવામાં આવી હતી.

ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સેંકડો સમર્થકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધ દરમિયાન પીટીઆઈ સમર્થકોએ દેશના તમામ રસ્તાઓ પર આગચંપી પણ કરી હતી. લાહોરમાં પાકિસ્તાન આર્મી કમાન્ડરના ઘરની પણ તોડફોડ કરી અને રસોડામાં રાખેલી ખાણીપીણીની ચીજવસ્તુઓની ચોરી કરીને ભાગી ગયો.

પાકિસ્તાનના હુમલા સંબંધિત વીડિયો વાયરલ થયો હતો

ઈમરાન ખાનની ધરપકડ બાદ સરકારે કલમ 144 લાગુ કરી હતી, પરંતુ તેની કોઈ અસર જોવા મળી નથી. પીટીઆઈના સમર્થકોએ પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓના ઘરોને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન તેઓ પાકિસ્તાની અધિકારીઓના ઘરેથી સામાનની પણ ચોરી કરતા હતા. પીટીઆઈના સમર્થકો એટલા ગુસ્સામાં હતા કે તેઓ જે વસ્તુઓ જોઈ રહ્યા હતા તેનો નાશ કરી રહ્યા હતા.એવું લાગતું હતું કે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગૃહમાં ઘૂસીને હંગામો મચ્યો હતો. ઈમરાન ખાનની ધરપકડના વિરોધ દરમિયાન પોલીસે પીટીઆઈના સેંકડો કાર્યકરોની ધરપકડ કરી હતી અને ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા.

g clip-path="url(#clip0_868_265)">