Sri Lanka Crisis: શ્રીલંકામાં સરકાર સામેનો વિરોધ યથાવત, પોલીસના ગોળીબારમાં એક પ્રદર્શનકારીનુ મોત થતા સ્થિતિ વણસી

|

Apr 21, 2022 | 7:49 AM

શ્રીલંકામાં સરકાર ( sri lanka government) સામેનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહીંના દક્ષિણ પશ્ચિમ રામબુકાના વિસ્તારમાં ઈંધણના ભાવ વધારા સામે પ્રદર્શન દરમિયાન એક વ્યક્તિનુ પોલીસના ગોળીબારમાં મોત થયુ હતુ.

Sri Lanka Crisis: શ્રીલંકામાં સરકાર સામેનો વિરોધ યથાવત, પોલીસના ગોળીબારમાં એક પ્રદર્શનકારીનુ મોત થતા સ્થિતિ વણસી
Srilanka Crisis

Follow us on

શ્રીલંકામાં સરકાર સામેનો વિરોધ (Srilanka Crisis) અટકવાનું નામ નથી લઈ રહ્યો. નિઃશસ્ત્ર ટોળાને વિખેરવા માટે પોલીસે કરેલા ગોળીબારમાં (Firing) એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 13 લોકો ઘાયલ થયા હતા. શ્રીલંકાના દક્ષિણ-પશ્ચિમ રામબુકાના ક્ષેત્રમાં ઇંધણના ભાવમાં વધારા સામે પ્રદર્શન દરમિયાન હિંસા પછી લાદવામાં આવેલ કર્ફ્યુ (Curfew) બુધવારે પણ ચાલુ રહ્યું હતુ. શ્રીલંકન પોલીસે આ જાણકારી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રામબુક્કાનાની કેગલે હોસ્પિટલમાં દાખલ 13 પ્રદર્શનકારીઓમાંથી ઓછામાં ઓછા ત્રણની હાલત ગંભીર છે. આ ઘટનામાં 15 પોલીસ કર્મચારીઓ (Srilanka Police) પણ ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસ વડા ચંદન વિક્રમરત્નેએ પત્રકારોને જણાવ્યું હતું કે આ સંવેદનશીલ વિસ્તારમાં લાદવામાં આવેલ કર્ફ્યુ ચાલુ રહેશે. ઉપરાંત તેમણે કહ્યું કે, વિરોધીઓ ગઈ કાલે હિંસક થઈ ગયા અને રેલ્વે ટ્રેક(Railway Track)  બ્લોક કરી દીધા હતા,તે જૂના દરે ઇંધણ આપવાની માંગ કરી રહ્યો હતા. તેણે કહ્યું કે જ્યારે પોલીસે બે ઇંધણના ટેન્કરની વ્યવસ્થા કરી, ત્યારે પ્રદર્શનકારીઓએ રેલ્વે ટ્રેક બ્લોક કરીને એક વાહનની બેટરી કાઢી નાખી. બાદમાં પોલીસને ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી.

ભીડને રોકવા માટે ગોળીઓ ચલાવવામાં આવી હતી

શ્રીલંકા અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને લોકો સતત સરકાર સામે વિરોધ પ્રદર્શન(Srilanka Protest)  કરી રહ્યા છે. આવા પ્રદર્શનમાં બુધાવરે એક વ્યક્તિનું મોત થયું હતું. જાહેર સુરક્ષા મંત્રાલયના ટોચના અધિકારી જગત અલ્વિસે જણાવ્યું હતું કે, વિરોધીઓએ 33,000 લિટર ઇંધણથી ભરેલા ટેન્કરને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. ટોળાને આમ કરતા રોકવા માટે પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. એલ્વિસે કહ્યું કે પોલીસે દેખાવકારો પર ગોળીબાર કરવા માટે અતિશય બળનો ઉપયોગ કર્યો કે કેમ તેની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

યુએસ, યુરોપિયન યુનિયન અને સંયુક્ત રાષ્ટ્રના દૂતાવાસોએ પોલીસ ગોળીબારની નિંદા કરતા નિવેદનો જાહેર કર્યા છે. શ્રીલંકામાં સોમવારે રાત્રે ઇંધણની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મંગળવારથી ઘણી જગ્યાએ લોકોએ વિરોધમાં પ્રદર્શન શરૂ કર્યું હતું. ઇંધણની અછતને કારણે ટાપુ રાષ્ટ્રમાં તેલ એકમો નિયમિતપણે ભાવમાં વધારો કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : America: અમેરિકામાં મોટી ઘટના, વોશિંગ્ટન ડીસીમાં પેરુના દૂતાવાસની અંદર ફાયરિંગ, પોલીસે ઘૂસણખોરને મારી ગોળી

Next Article