પ્રિન્સ ફિલિપનું નિધન: બ્રિટેનની મહારાણી એલિઝાબેથના પતિએ 99 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

|

Apr 09, 2021 | 11:08 PM

બ્રિટેનની મહારાણી ક્વીન એલિઝાબેથના પતિ અને એડિનબર્ગના ડ્યૂક પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની ઉંમરે નિધન થયું છે. બકિંઘમ પેલેસે આ જાણકારી આપી છે.

પ્રિન્સ ફિલિપનું નિધન: બ્રિટેનની મહારાણી એલિઝાબેથના પતિએ 99 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Prince Philip (File Image)

Follow us on

બ્રિટેનની મહારાણી ક્વીન એલિઝાબેથના પતિ અને એડિનબર્ગના ડ્યૂક પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની ઉંમરે નિધન થયું છે. બકિંઘમ પેલેસે આ જાણકારી આપી છે. પ્રિન્સ ફિલિપે 1947માં રાજકુમારી એલિઝાબેથ સાથે લગ્ન કર્યા હતા. તેના 5 વર્ષ બાદ તે મહારાણી બન્યા હતા. તે બ્રિટિશ ઈતિહાસમાં સૌથી વધારે લાંબા સમય સુધી શાસન કરનારી મહારાણી છે.

 

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પ્રિન્સ ફિલિપનું તાજેત્તરમાં જ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા અને તાજેતરમાં જ સાજા થઈને પરત ફર્યા હતા. પ્રિન્સ ફિલિપ અને મહારાણી એલિઝાબેથના 4 બાળકો, 8 પૌત્ર-પૌત્રી અને 10 પ્રપૌત્ર છે. બકિંઘમ પેલેસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે ‘દુ:ખ સાથે જણાવવામાં આવે છે કે મહારાણીએ પોતાના પતિ રોયલ હાઈનેસ ધ પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબર્ગના નિધનની જાહેરાત કરી છે. વિંડસર કેસલમાં આજે સવારે તેમને અંતિમ શ્વાસ લીધા’.

 

 

પ્રિન્સ ફિલિપનું હ્દયનું સફળ ઓપરેશન થયું હતું. આ વર્ષે જૂનમાં જ ડ્યૂક ઓફ એડિનબર્ગ 100 વર્ષના થઈ જતા. કોરોના મહામારીની વચ્ચે તેમના 100માં જન્મદિવસની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. તેમનું ઓપરેશન લંડનના સેન્ટ બાર્થોલોમેવ હોસ્પિટલમાં થયું હતું. આ યૂરોપની સૌથી મોટી હ્દય રોગની હોસ્પિટલ છે.

 

 

શાહી પરિવારને આપવામાં આવી જાણકારી

બ્રિટેનના શાહી પરિવારના સભ્યોને પ્રિન્સ ફિલિપના નિધન વિશે જાણકારી આપવામાં આવી છે. તેમના નિધન બાદ બ્રિટેનના ઝંડાને અડધો ઝુકવી દેવામાં આવ્યો છે. હવે તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે એક વખત તેમને કહ્યું હતું કે તે પોતાના અંતિમ સંસ્કાર પર વધારે તામ-જામ નથી ઈચ્છતા. તે નહતા ઈચ્છતા કે તેમને વેસ્ટમિન્સટર હોલમાં દફન કરવામાં આવે. તેમને વિન્ડસર કેસલના ફ્રોગમોર ગાર્ડસમાં દફન કરવામાં આવશે. આ તે જ ગાર્ડન છે, જ્યાં મહારાણીને ચાલવાનું પસંદ હતું.

 

આ પણ વાંચો: રાજકોટમાં આપને રેમડેસિવીર ઈન્જેકશન કે હોસ્પિટલમાં બેડ નથી મળતા તો કરો આ નંબર પર ફોન

Next Article