રાજકોટમાં આપને રેમડેસિવીર ઈન્જેકશન કે હોસ્પિટલમાં બેડ નથી મળતા તો કરો આ નંબર પર ફોન

રાજકોટમાં કોરોનાની સ્થિતિ ગંભીર થઈ રહી છે, લોકોને પોતાના સ્વજનોને હોસ્પિટલમાં દાખલ કરવા છે, પરંતુ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન હોવાથી સમસ્યા સર્જાય છે, આ ઉપરાંત રેમડેસિવીર ઈન્જેશનની પણ અછત સર્જાય છે,

રાજકોટમાં આપને રેમડેસિવીર ઈન્જેકશન કે હોસ્પિટલમાં બેડ નથી મળતા તો કરો આ નંબર પર ફોન
Remdesivir Injection (File Image)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 09, 2021 | 10:24 PM

રાજકોટમાં કોરોનાની સ્થિતિ ગંભીર થઈ રહી છે, લોકોને પોતાના સ્વજનોને હોસ્પિટલમાં દાખલ કરવા છે, પરંતુ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન હોવાથી સમસ્યા સર્જાય છે, આ ઉપરાંત રેમડેસિવીર ઈન્જેશનની પણ અછત સર્જાય છે, ત્યારે લોકોની સુવિધા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં આપને બેડની માહિતી મળશે અને કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી આપવામાં આવશે.

આ ઉપરાંત જે રેમડેસિવીર ઈન્જેકશનની જરૂરિયાત હોય તો તેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવશે. જેના માટે આપ આ નંબર 9499804038, 9499806486, 9499801338, 9499806828, 9499801383 કોલ કરી શકો છે, જે 24 કલાક ચાલુ રહેશે. મહત્વનું છે કે રાજકોટમાં હાલમાં 1,400 જેટલા બેડ ખાલી છે, જ્યારે એક સપ્તાહમાં 6 હજારથી વધારે બેડ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે રેમડેસિવીર ઈન્જેકશનનો જથ્થો પણ પુરતા પ્રમાણમાં હોવાનો તંત્રએ દાવો કર્યો છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

રાજકોટ મનપાની ઘોર બેદરકારી

સમગ્ર રાજ્ય સહિત રાજકોટમાં પણ કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે.ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના ભારતીનગર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ રાજપરાનો એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે એક રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. કિશોરભાઈએ પોતાની સાવચેતી માટે ધનવંતરી રથમાં એન્ટિજન રિપોર્ટ કરાવતા તે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જો કે તેમને શંકા જતા તેઓ રૈયાચોક ખાતે આવેલા ટેસ્ટીંગ બુથ પર રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. એક જ વ્યક્તિના બે રિપોર્ટ આવતા પરિવારજનો પણ મુંઝાયા હતા. જો કે રાજકોટ મહાનગરપાલિકાની આ બેદરકારીથી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો: Maharashtra Corona Update : મહારાષ્ટ્રમાં કોરોનાના 59 હજાર નવા કેસ, 301ના મૃત્યુ, ઉદ્ધવ ઠાકરેએ બોલાવી ઓલ પાર્ટી મિટિંગ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">