
ભારતના પડોશી દેશોમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને હવે નેપાળમાં સત્તા પરિવર્તન માટે દેશવ્યાપી પદર્શન થઈ રહ્યા છે. નેપાળમાં સોશિયલ મીડિયા બેન વિરુદ્ધ શરૂ થયેલ Gen-Z ના આંદોલન બાદ વડાપ્રધાન કેપી ઓલી એ પદ પરથી રાજીનામું આપવુ પડ્યુ છે. આ પ્રદર્શનકારીઓમાં નેપાળની સંસદથી લઈને સુપ્રીમ કોર્ટ પર પણ કબજો કરી લીધો છે અને અનેક મંત્રીઓના ઘરો આગને હવાલે કરી દેવાયા છે. પીએમ ઓલીના રાજીનામા બાદ પણ લોકોનો આક્રોશ શમ્યો નથી. ત્યાં સુધી રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના ખાનગી નિવાસ પર પણ પ્રદર્શનકર્તાઓએ કબજો કરી લીધો છે. નેપાળના પીએમ ઓલીએ છોડ્યુ પદ નેપાળમાં અત્યાર સુધી ગૃહ, કૃષિ અને સ્વાસ્થ્ય મંત્રી સહિત પાંચ મંત્રીઓ રાજીનામુ આપી ચુક્યા છે. સાથે જ વિપક્ષી દળોના 20 થી વધુ સાંસદો તેમનુ સામૂહિક રાજીનામુ આપી ચુક્યા છે. એવામાં વિપક્ષી દળોની માગ છે કે સંસદનો ભંગ કરીને ફરી ચૂંટણી કરાવવામાં આવે. નેપાળમાં સોશિયલ મીડિયા બેન, ભ્રષ્ટાચાર અને પરિવારવાદના વિરોધમાં સોમવારે શરૂ થયેલા પ્રદર્શનના...
Published On - 7:09 pm, Tue, 9 September 25