
ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ ક્યારેય પણ સપાટી નીચે રહેતો નથી અને જ્યારે પણ તે સામે આવે છે ત્યારે વિસ્ફોટક બની જાય છે. મે મહિનામાં કરાયેલ ઓપરેશન સિંદૂર તેનું તાજું ઉદાહરણ છે. હવે એવો સંકેત છે કે આ તણાવ નવા ક્ષેત્રમાં ફેલાઈ શકે છે, કારણ કે ગુરૂવાર અને શુક્રવારે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ખુબ જ આક્રમક સ્વર અપનાવ્યો છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે ચેતવણી આપી હતી કે ગુજરાતના સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી ઘૂસણખોરીનો એવો જવાબ આપવામાં આવશે કે જે ‘ઇતિહાસ અને ભૂગોળ’ બદલાવી દેશે.
શુક્રવારે ભારતે પાકિસ્તાની દમનકારી નીતિઓને POKમાં ફેલાયેલી અશાંતિ માટે જવાબદાર ઠેરવ્યું. અહીંના વિરોધ પ્રદર્શન દરમિયાન 12 લોકોના મોત થયા અને 150થી વધુ ઘાયલ થયા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું કે, “અમે POKમાં વ્યાપક વિરોધ પ્રદર્શનોની ખબર મેળવી છે, જેમાં નિર્દોષ નાગરિકો પર પાકિસ્તાની સેનાએ બર્બરતા દાખવી છે. પાકિસ્તાનને તેના માનવાધિકારના ઉલ્લંઘનો માટે જવાબદાર ઠેરવવું જ પડશે.”
વિદેશ મંત્રાલયના નિવેદન પહેલાં જ સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીે પાકિસ્તાનને ચેતવણી આપી કે,
“જો પાકિસ્તાન દુનિયાનું નકશામાં રહેવા માંગે છે તો તેને રાજ્ય પ્રાયોજિત આતંકવાદનો તાત્કાલિક અંત લાવવો પડશે.”
તેમણે કહ્યું કે આ વખતે ભારતીય સેના કોઈપણ પ્રકારનું સંયમ નહીં રાખે. સંકેત આપવામાં આવ્યો કે જો આતંકવાદનો નિકાસ બંધ નહીં થાય તો ઓપરેશન સિંદૂર 2.0 બહુ દૂર નથી.
એર ચીફ માર્શલ એપી સિંહે જણાવ્યું કે મે મહિનાના ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના 4 થી 5 ફાઇટર જેટ્સને (અમેરિકન F-16 અને ચાઇનીઝ JF-17 સહિત) ધ્વસ્ત કર્યા હતા.
7 મેના રોજ ભારતે પાકિસ્તાન અને POKમાં આવેલા 9 આતંકી કેમ્પ્સ પર હુમલો કર્યો હતો, જેને કારણે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.
Published On - 5:48 pm, Fri, 3 October 25