pm મોદીએ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે અફઘાનિસ્તાન કટોકટી સહિતના મુદ્દાઓ પર કરી વાત, શાંતિ-સુરક્ષા પર મૂક્યો ભાર

|

Aug 24, 2021 | 7:16 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે દ્વિપક્ષીય એજન્ડાના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સાથોસાથ વિકાસ માટે પરસ્પર સહકાર તેમજ વેપાર અને આર્થિક બાબતોને પ્રોત્સાહન આપવા પણ સંમત થયા.

pm મોદીએ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે અફઘાનિસ્તાન કટોકટી સહિતના મુદ્દાઓ પર કરી વાત, શાંતિ-સુરક્ષા પર મૂક્યો ભાર
PM Narendra Modi and Angela Merkel

Follow us on

Afghanistan Crises: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi ) અફઘાનિસ્તાનમાં સર્જાયેલ સ્થિતિ સહીતના મુદ્દાઓ ઉપર જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ (  German Chancellor Angela Merkel )સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે ભારત અને જર્મનીએ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતા દોહરાવી છે. સાથે જ અફઘાનિસ્તાન સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ.

બંને નેતાઓએ દ્વિપક્ષીય એજન્ડાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી, જેમાં કોરોનાની રસીમાં અરસપરસ સહયોગ આપવા, પર્યાવરણ અને ઉર્જા ક્ષેત્રે વધુ ધ્યાન કેન્દ્રિત કરીને વિકાસ સહયોગ, તેમજ વેપાર અને આર્થિક બાબતોને પ્રોત્સાહન આપવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. બન્ને રાજકીય નેતાઓએ બહુપક્ષીય હિતના મુદ્દાઓ પર મંતવ્યોની આપ લે કરી હતી. તેમણે હિંદ – પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં એકબીજાના સહયોગને પ્રોત્સાહન આપવા માટે બંને પક્ષો વચ્ચે ભાર મૂકાયો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શાંતિ અને સલામતી જાળવવા પર ભાર
વડાપ્રધાન કાર્યાલયે (pmo) કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર મર્કેલે અફઘાનિસ્તાનમાં વધતી જતી ચિંતાજનક સ્થિતિ અને અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને કારણે વિશ્વ પર તેની થઈ રહેલી અને થનાર અસર અંગે પણ ચર્ચા કરી હતી. તો સાથોસાથ શાંતિ અને સલામતી જાળવવા પર ભાર મૂક્યો, જેમાં હાલ સૌથી તાકીદની પ્રાથમિકતા અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને પરત લાવવાની છે.

પીએમઓએ કહ્યું કે બંને નેતાઓએ દ્વિપક્ષીય એજન્ડાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી, જેમાં કોરોના રસી માટે સહયોગ આપવો, પર્યાવરણ અને ઉર્જા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને વિકાસ કરવા સાથે અરસ પરસ સહયોગ કરવો. વેપાર અને આર્થિક સંબંધોને વધુ પ્રોત્સાહન આપવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો-કોન્ફરન્સ દ્વારા જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન, વડાપ્રધાન મોદીએ યુરોપ સહીત અને વૈશ્વિક સ્તરે મજબૂત નેતૃત્વ પૂરું પાડવામાં ચાન્સેલર મર્કેલની લાંબી ભૂમિકાની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં અમેરિકાનું રેસ્ક્યૂ મિશન ચાલુ છે, 24 કલાકમાં 16,000 લોકોને બહાર કાઢવા માટે વિમાનો મોકલવામાં આવ્યા: હેંક ટેલર

આ પણ વાંચોઃ ‘ચાર કલાક નહીં, હું શરણાગતિ માટે ચાર વર્ષ આપું છું’, અફઘાન કમાન્ડો અહેમદ મસૂદે તાલિબાનના અલ્ટીમેટમ પર ભરી હુંકાર

Next Article