PM Modi US visit : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા પીએમ મોદી, પાકિસ્તાન પર આતંકવાદી પ્રવૃત્તિઓને લઇને સાધ્યુ નિશાન

|

Sep 24, 2021 | 7:47 AM

બંને નેતાઓ વચ્ચેની ચર્ચાએ ઘણા ક્ષેત્રોને આવરી લીધા હતા જેમાં કોવિડ -19, આબોહવા પરિવર્તન, આતંકવાદ મુદ્દો, સાયબર સુરક્ષા, અવકાશ વગેરેમાં સહયોગ સહિત ટેકનોલોજી ક્ષેત્રમાં સહકારનો સમાવેશ થાય છે.

PM Modi US visit : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા પીએમ મોદી, પાકિસ્તાન પર આતંકવાદી પ્રવૃત્તિઓને લઇને સાધ્યુ નિશાન
PM Narendra Modi meets US Vice President Kamala Harris

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (Prime Minister Narendra Modi) ત્રણ દિવસની મુલાકાતે અમેરિકાના વોશિંગ્ટનમાં હાજર છે. આ વર્ષે માર્ચમાં બાંગ્લાદેશની મુલાકાત બાદ તેમની આ પ્રથમ વિદેશ યાત્રા છે. આ દરમિયાન તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને (Vice President Kamala Harris) મળ્યા. બેઠક દરમિયાન, કમલા હેરિસે આતંકવાદના સંબંધમાં પાકિસ્તાનની ભૂમિકાની નોંધ લીધી અને આતંકવાદી જૂથો માટે ઇસ્લામાબાદના સમર્થનને રોકવા અને તેની નજીકથી દેખરેખ રાખવાની જરૂરિયાત પર સંમત થયા.

વિદેશ સચિવે ખાસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે હેરિસે પાકિસ્તાનમાં આતંકવાદી જૂથોની હાજરીનો સ્વીકાર કર્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પીએમ મોદી અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વચ્ચેની ચર્ચા દરમિયાન તાલિબાનને પ્રોત્સાહન આપવાનો મુદ્દો ઉઠ્યો હતો. તો સચિવે કહ્યું કે બેઠકમાં ઉપરાષ્ટ્રપતિએ તે સંદર્ભમાં પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો. હેરિસે કહ્યું કે આતંકવાદી જૂથો ત્યાં કાર્યરત છે. આપણે પાકિસ્તાન પર કાર્યવાહી કરવી પડશે જેથી આ જૂથ અમેરિકા અને ભારતની સુરક્ષાને અસર ન કરે.

શ્રીંગલાએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સરહદ પારના આતંકવાદની હકીકત પર પ્રધાનમંત્રીની બ્રીફિંગ સાથે સંમત છે અને માને છે કે ભારત ઘણા દાયકાઓથી આતંકવાદનો શિકાર છે. આવા આતંકવાદી જૂથો માટે પાકિસ્તાનનાં સમર્થનને કાબૂમાં લેવાની અને નજીકથી દેખરેખ રાખવાની જરૂર છે. તે જાણીતું છે કે પાકિસ્તાન પર તાલિબાનને સમર્થન આપવાનો આરોપ લાગ્યો છે. આ મહિનાની શરૂઆતમાં, અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને કહ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદીઓ સહિત તાલિબાનના સભ્યોને “આશ્રય” આપ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તે જ સમયે, ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા આવેલા પીએમ મોદી દિવસની શરૂઆતમાં હેરિસને મળ્યા હતા. શ્રિંગલાએ કહ્યું કે “બંને નેતાઓ વચ્ચેની ચર્ચાઓ નોંધપાત્ર હતી અને તે એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી”. શૃંગલાએ કહ્યું, “મીટિંગમાં હૂંફ અને સૌહાર્દ પ્રતિબિંબિત થયો. બંને નેતાઓ વચ્ચેની ચર્ચાએ ઘણા ક્ષેત્રોને આવરી લીધા હતા જેમાં કોવિડ -19, આબોહવા પરિવર્તન, આતંકવાદ મુદ્દો, સાયબર સુરક્ષા, અવકાશ વગેરેમાં સહયોગ સહિત ટેકનોલોજી ક્ષેત્રમાં સહકારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો –

NEW IT PORTAL : નવા Income Tax Portal ના લોન્ચિંગ બાદ 3 કરોડ Tax Payers સફળતાપૂર્વક લોગીન કરાયું, Infosys એ ડેટા જાહેર કર્યા

આ પણ વાંચો –

ત્રીજી લહેરની વાતો વચ્ચે ICMRના સર્વેમાં મોટો ખુલાસો, 75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 24 સપ્ટેમ્બર: વ્યસ્તતા હોવા છતાં તમે પરિવારને પ્રાથમિકતા આપશો, ટૂંકી મુસાફરી થાય

Published On - 7:39 am, Fri, 24 September 21

Next Article