SCO Summit : PM મોદી આજે SCO સમિટમાં લેશે ભાગ : રશિયા, ઉઝબેકિસ્તાન અને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરશે દ્વિપક્ષીય મંત્રણા

|

Sep 16, 2022 | 7:32 AM

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે, આ બન્ને નેતાઓની મુલાકાત ઉપર સમગ્ર વિશ્વની નજર છે. કોવિડ મહામારી અને રશિયા- યુક્રેન વચ્ચેના સંઘર્ષ બાદ નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિનની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી, વ્લાદિમીર પુતિન ઉપરાંત ઈરાનના રાષ્ટ્રપતિ અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે.

SCO Summit : PM મોદી આજે SCO સમિટમાં લેશે ભાગ : રશિયા, ઉઝબેકિસ્તાન અને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરશે દ્વિપક્ષીય મંત્રણા
PM Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે SCO સમિટમાં (SCO Summit) ભાગ લેશે. તેઓ ગુરુવારે રાત્રે લગભગ 9 વાગે ઉઝબેકિસ્તાનના સમરકંદ પહોંચ્યા હતા. પીએમ મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા પહોચેલા છેલ્લા નેતા હતા. SCO સમિટમાં સામેલ તમામ દેશના વડાઓ સમરકદ ખાતે નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે જ પહોચી ગયા હતા. SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Mod) રશિયા, ઉઝબેકિસ્તાન અને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. PM મોદી આજે SCO સમિટમાં ભાગ લેશે જેના પછી SCO નેતાઓની તાત્કાલિક બેઠક યોજાશે.

પીએમ મોદી પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે, આ બન્ને નેતાઓની મુલાકાત ઉપર સમગ્ર વિશ્વની નજર છે. કોવિડ મહામારી અને રશિયા- યુક્રેન વચ્ચેના સંઘર્ષ બાદ નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિનની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી, વ્લાદિમીર પુતિન ઉપરાંત ઈરાનના રાષ્ટ્રપતિ અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પીએમ નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત 15 વૈશ્વિક નેતાઓ સાથે સમરકંદ SCO સમિટમાં ભાગ લેશે. ઉઝબેકિસ્તાન SCO સમિટ 2022ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ત્યારપછી સમરકંદ સમિટના અંતે SCOનું રોટેશનલ વાર્ષિક પ્રમુખપદ ભારત સંભાળશે. SCO સંગઠનમાં હાલમાં આઠ સભ્ય દેશો છે. જેમાં ચીન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. ચાર નિરીક્ષક દેશો પણ છે જેઓ SCOમાં પૂર્ણ સભ્ય તરીકે જોડાવા ઈચ્છે છે. જેમાં અફઘાનિસ્તાન, બેલારુસ, ઈરાન અને મંગોલિયાનો સમાવેશ થાય છે. સંસ્થામાં છ સંવાદ ભાગીદાર દેશો છે. આ આર્મેનિયા, અઝરબૈજાન, કંબોડિયા, નેપાળ, શ્રીલંકા અને તુર્કી છે.

Next Article