
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અબુ ધાબીમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે, જે ખાડી દેશનું પ્રથમ હિન્દુ મંદિર છે. પીએમ મોદી અબુ ધાબી મંદિર પહોંચ્યા અને મંદિરમાં લોકોને શુભેચ્છા પાઠવી. મંદિરનું ઉદ્ઘાટન એ ખાડી દેશ અને ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોમાં હિન્દુ સમુદાય માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આ મંદિર 27 એકર જમીનમાં બનેલું છે.
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીમાં પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. BAPS દ્વારા બનાવવામાં આવેલ આ હિન્દુ મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદી ફરી એકવાર દેશની બહાર એક મોટા હિન્દુ મંદિરનું લોકાર્પણ કર્યું છે.
2015માં વડાપ્રધાન મોદીની ખાડી દેશની બે દિવસીય મુલાકાત દરમિયાન UAEએ અબુ ધાબીમાં મંદિરના નિર્માણ માટે જમીન ફાળવી હતી. આ મુલાકાત અત્યંત રાજદ્વારી મહત્વ ધરાવે છે કારણ કે 34 વર્ષમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગલ્ફ દેશની મુલાકાત લેનારા ઈન્દિરા ગાંધી પછી મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે.
અબુ ધાબી પહોંચેલા વડાપ્રધાન મોદીએ મંદિરના નિર્માણ માટે યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનો પણ આભાર માન્યો હતો. મંદિરના લોકાર્પણ પહેલા, સ્વામી બ્રહ્મવિહારીદાસે પણ UAEના નેતાઓનો તેમની ઉદારતા અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
#WATCH | Prime Minister Narendra Modi performs Aarti at the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir in Abu Dhabi. pic.twitter.com/TfG2z9sohx
— ANI (@ANI) February 14, 2024
PM મોદીએ મંદિર બનાવવાના નિર્ણય માટે 125 કરોડ ભારતીયો વતી UAE નેતૃત્વનો આભાર માન્યો અને તેને “ઐતિહાસિક” પગલું ગણાવ્યું. અબુ મુરીખા વિસ્તારમાં સ્થિત આ હિન્દુ મંદિર અંદાજિત 700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.આ વિશાળ હિન્દુ મંદિર લગભગ 27 એકર જમીનમાં બનેલું છે. આ મંદિર દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહબા પાસે બનેલ છે. આ મંદિરનું કામ વર્ષ 2019થી ચાલી રહ્યું છે. સંયુક્ત આરબ અમીરાતની સરકારે આ મંદિર માટે જમીન દાનમાં આપી હતી.
અબુ ધાબીના આ હિન્દુ મંદિરના નિર્માણમાં લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ BAPS મંદિર ખાડી વિસ્તારનું સૌથી મોટું મંદિર છે. UAEમાં 3 વધુ હિન્દુ મંદિરો છે, જે દુબઈમાં છે. આ ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ વર્ષ 2019માં શરૂ થયું હતું. મંદિરનું કામ વર્ષ 2022માં પૂર્ણ થવાનું હતું. પરંતુ કોરોના રોગચાળાને કારણે બાંધકામમાં વિલંબ થયો હતો.
અબુધાબીના આ મંદિરમાં માર્બલ અને સેન્ડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને હાથથી કોતરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 2015માં વડાપ્રધાન મોદીના UAE પ્રવાસ દરમિયાન અબુ ધાબીએ દુબઈ-અબુ ધાબી હાઈવે પર મંદિર પ્રોજેક્ટ માટે 17 એકરથી વધુ જમીન ફાળવી હતી. મંદિરમાં દેશના દરેક અમીરાતનું પ્રતિનિધિત્વ કરતા સાત મિનારા પણ છે. 2017માં પીએમ મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.
#WATCH | Prime Minister Narendra Modi offers prayers at the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir in Abu Dhabi. pic.twitter.com/dTG34mSNkD
— ANI (@ANI) February 14, 2024
આ મંદિરનું નિર્માણ ભારતીય કારીગરો દ્વારા કરવામાં આવ્યું છે. આ કારીગરો પરંપરાગત હિન્દુ મંદિર સ્થાપત્યમાં નિષ્ણાત છે. મંદિર હાથથી કોતરેલા આરસ અને રેતીના પથ્થરથી બનેલું છે. 2015માં વડાપ્રધાન મોદીની UAEની મુલાકાત દરમિયાન, અબુ ધાબીએ દુબઈ-અબુ ધાબી હાઈવે પર મંદિર પ્રોજેક્ટ માટે 17 એકરથી વધુ જમીન ફાળવી હતી.
અબુ ધાબીના હિન્દુ મંદિરને ખૂબ જ આધુનિક શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. UAE માં, 100 થી વધુ ભારતીય શાળાના વિદ્યાર્થીઓએ નાના પથ્થરો દોર્યા છે, જે આજે અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરના લોકાર્પણ સમારોહમાં હાજરી આપવા આવનાર મહેમાનોને યાદગીરી તરીકે આપવામાં આવશે.
BAPS એ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનું ટૂંકું સ્વરૂપ છે. તે 18મી સદીના ઉત્તરાર્ધમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા શરૂ કરાયેલા વેદોમાં મૂળ ધરાવતા સામાજિક-આધ્યાત્મિક હિન્દુ વિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે. BAPSની સ્થાપના શાસ્ત્રીજી મહારાજ દ્વારા 1907માં ઔપચારિક રીતે કરવામાં આવી હતી
Published On - 6:54 pm, Wed, 14 February 24